આ પાંચ સ્પેશિયલ ટિપ્સ લાંબા વાળની સાથે આપશે ગોર્જિયસ લુક

18 Jun, 2015

 ગયા જૂન મહિનામાં તમે વાળ કટ કરાવ્યા હતા, અને તે હજુ સુધી વધ્યા નથી. વાળનું ધીમે-ધીમે વધવું એ એક એવી પ્રોબ્લમ છે, જેનાથી લગભગ દરેક વ્યક્તિ પીડાતી હોય છે. અને આથી જ તમે જ્યારે પણ કોઈ શેમ્પૂની એડ જોવો છો તો એવા જ વાળ તમારા થાય તેવું ઈચ્છો છો. પરંતુ એવા વાળ થાય કેવી રીતે? આમ તો લગભગ દરેક મહિને વાળ અડધો ઈંચ તો વધે જ છે. પરંતુ જો તમે ઈચ્છો છો કે, વાળ એના કરતા પણ વધારે વધે તો, આજે અમે તમને જે પાંચ ટિપ્સ બતાવવા જઈ રહ્યા છે, તેને ચોક્કસથી અજમાવી જુઓ.  

 
1. હેલ્ધી ડાયટ અપનાવો - તમારા વાળ ઝડપથી વધે તે માટે જરૂરી છે કે, તમારા ભોજનમાં પ્રોટિન અને કેલ્શિયમની માત્રા વધારે હોય. આ સિવાય તમારા ડાયટમાં વિટામિન એ, બી, સી અને ઈ પણ હોવું જોઈએ. તેના માટે તમારે દૂધ, ચીઝ, દહીં, ચિકન અને ઈંડા ખાવા જોઈએ. તમારા ડાયટમાં તમે પાલક, સોયાબિન, કેપ્સિકમ અને માછલીનો પણ સમાવેશ કરી શકો છો. નટ્સ અને વિટામિન બી કોમ્પલેક્ષ વાળને ઝડપથી વધવામાં મદદ કરે છે.
 
2. હેર મસાજ કરો - માથામાં કોઈ મસાજ કરે એ કોને ના ગમે? લાંબા વાળ માટે મસાજ જરૂરી છે. પ્રયત્ન કરવા કે, તમે તમારા વાળને મહિનામાં એક વાર ગરમ તેલથી જરૂર મસાજ કરો. આમ કરવાથી તમારા સ્કલ્પમાં લોહીનો પ્રવાહ વધે છે, જે વાળને પોષણ આપીને તેમને લાંબા કરે છે. આંગળીઓના ટેરવાથી મસાજ કરવું એ સૌથી બેસ્ટ રીત છે. વધારે સારૂં પરિણામ જોઈતું હોય તો અઠવાડિયામાં એકવાર ડિપ કંડિશન કરો.
 
3. સ્પ્લિટ એન્ડસને દૂર કરો - બે મોઢાવાળા વાળ એટલે કે સ્પ્લિટ એન્ડ્સ તમારા વાળને વધવા દેતા નથી. આથી તમારા વાળમાં આની સમસ્યા ના થાય તેવા પ્રયત્ન કરોં. તેના માટે વાળમાં વધારે કેમિકલનો ઉપયોગ ના કરો અને સારી ક્વોલિટીવાળા શેમ્પૂ અને હેર માસ્કનો જ ઉપયોગ કરો. દરરોજ શેમ્પૂનો ઉપયોગ ના કરો. કારણ કે, તમારા વાળને પણ આરામની જરૂરિયાત હોય છે. આના સિવાય સ્ટ્રેટનર અથવા તો કર્લસનો પણ વધારે ઉપયોગ ના કરો.
 
4. સ્ટ્રેટ્સ ફ્રી રહેવાના પ્રયત્ન કરો - તણાવ વાળ ખરવા માટેનું એક મોટું કારણ છે. આથી તમારા ટેમ્પરને કૂલ રાખવા માટે રોજ મેડિટેશન કરો. જો તમે ઈચ્છો તો “Calm” એપ(apps) ને ડાઉનલોડ કરી લો. એ તમને દરરોજ મેડિટેશનનું ધ્યાન રાખશે. અઠવાડિયામાં એકવાર રિલેક્ષ હોવા માટે સ્પા પણ જાઓ.
 
5. એંગ માસ્ક ટ્રાય કરો - શું તમે જાણો છો કો, એક ઈંડામાં પ્રોટિનની સાથે-સાથે આર્યન, ઝીંક, સેલેનિયમ પણ હોય છે. જે તમારા વાળને વધવામાં મદદ કરે છે. હેલ્ધી અને લાંબા વાળ માટે ઈંડા ખાવાની સાથે-સાથે તેને વાળ ઉપર પણ લગાવો. અઠવાડિયામાં એકવાર ઘરે જ એગ માસ્ક તૈયાર કરો અને લગાવો. આના માટે તમે ઓલિવ ઓઈલને ઈંડામાં ભેળવી લો અને સારી રીતે વાળ પર લગાવી લો. આ માસ્કને 20 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ વાળને ધોઈ લો.