4 પ્રકારના સ્પા કરે છે બોડીને રિલેક્સ

08 Jun, 2015

 દિવસભર કામની ભાગદોડ કર્યા બાદ પત્નીઓ થાકી જાય છે અને સાથે તે પોતાના માટે સમય કાઢી શકતી નથી. આવા સમયે તે કામના સમયે સમયના અભાવે પોતાની હેલ્થને અને બોડીને ગણકારતી નથી. પણ જો લાંબા સમય સુધી આ પ્રકારની અવગણના કરવામાં આવે તો તે સમસ્યાનું કારણ બને છે. આ કારણે શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ આવી જાય છે. બોડીને કામની સાથે રિલેક્સ કરતા રહેવું પણ આવશ્યક છે. આ માટે સ્પા એ બેસ્ટ ઓપ્શન છે. સ્પાની મદદથી અનેક અંશે બોડીને રિલેક્સ કરી શકાય છે અને સાથે ત્વચાને તાજગી પણ આપી શકાય છે. તેનાથી ત્વચાના સેલ્સની એક્ટિવિટી વધે છે. ગરમીના તડકામાં ડિહાઇડ્રેશન, પિગ્મેન્ટેશન અને રેશિઝની સમસ્યા આવે છે. તેનાથી બહાર નિકળવાને માટે સ્પાની મદદ લેવી આવશ્યક રહે છે. મોટી હોટલ્સમાં અને સાથે રિસોર્ટમાં પણ સ્પાની સુવિધા મળી રહે છે. શું તમે જાણો છો કે સ્પા કરાવવાને કારણે કયા ફાયદા થઇ શકે છે.

 
સ્પા કરાવવાથી આ ફાયદા થઇ શકે છે
1. સ્પાની મદદથી અનેક રોગોની સારવાર કરી શકાય છે. ડાયાબિટિસ, સ્પાઇનલ ડિસઓર્ડર, કમર દર્દ, દમ અને આર્થરાઇટિસ જેવા ગંભીર રોગોમાં તેની મદદ લઇ શકાય છે. 
2. બોડીના સંતુલનને બનાવી રાખવામાં, ખોવાયેલી સુંદરતા પાછી મેળવવામાં અને સાથે માંસપેશીના લચીલાપણાને બનાવી રાખવામાં સ્પા થેરાપી અસરકારક રહે છે. 
3. સ્પાથી ટૈન થયેલી ત્વચા ફરીથી સુધારી શકાય છે. 
4. બોડીની સાથે સાથે મનને પણ રિલેક્સ કરી શકાય છે. તેનાથી ફ્રેશનેસ વધે છે અને સાથે ત્વચાની અંદરની સફાઇ થાય છે. બ્લડ સર્ક્યુલેશન વધે છે. 
5. સ્પાને માટે અનેક પ્રકારની જડીબુટ્ટી અને હર્બને વાપરી શકાય છે તેનાથી અનેક બીમારીઓ દૂર કરી શકાય છે. 
6. મસાજને માટે માંસપેશીના લચીલાપણા અને સાથે કામ કરવાની ક્ષમતાને વધારી શકાય છે. તેનાથી અનેક પ્રકારના દર્દ અને મોચથી રાહત પણ મળી રહે છે. 
7. સ્પાથી ટેન્શનને રિલેક્સ કરવામાં રાહત મળે છે અને સાથે પોઝિટિવ એનર્જી પણ મળે છે. અનેક ત્વચાના રોગ સ્પાની મદદથી ધીરે ધીરે સુધારી શકાય છે.  
8.સ્પાથી ઇમ્યૂન સિસ્ટમ સ્ટ્રોન્ગ બને છે અને સાથે અનેક પ્રકારના ઇન્ફેક્શનથી પણ બચી શકાય છે.
 
