ઇંડાથી લઈ ચશ્મા જેવો છે આ ઈમારતોનો આકાર, જુઓ

14 Oct, 2017

આપણ કાયમ જુદી-જુદી જગ્યાઓ અને ત્યાંની સુંદરતા વિશે વાત કરીએ છીએ. પરંતુ આજે અમે તમને કેટલીક એવી બિલ્ડિંગ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પોતાની અદભુત અને અનોખી બનાવટના કારણે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનેલી છે. દુનિયાની એવી બિલ્ડિંગોની સફર કરીશું જે ખાસ કરીને પોતાની બનાવટ માટે પ્રસિદ્ધ છે. માત્ર ડિઝાઇનિંગ જ નહીં પરંતુ વાતાવરણ પણ ફ્રેન્ડલી છે. સોલર એનર્જીથી વસ્તુઓને રિસાઇક્લિંગ કરવાનાં કામથી લઈને ઊંચી બિલ્ડિંગ જેવા તમામ એવોર્ડ્સ પણ પોતાના નામે નોંધાવી ચૂકી છે.

સાઇબરટેક્ચર એગ, મુંબઈ
જેમ્સ લો બેસ્ડ મુંબઈની સુંદર બિલ્ડિંગ સાઇબરટેક્ચર આર્કિટેક્ચરનો બહેતરીન ઉદાહરણ છે. સાઇબરટેક્ચર એગ- મુંબઈ સ્થિત આ કંપનીની ઓફિસનું આ કેંપસ 33,000 સ્કવેર મીટરમાં બનેલો છે. બિલ્ડિંગના ત્રણ અંડરગ્રાઉંડ લેવલ્સમાં 400 ગાડીઓ માટે પાર્કિંગ સ્પેસ છે. બિલ્ડિંગને બનાવવામાં કોંક્રીટ, સ્ટીલ અને ગ્લાસનો ઉપયોગ જરા પણ નથી કરવામાં આવ્યો.