સેક્સ બાબતે પુરુષોની એવી ટેવો જે મહિલાઓને નાપસંદ..!

24 Mar, 2018

 સેક્સ વિષયમાં પુરુષો અને મહિલાઓની વિચારણા એકમેકથી ઘણી અલગ હોય છે. તેથી જ બન્ને વચ્ચે ઘણી વખત જો તાળ મેળ ન હોય તો સંબંધ લાંબો સમય ટકતા નથી.

મહિલાઓની અપેક્ષાઓ પુરી કરવા માટે પુરુષોએ થોડી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે કેટલીક ખાસ વાતો પર ધ્યાન રાખી પુરુષો મહિલાઓને ખુશ રાખી શકે છે અને તેના જીવનમાં પ્રેમનો સંચાર કરી શકે છે.
*સેક્સ નહીં પ્રેમ
એક સામાન્ય ધારણા સ્ત્રીઓના મનમાં હોય છે કે પુરુષો સેક્સ માટે જ પ્રેમ કરે છે અને મહિલાઓ પ્રેમ મેળવવા સેક્સ કરે છે. આ વાત તદ્દન સાચી નથી પણ સાવ ખોટી પણ નથી. મહિલાઓ અને પુરુષોની મનોવૈજ્ઞાનિક અને શારીરિક જરૂરિયાત ઘણી અલગ હોય છે મહિલાઓને સેક્સ માટે તૈયાર કરવી અઘરી છે
*ફોરપ્લેમાં વાંધો નથી પણ સેક્સ ન ચાલે..
આપણા સમાજમાં લગ્ન પહેલાં સેક્સને આજે પણ ખરાબ ગણવામાં આવે છે. સામાન્ય લોકો સેક્સ વિષયમાં ન તો ખુલીને વાત કરે છે ન તેને જાહેરમાં વાત કરવામાં માને છે. મહિલાઓને જે પુરુષો સેક્સ કરતાં વધુ ફોરપ્લેમાં રસ રાખે છે તે વધુ ગમે છે.
*કોન્ડોમનો ઉપયોગ
સામાન્ય રીતે જોઈએ તો પુરુષોને કોન્ડોમનો ઉપયોગ કરવો પસંદ નથી. આ મુદ્દે વારંવાર પુરુષોને ટોકવું મહિલાઓને પસંદ નથી. તેઓ તેની ગંભિરતા સમજે તેમ મહિલાઓ ઈચ્છે છે.
*ફક્ત બેડરૂમમાં પ્રેમ
આ ફરિયાદ ઘણી મહિલાઓ કરે છે કે તેમના પતિ સામાન્ય રીતે તેમને ઉતારી પાડવી નાની નાની વાતે તેમની જોડે ઝઘડવું તેમની અવગણના કરે છે તેમ છતાં ઈચ્છે છે કે પત્ની બેડરૂમમાં તેમની સાથે પ્રેમથી વર્તે.