સંજય દત્તની જિંદગીમાં આવી ૩૦૯મી ગર્લફ્રેન્ડ, પત્ની માન્યતાની મુશ્કેલી વધી

18 Aug, 2018

 જેલથી છુટયા પછીથી સંજય દત્ત ચર્ચામાં રહે છે પરંતુ હવે જે ખબર આવી છે તેનાથી તેની સુખ-દુ:ખની સાથી રહેલી પત્ની માન્યતા દત્તની પરેશાની વધી છે. હકીકતમાં સંજય પોતાના ખોટા કામોની સજા કાપીને પુરી રીતે કામ પર તો ફરી ચુકયો છે પરંતુ તેની તમામ ટેવો હજુ પણ એવી જ છે. સંજુની ઇમેજ સુધારવા માટે બનેલી સંજુએ જરૂર આ વચ્ચે રેકોર્ડતોડ નફો કર્યો છે. પરંતુ લાગે છે સંજય દત્તને પોતાની બેડ બોય વાળી ઇમેજ થોડીક વધારે જ પસંદ છે. તેથી જ તે રીલ લાઇફમાં ખલનાયક બનવાથી ચુકે છે અને ન રીયલ લાઇફમાં.

જી હાં, સંજયએ જે કર્યું છે, તેનાથી તેની પત્ની માન્યતા ઘણી દુ:ખી છે. આ ઘટના થઇ ફિલ્મ પ્રસ્થાનમના સેટ પર. આ વાતો હિંદી સિનેમામાં બધાને ખબર છે કે માન્યતા દત્ત પોતાના પતિ સંજય પર ૨૪ કલાક નજર રાખી રહી છે. કલંકની શુટીંગ દરમ્યાન તે માધુરી અને સંજયના સીન્સ પર કાતર ચલાવી ચુકી છે. હવે વારો આ નવી ફિલ્મનો છે.

પ્રસ્થાનમમાં સંજય પોતાનાથી ઉંમરમાં નાની એકટ્રેસ અમાયરા દસ્તુરની સાથે કામ કરી રહી છે. શુટીંગ દરમ્યાન સીન્સની રીહર્સલ પર બંને જયારે ઘણો સમય સાથે વિતાવવા લાગ્યા તો આ સમાચાર માન્યતાને મળ્યા. માન્યતા કોઇને જણાવ્યા વિના સીધી શુટીંગ લોકેશન પર પહોંચી ગઇ. ત્યાં માન્યતાએ પહેલા અમાયરાને પછી સંજયને ઘણું ખરુખોટું સંભળાવ્યું.

હવે માન્યતાએ સંજયને અમાયરાની સાથે બીજી કોઇ ફિલ્મમાં કામ ના કરવાનું પણ કહયું છે અને આઉટડોર શુટીંગ દરમ્યાન બંનેને રોકાવાની વ્યવસ્થા અલગ અલગ હોટેલોમાં કરવાનો નિર્દેશ પ્રોડકશન ટીમને આપી દીધો છે.