ઇન્દ્રપ્રસ્થમાં દુર્યોધનને થયો'તો દૃષ્ટિભ્રમ, તમારા ઘરમાં શક્ય છે એવું ફ્લોરિંગ!

04 Jan, 2016

 મહાભારતમાં ધૃતરાષ્ટ્રે પાંડવોને ખાંડવપ્રસ્થ આપ્યું ત્યારે ત્યાં મય નામના રાક્ષસનો આંતક હતો. તેથી અર્જુને ત્યાં જઈને તેને યુદ્ધમાં પરાસ્ત કર્યો પણ શ્રીકૃષ્ણના કહેવાથી એને જીવનદાન આપ્યું. જેના બદલામાં મય રાક્ષસે તેમને ખાંડવપ્રસ્થમાં માયાવી મહેલ બનાવી આપ્યો. આ મહેલ માયાવી રીતે બનાવાયો હોવાથી તેમાં કેટલીક રચના એવી હતી કે જોનારને પાણી હોય તેવું લાગે અને સાચવીને પગ મૂકે તો ત્યાં કશું જ ના હોય અને કેટલીક જગ્યાઓ સાવ સરળ લાગે અને પગ મૂકો તો ત્યાં પાણી હોય. આ મહેલમાં આવેલા દુર્યોધનને પણ આના કારણે દૃષ્ટિભ્રમ થયો હતો.

 
કેટલાક શાસ્ત્રો કહે છે કે એનો પગ પાણીમાં પડ્યો ત્યારે દ્રૌપદીએ 'આંધળાનો પુત્ર આંધળો' કહીને તેનું અપમાન કર્યું હતું, જો કે કેટલાંક શાસ્ત્રો આ વાતનું ખંડન પણ કરે છે કે આ વાક્ય દ્રૌપદી નહીં બીજું કોઈ બોલ્યું હતું. ઇતિહાસની આ ઘટનામાં કેવી માયા હશે તે તો આપણે નથી જાણતા પરંતુ આધુનિક ડિઝાઈનર્સે એવી ડિઝાઈન શોધી કાઢી છે જેનાથી તમે તમારા ઘરમાં દૃ,ષ્ટિભ્રમ કરાવે તેવું વાતાવરણ સર્જી શકો છો. આવી ડિઝાઇનને 3ડી ફ્લોરિંગ કહેવામાં આવે છે. જેનાથી તમને અને તમારા ઘરે આવનારને પણ જે હોય તેનાથી થોડું જુદું દેખાઈ શકે છે.
 
શું છે 3ડી ફ્લોરિંગ
યોગ્ય એંગલના ફોટોઝ અને મલ્ટિપલ ટ્રાન્સપરન્ટ લેયર્સનો સુંદર સમન્વય કરીને તમે ઇચ્છો તે રૂમમાં એવું 3ડી ફ્લોરિંગ કરવામાં આવે છે જે તમને એકદમ રિયલ લાગે. હાલ ચાલી રહેલા ટ્રેન્ડમાં મોટાભાગે લોકો પોતાના રૂમમાં અને બાથરૂમમાં દરિયાની કે પછી બેડરૂમમાં બીચની ઇફેક્ટ આપવાનું વધારે પ્રિફર કરે છે.
 
પહેલાં ફોટામાં દેખાય છે કે એક યુવતી જાણે પાણીમાં પગ મૂકવા જતી હોય તેવું લાગે છે પણ ખરેખર આ 3ડી ફ્લોરિંગની કમાલ છે. તમે કોઈના ઘરમાં જાવ અને આવું ફ્લોરિંગ હોય તો ધ્યાન રાખજો. અન્ય એક ફોટામાં ઊંડા ખાડાનું પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે, જેમાં જાણકારને પણ પડી જવાનો ભય લાગે તેમ છે. તો બીજા એક ફોટામાં બેડરૂમની આસપાસ દરિયાના મોજા આવી ગયા હોય તેવું લાગે છે. પુસ્તકોના શોખીને બુકશેલ્ફ પાસે નીચે પુસ્તકો પડ્યાં હોય તેવી ડિઝાઈન કરાવી છે.
 
કેવી રીતે થાય છે આર્ટ
 
આમાં સૌ પ્રથમ સારા આર્ટિસ્ટ પાસે મ્યુરલ ઇમેજ પસંદ કરવાની હોય છે જેનું તમે 3ડી કરાવવા માગતા હોવ. ખરેખર તો આવું ફ્લોરિંગ 3ડી ઇફેક્ટવાળો ફોટો કે પેઇન્ટિંગ જ હોય છે. આ પેઇન્ટિંગનું રિઝોલ્યુશન એકદમ હાઈ રાખવામાં આવે છે.