શરીરની તાકાત વધારવી છે તો આ 20 વસ્તુઓ ખાવ

15 Jul, 2015

આજકાલના ભાગદોડ ભરેલા જીવનમાં ધણીવાર આપણને એક્ટ્રા એનર્જી કે તાકાતની જરૂર પડે છે. કારણ કે ધણીવાર અચાનક જ કામ આવી પડે છે કે પછી તેવા સંજોગો બને કે તમે ટાઇમસર ખાવાનું ના ખાઇ શકો. કે પછી તમે લોકો લાંબી બિમારીમાંથી ઊભા થયા હોવ અને હવે તમારા શરીરને તાકાતની વધુ જરૂર હોય. ત્યારે તે જાણવું ખૂબ જ જરૂરી છે કે કેવો ખોરાક ખાવાથી શરીરની તાકાતમાં વધારો થાય છે. તો આજે અમે તમને કેટલાક તેવા ખોરાક વિષે જણાવીશું જે તમારા શરીરને લાંબા સમય સુધી તાકાત આપી શકે. વધુમાં આમાંથી અમુક ખાદ્યપદાર્થો તમે તમારી સાથે પણ રાખી શકો છો જે જરૂરિયાતના સમયે ખાઇ તમે તમારી ભૂખ સંતોષી શકો છો. તો જુઓ આ ફોટોસ્લાઇડર અને જાણો કેવા કેવા ખોરાક તમારી શક્તિને વધારી શકે છે.

કેળા
સામાન્ય રીતે બધે મળતા, સસ્તા અને એનર્જીથી ભરપૂર તેવા કેળા સ્વાસ્થય માટે પણ ખૂબ જ લાભકારી છે. તો ડાયેટ બારની જગ્યાએ એક કેળું રાખાવું રાખો.

બ્રોકલી
સવારના નાસ્તામાં બ્રોકલીનો ઉપયોગ કરો. તે વિટામિન સી અને આર્યનથી ભરપૂર હોય છે. વધુમાં તમારી ઇમ્યુનિટી પણ તે વધારે છે.

અવકાડો
અવકાડોનો જ્યૂસ તમને ઝડપી તાકાત આપશે. વધુમાં તે શરીરમાં સારો ફેટ અને ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં પણ મદદરૂપ છે.

દૂધ અને દૂધની બનાવટો
વિવિધ દૂધની બનાવટોમાં કેલ્શિયમ, એમોનિયા એસિડ અને ફેટ સારી માત્રામાં હોય છે. જે તમને અંદરથી કરશે મજબૂત.

સફરજન
સફરજનમાં વિટામિન સી અને બી કોમ્પલેક્ષ હોય છે. જેનાથી તમે લાંબો સમય સુધી શક્તિ ભરપૂર રહી શકો છો.

રાગી/ નાચણી
રાગીમાં કેલ્શિયમની માત્રા સારા પ્રમાણ હોય છે. વધુમાં બિમારીમાં તેની રાબ પીવાથી શરીરને તાકાત મળે છે.

ઇંડા
ઇંડામાં વિટામીન ડી, બી હોય છે જેનાથી થાક ઉતરે છે અને સ્ફર્તિ લાગે છે

દહીં
દહીંની અંદર આવેલા સારા બેક્ટેરિયા તમારા શરીરને અંદર સ્વસ્થ રાખે છે. વધુમાં છાશ પીવાથી તમારા શરીરની અંદર પાણીનો યોગ્ય પ્રવાહ પણ રહે છે.

મગફળી
ઝિંક અને ફેટ્ટી એસિડથી ભરપૂર તેવી મગફળી તમારી ભૂખ સંતોષે પણ છે અને તમને તાકાત આપે છે.

માછલી
માછલીની અંદર ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે તમારા સ્નાયુઓને મજબૂત કરે છે અને તમને તાકાત આપે છે.

મધ
રોજ રાતના એક ચમચી મધ ખાવાથી શરીરની તાકાત વધે છે અને શરીરની રોગપ્રતિકાર શક્તિ પણ વધે છે.

સોયા
સોયાનું દૂધ, સોયાનું ચીઝ હદય અને સ્નાયુઓને તો મજબૂત કરે જ છે. તેમાં પ્રોટિન પણ સારી માત્રામાં હોય છે જેનાથી અમુક પ્રકારના કેન્સર સામે રક્ષણ મળે છે.

કેરી અને પપૈયા
કેરી અને પપૈયા આ બન્ને ફળો સ્વાસ્થય માટે ખૂબ જ લાભકારી છે.

પાલક
પાલકમાં આર્યન અને વિટામીન હોય છે જે તમારી થકાનને દૂર કરે છે.

કેપ્સિકમ
વિટામિન સીથી ભરપૂર એવા આ કેપ્સિકમ શરીરની તાકાત અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

તડબૂચ
90 ટકા પાણીની બનેલા તડબૂચમાં વિટામીન સી સારી માત્રામાં હોય છે. જે તમારું ડિહાઇડ્રેશન રોકે છે અને શક્તિ પ્રધાન કરે છે.

આંબળા
આંબળામાં વિટામિન સી અને અન્ય અનેક ન્યૂટ્રિઅન્ટ હોય છે જે શક્તિ વધારે છે.

ટમેટા
વિટામિન સીથી ભરપૂર એવા ટમેટા એક પાવરફુલ એન્ટી ઓક્સિડન્ટ છે. વધુમાં તે પ્રોસટ્રેટ અને પેટના કેન્સર માટે લાભકારક છે.

ચાઇ સીડ
આ બીજ ઓમેગા ફેટી એસિડ, ફાઇબર અને એન્ટીઓક્સીડન્ટથી ભરપૂર છે. વધુમાં તે મગજ માટે પણ સારું છે.