કેવી રીતે કરવામાં આવે છે સ્પા

- સ્પા ટ્રીટમેન્ટમાં માથા પર તેલ નાંખવામાં આવે છે અને સાથે આખા શરીરની સફાઇ તેનાથી કરવામાં આવે છે. 
- ત્યારબાદ ફૂલો અને તેની પાંદડીઓની મદદથી તૈયાર કરાયેલા પેકથી આખા બોડીની માલિશ કરવામાં આવે છે.
- માલિશ બાદ સ્ટીમ બાથ ટબમાં કેટલીક મિનિટને માટે રિલેક્સ થવાને માટે છોડી દેવામાં આવે છે. તેમાં 30-40 મિનિટનો સમય લાગે છે. 
- સ્પાથી ચહેરાની સુંદરતા અને રંગતને ખીલવી શકાય છે.
 
ધારા
આ મસાજ થાક અને સુસ્તીને દૂર કરે છે. તેમાં બોડી પર અરોમા તેલથી માલિશ કરી શકાય છે. માથા પર છાશ લગાવીને ધીરે ધીરે આંગળીઓથી મસાજ કરી શકાય છે. તેનાથી માથાનો દુખાવો, કાન અને નાક સંબંધી તકલીફો, નબળી યાદશક્તિને દૂર કરવામાં રાહત મળે છે. 
 
આયુર્વેદિક મસાજ સ્પા
કૈલોરી બર્ન કરવાને માટે આ સ્પાને સારું ગણવામાં આવે છે, તેમાં પેટથી લઇને શરીરના ઉપરના ભાગનું મસાજ કરવામાં આવે છે, સાથે નાકમાં એક હર્બલ ઔષધિ સાથે ફૂંક મારવામાં આવે છે જે ફ્રેશનેસનો અહેસાસ કરાવે છે. આ મસાજ તેમના માટે આવશ્યક છે જેમને ખાસ કરીને શરદી, ખાંસી અને છાતીમાં દુખાવાની ફરિયાદ કે સાઇનસની સમસ્યા રહેતી હોય છે. 
 
ખીરા- અલોવેરા મસાજ
બોડીને એક્ટિવ રાખવાને માટે ખાસ કરીને લોકો સ્પાને લેવાનું પસંદ કરે છે. ખીરા અને અલોવેરામાં અનેક એવા મિનરલ્સ હોય છે જે ત્વચાની અંદરની ગંદગીને કાઢીને તેને બહારથી એક્ટિવ બતાવે છે. તેનાથી ફ્રેશનેસ બની રહે છે. ઠંડીની સીઝનમાં ખીરા અને અલોવેરાથી હાથ પર થોડું મસાજ કરી શકાય છે. 
 
કૈમોમિલા એન્ડ લેવેન્ડર મસાજ
ગરમી અને વરસાદની સીઝનમાં આ સ્પેશ્યિલ ટ્રીટમેન્ટ સૂર્ય કૂલિંગના નામે જાણી શકાય છે. તેમાં સૂર્યના પ્રકાશમાં કૈમોમિલા અને લેવેન્ડરથી મસાજ કરવામાં આવે છે તે ફાયદારૂપ હોય છે. તેમાં ખીરાનો ઉપયોગ કરવામાં આવે છે. 
 
નેચરલ હેન્ડ એન્ડ ફ્રૂટ સ્પા
ઘણેઅંશે આ સ્પા પેડીક્યોર અને મેડીક્યોર જેવું હોય છે. તેને ઘરે પણ સરળતાથી કરી શકાય છે. નવશેકા પાણીમાં ખીરાના બારીક ટુકડા કરીને 15-20 ફૂદીનાના પાન અને પિપરમિન્ટ એસેન્શિયલ ઓઇલના ટીપાં નાંખીને તેમાં હાથ અને પગને રાખી શકાય છે. પાણીને થોડું ઠંડુ કર્યા બાદ તેમાં હાથ અને પગને લપેટીને ટુવાલમાં રાખો. તેના બાદ ક્રીમથી થોડી માલિશ કરો અને સાથે ફરી તેને પાણીમાં નાંખો. નેલ ફાઇલિંગ કરો અને સાથે કોઇ સારો નેલપેંટ લગાવો. આ રીતે થોડીવાર સુધી મહેનત કરવાથી તમે સુંદર અને કોમળ હાથ-પગની સાથે રિલેક્સેશન પણ મેળવી શકો છો.