આ 5 ખાસ બાબતોના કારણે Mireia બની ગઇ Miss World!

21 Dec, 2015

 વિશ્વભરમાં પ્રખ્યાત બ્યુટી સ્પર્ધા આ વર્ષે Chinaમાં આવેલા આઇલેન્ડ Sanyaના Beauty Crown Grand Theatreમાં આયોજિત કરવામાં આવી હતી. આ વર્ષે Miss World 2015નો તાજ Miss Spain Mireia Lalaguna Royoએ પોતાના નામે કરી દીધો છે. આ ઇવેન્ટ વિશ્વની સૌથી મોટી બ્યુટી ક્રાઉનિંગ સેરેમનીમાંથી એક ગણાય છે.  Delhi Universityમાંથી ગ્રેજ્યુએટ થયેલી Aditi Aryaએ આ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. બદનસીબે, તે ટોપ 20માં પણ પોતાનું સ્થાન બનાવવામાં નિષ્ફળ રહી હતી. 

 
Miss Spainની પબ્લિક સ્પિકિંગ સ્કિલ્સથી અંજાઇ ગયેલા જજીસના ચહેરા પરથી જ જાણ થતી હતી કે, ક્રાઉન તેના નામે જ થવાનો છે. તેની ફાઇનલ વ્યક્તવ્યમાં Lalagunaએ સુંદરતા વિશે પોતાનો મત જણાવ્યો હતો, 'હું બહારથી સુંદર છું તેનો અર્થ એ નથી કે હું અંદરથી પણ એટલી જ સુંદર હોઇશ. મને લાગે છે કે, હું આગામી Miss World બનીશ કારણ કે, હું સ્ત્રીશક્તિમાં વિશ્વાસ ધરાઉં છું. હું એટલું માનું છું કે મારાં હૃદયમાં કોઇ એવી ચોક્કસ બાબત કે શક્તિ છે જેના કારણે હું કોઇ પણ કાર્યમાં મારું બેસ્ટ આપી શકું છું. હું ‘Beauty With A Purpose’ પણ વિશ્વાસ રાખું છું અને આ જ પરંપરાને જાળવી રાખવા ઇચ્છું છું. આપણે ખુશીઓને એકબીજાંની મદદ કરીને મેળવી શકીએ છીએ.' 
 
Fashion101.in તમને જણાવી રહ્યું છે, Miss Spain વિશેની 5 અજાણી વાતો!
 
1. Mireia Lalaguna Royo મૂળ Barcelonaની છે, તેથી જ તેને બ્યુટી વિશ બ્રેઇન્સનું કોમ્બિનેશન મળ્યું છે. 
 
2. ફેશન લવર હોવા ઉપરાંત 23 વર્ષીય આ મોડલે pharmacyમાં બેચલર ડિગ્રી મેળવી છે અને ભવિષ્યમાં તે pharmacyમાં જ કરિયર બનાવવા ઇચ્છે છે. 
 
3. તેના weight, height અને figureને જોતાં Lalaguna હેલ્ધી ફૂડની શોખિન હશે તેવું માની શકાય છે. તેનો હેતુ ન્યૂટ્રિશન બિઝનેસ દ્વારા લોકોની મદદ કરવાનો છે. 
 
4. ટ્રાવેલની શોખિન Lalagunaએ Europe અને Far Eastના તમામ પ્રદેશો જોઇ લીધા છે. તેને સતત નવા નવા પ્રદેશો જોવા, તેઓની સંસ્કૃતિમાંથી કંઇક શીખવાનો શોખ છે. 
 
5. તે પિઆનિસ્ટ પણ છે અને Musical Languageમાં 8મો ગ્રેડ મળેલો છે. Lyceum of Barcelonaના Conservatoryમાં તેણે Harmony અને Pianoનું શિક્ષણ મેળવ્યું છે.