ટેટૂ કરાવતાં પહેલાં જાણવા જેવી છે આ પાંચ વાતો

28 Dec, 2015

 

 
બૉડી ઇન્ક, ટેટૂ કે છુંદણા - તમે આને જે પણ કહેતા હોવ, આ પ્રાચીન કળા છે પરંતુ હવે તે એક કોસ્મેટિક ટ્રેન્ડ છે અને એ ક્યારેય જવાનો નથી. તમે જ્યારે પણ ટેટૂ કરાવવાની વાત કરતા હશો તમારા દરેક મિત્ર પાસે તમને આપવા માટે કોઈને કોઈ સલાહ ચોક્કસ હોય છે(પછી ભલેને એમણે ક્યારય ટેટૂ કરાવ્યાં હોય કે ના કરાવ્યાં હોય). પરંતુ એમના અડધી-પડધી અને  મન ફાવે તેવી સલાહ પર ધ્યાન આપવાને બદલે અમે આપેલા પાંચ પોઈન્ટ પર નજર કરી લો. જે ટેટૂ કરવાતાં પહેલાં જાણી લેવાં ખૂબ જરૂરી છે.
 
1 . તમારી સ્કિનની મંજૂરી લઈ લો - તમારુ મગ અને મગજ આ વતા માટે રાજી થઈ જાય એ પછી એકવાર તમારી સ્કિનની પણ પરમિશન લઈ લો. જો તમારી ત્વચાને કોઈ બ્યુટી પ્રોડક્ટની એલર્જી હોય તો શક્ય છે કે તમને ઇંક એટલે કે ટેટીથી પણ એલર્જી થઈ શકે છે. જો તમારી ત્વચા બહુ સેન્સેટિવ હોય તો ટેટૂ પાર્લર જતાં પહેલાં dermatologist એટલે કે સ્કિનના ડૉક્ટરની મુલાકાત લઈ લો. એ સિવાય જો તમારી સ્કિન પર કઇ વાગેલું હોય તો તો તમારે ટેટૂ કરવામાં થોડી રાહ જોવી જોઈએ. તડકામાં વધારે ફરવું,  વેક્સિંગ કે પછી કોઈ પણ પ્રકારની એલર્જી એ સુચવે છે કે તમારી ત્વચાને ટેટૂ માટે તૈયાર થવા થોડો સમય આપો.
 
2. બધી તૈયારી કરી લો - કઇ ડિઝાઈન કરાવવી છે એ પહેલાંથી જ પાક્કું કરી લો કારણ કે જો તમે એને લઇને કન્ફ્યુઝ હશો તો એ કન્ફ્યુઝન તમારા ટેટૂમાં જોવા મળશે. આ માટે ટેટૂ કરવાતા પહેલાં એકવાર ટેટૂ આર્ટિસ્ટને મળી લો અને એની સાથે વત કરી લો કે તમારે શું જોઈએ છે. એ ખાસ ચકાસી લે જો કે પાર્લર સાફ સુથરી અને વિશ્વાસનીય હોવું જોઈએ. ટેટૂ આર્ટિસ્ટ તમને ટેટૂ માટે યોગ્ય જગ્યા પસંદ  કરવામાં પણ મદદ કરશે. આમ તો પગ અને હાથ ટેટૂ કરાવવા માટે ખોટી જગ્યાઓ છે. અહીં કરાવેલા ટેટૂ તમે ધારેલા સમય કરતાં વહેલાં આછા થઈ જશે. એ જ રીતે તમારા શરીરના કેટલાંક ભાગો ટેટૂ કરવવા માટે વધારે સેન્સિટિવ હોય છે. એકવાર તમે બધુ નક્કી કરી લો એ પછી ડિઝાઈન જાતે બનાવીને બીજા કોઈને જરૂર બતાવી લો કારણ કે તમે આ માણસની જેમ ‘Regrat’ કરવાનું જરાય પસંદ નહીં કરો.
 
3. દુખાવો - જો તમે હૉરર મૂવીઝ કરતાં નાનકડી સોય (needles)થી ડરતાં હોવ તો એ વાત સો ટકા સાચી છે કે તમને ટેટૂ આર્ટિસ્ટથી પણ એટલી જ બીક લાગશે. એ ટેટૂ કરવાની શરૂઆત કરશે ત્યારે તમને દુખાવો ચોક્કસ થશે પણ અમારી વાત પર વિશ્વાસ રાખો કે આ દુખાવો 15-20 મિનિટમાં જ ઓછો થઈ જશે. બીજી એક વાત એ પણ યાદ રાખજો કે તમે aspirin કે એવી કોઈ બીજી દવા ના લેતા હોવા જોઈએ કારણ કે એ તમારા લોહીને પાતળું બનાવે છે પરિણામે લોહી વધારે નીકળશે. જો કે દુખાવો તો દરેકને થશે.
 
4. યોગ્ય પસંદગી કરો - જેમ દરેક વસતુ શોધવા માટે ગૂગલ સર્ચ કરવું એ કોઈ ઉપાય નથી એમ ટેટૂ માટે પણ ગૂગલ સર્ચ કરે લેવું પૂરતું નથી. તમે એક એવી ડિઝાઈન પસંદ કરો જે તમારી સ્ટાઈલને વ્યક્ત કરતી હોય અને તમારા જીવનમાં એનો કોઈ અર્થ હોય. તમારું ટેટૂમાં તમારા વિચારોની ઝલક હોવી જોઈએ નહીં કે તમારા ફેવરિટ WWE વિચારોની ઝલક. સાથે જ એક એવી ડિઝાઈન પસંદ કરો જેને પછીથી ચેન્જ કરાવી શકાય. ટેટૂ કઢાવવા કરતાં એનામાં ચેન્જ લાવવા એ સારો પર્યાય છે . આને કાઢવાનું કામ ખર્ચાળ હોવાની સાથે જ કષ્ટદાયી પણ છે.
 
5. ટેટૂ કરાવ્યાં પછી - સાચુ કામ તો હવે શરૂ થયુ છે. કોઈ પણ સંજોગોમાં બે અઠવાડિયા સુધી તમારા ટેટૂ પર પાણી ના લાગવું જોઈએ. એટલું જ નહીં તમારા ટેટૂને ત઼ડકો પણ ના અડવો જોઈએ. સૂરજના યૂવી કિરણો તમારી ત્વચાને બાળીને એને હાનિ પહોંચાડી શકે. ટેટૂવાળી જગ્યાને ઓછામાં ઓછા બે અઠવાડિયા સુધી ઢાંકીને રાખો. ટેટૂ કરવ્યાં પછી ટેટૂ પરથી એક પરત નીકળશે અને ખંજવાળ પણ આવશે, પરંતુ એને ખંજવાળશો નહીં. એની પર રોજે થોડું મોઈશ્ચરાઈઝર તે ઓલિવ ઓઈલ લગાવશો તો ખંજવાળ ઓછી થઈ જશે.
શું તમે હમણાં જ ટેટૂ કરાવ્યું છે? કમેન્ટ કરીને જણાવો કે તમે એનું ધ્યાન કેવી રીતે રાખો છો.