દરરોજની 2 કળી લસણની ખાલી પેટે ખાવો, પછી જુઓ ફાયદો

11 Dec, 2014

લસણ એક એવો ખોરાક છે જેનો દરરોજનાં જીવનમાં ઉપયોગ કરવામાં આવે તો રોગ મુક્ત રહેવાય છે. તેથી જ તમારા જમવામાં લસણનો ઉપયોગ કરવો જ જોઈએ.
જમવામાં દરરોજ લસણનો ઉપયોગ કરો તમે રોગમુક્ત રહેશો

- લસણના સેવનથી શરીરમાં નવા કોષો તૈયાર થાય છે. લસણ અકાળે આવેલા વૃદ્ધત્વને દૂર કરે છે, શરીરમાં નવી સ્ફૂર્તિ લાવે છે.
- લસણમાં રોગોનો પ્રતિકાર કરવાની શક્તિ રહેલી છે. લસણને અનેક રોગોના ઉપચારમાં જંતુનાશક અને દર્દનાશક ઔષધિ માનવામાં આવે છે. લસણ જ્ઞાનતંતુઓને બળ આપે છે.
-દરરોજ સવારે બે કળી લસણની ખાવાથી પેટ સાફ રહે છે.
-સાફ પેટ તમને ઘણાં બધા રોગથી બચાવે છે. કબજીયાતની સમસ્યા રોગનું ઘર માનવામાં આવે છે તેવામાં જેને કબજીયાતની સમસ્યા હોય તેણે જરૂરથી આ ઉપાય અપનાવવો જોઈએ.
-લસણ બેક્ટેરિયાથી લડવા આના ગુણ ફૂડ પૉઈઝનિંગની અસરને ઓછી કરવામાં ખૂબ મદદગાર છે.
- લસણ વાત, કફ અને અર્જીણના રોગીઓ માટે વરદાન રૂપ છે.