542 કરોડમાં બનેલી આ ફિલ્મ જોવા જતા પહેલા વાંચી લેજો આ રિવ્યૂ

01 Dec, 2018

એક ઓર્નિથોલોજિસ્ટ (પક્ષી વિશેષજ્ઞ) સુસાઈડ કરી લે છે અને શક્તિશાળી બનીને પાછો આવે છે. માણસો દ્વારા થતા મોબાઈલના ઉપયોગ અને તેમાંથી નીકળતા રેડિએશનને કારણે પક્ષીઓને થતા નુકસાનનો બદલો લેવા માટે તે પાછો આવે છે. તેના આ મિશનમાં એક જ બાબત આડે આવે છે અને તે છે ચિટ્ટીનુ અપગ્રેડેડ વર્ઝન 2.0, ધ રોબોટ.

ડિરેક્ટર શંકરની ટિપીકલ થિમ તમને આમા પણ જોવા મળશે. પરંતુ આમા એટલો જ ફરક છે કે એક એકલો વ્યક્તિ માણસો દ્વારા પક્ષીઓને કરાતા નુકસાનનો બદલો લેવા માટે આવે છે. ડિરેક્ટરે ફિલ્મને સ્કાયફાય, હોરોર અને સસ્પેન્સ એમ ત્રણેયમાં સારી કહી શકાય તેવી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

એક વૃદ્ધ વ્યક્તિ મોબાઈલના ટાવર પરથી કૂદીને આત્મહત્યા કરી લે છે, ત્યાંથી ફિલ્મની શરૂઆત થાય છે. ત્યારબાદ સાયન્ટિસ્ટ ડૉ. વાસિગરન (રજનીકાંત) અને તેની આસિસ્ટન્ટ નિલા (એમી જેક્શન)ને બતાવવામાં આવે છે. નિલા એક હ્યુમનોઈડ રોબોટ છે. ત્યારબાદ અચાનક મોબાઈલ ફોન હવામાં ઉડવા માંડે છે અને આવુ શા માટે થાય છે કે પહેલા તો કોઈને સમજાતુ નથી. પછી અચાનક એક રહસ્યમય પક્ષી શહેરમાં દેખાય છે. આ વિશાળ પક્ષી મોબાઈલ ફોનનુ બનેલુ હોય છે અને તે શહેરમાં વિવિધ જગ્યાઓએ અટેક કરવાનુ શરૂ કરે છે. આથી, સાયન્ટિસ્ટ ચિટ્ટીને પાછો બોલાવવા માટે મજબૂર બને છે, કે જેને તેણે ડિસમેન્ટલ કરી દીધો હતો. ફિલ્મમાં આગળ શુ થાય છે અને તે રહસ્યમય પક્ષી કોણ હોય છે અને તેના પર કાબૂ મેળવાય છે કે નહીં, તે જાણવા માટે તમારે ફિલ્મ જોવા જવી પડશે.

ફિલ્મઃ 2.0

ડિરેક્ટરઃ એસ. શંકર

સ્ટારકાસ્ટઃ રજનીકાંત, અક્ષય કુમાર, એમી જેક્શન

ફિલ્મને મળેલા સ્ટાર્સ

firstpost.com – 3.5 સ્ટાર્સ

તરન આદર્શ – 5 સ્ટાર્સ

રમેશ બાલા – 4 સ્ટાર્સ

bollywoodhungama.com – 4.5 સ્ટાર્સ