3 નવા જબરદસ્ત ફીચર્સ સાથે બદલાઈ ગયુ છે તમારું વોટ્સએપ, જાણવા કરો ક્લિક

24 Jul, 2015


વોટ્‍સએપએ તેના નવા અપડેટમાં ‘માર્ક એજ અનરેડ' ફીચર લોન્‍ચ કર્યું છે, જેના દ્વારા તમને કોઈ ચેટના વાંચી લેવાયેલા મેસેજને ‘નથી વંચાયો' માર્ક કરી શકો છો. એન્‍ડ્રોઈડ સ્‍માર્ટફોન માટે વોટ્‍સએપનું નવું વર્ઝન વેબસાઈટ પર લોન્ચ કરવામાં આવ્‍યું છે. વોટ્‍સએપનું આ વર્ઝન હાલ ગૂગલ પ્‍લેસ્‍ટોરમાં ઉપલબ્‍ધ નથી.

વોટ્‍સએપએના નવા અપડેટમાં કસ્‍ટમ નોટિફિકેશન સેટિંગ્‍સ પણ આપવામાં આવ્‍યું છે. કોઈ ચેટમાં વ્‍યક્‍તિના નામ નીચે તમે કસ્‍ટમાઈઝ્‍ડ રિંગટોન, વોલ્‍યૂમ, વાઈબ્રેશન લેન્‍થ, પોપ અપ નોટિફિકેશન્‍સ જેવા સેટિંગ્‍સ કરી શકો છો. નવા નોટિફિકેશન સેટિંગ્‍સમાં તમે ચેટને બંધ કરી શકો છો. માર્ક એઝ અનરેડ ફીચરમાં ચેટ માત્ર રિસીવર તરફ અનરેડ માર્ક જોવા મળી શકશે. જયારે મોકલનારની તરફ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ફીચર એ વખતે કામ આવી શકે કે જયારે રિસીવર કોઈ ચેટને બાદમાં વાંચવા માટે સંભાળીને રાખવા ઈચ્‍છે. એવી સ્‍થિતિમાં તે ચેટને અનરેડ માર્ક કરી છોડી શકે છે.

તે ઉપરાંત આ અપડેટમાં વોટ્‍સએપ વોઈસ કોલ્‍સ માટે લો ડેટા યૂઝર્સનું ઓપ્‍શન પણ આપવામાં આવ્‍યું છે, જે ઓછી નેટવર્કવાળી જગ્યા પર ઘણું કામ આવશે. તે ઉપરાંત વોટ્‍સએપ ગૂગલ ડ્રાઈવ બેકએપ અને રીસ્‍ટોર ઓપ્‍શન પણ આપ્યું છે. આ ઓપ્‍શન થોડા સમય માટે એપ્રિલમાં રિલીઝ કરવામાં આવ્‍યું હતું અને ઘણું જલદી જ રિમૂવ કરી દેવાયું હતું.