માતાની તકલીફથી પ્રેરાઇને ૧૪ વર્ષના દીકરાએ માત્ર રૂા. ૧૭૦૦માં સાઇકલથી કપડા ધોવાઇ તેવી શોધ કરી

17 Feb, 2018

 14 વર્ષના દર્શનની માતા કપડાં ધોવાના કારણે વારંવાર બીમાર પડી જાતી હતી. ક્યારેક ઘુંટણમાં દર્દ તો ક્યારેક વાયરલ ફીવર. માતાની તકલીફે દર્શનને એટલો દુખી કર્યો, કે તેને દેસી જુગાડ લગાવીને માતાને આરામ મળે તેવું ડીવાઈસ બનાવી દીધું. ત્યારે DivyaBhaskar.comએ પોતાના રીડર્સને આ એવોર્ડ વિનિંગ જુગાડ શું છે તે અંગે જણાવવાનો પ્રયાસ કર્યો છે.

છિંદવાડા જિલ્લાના પંથુરનામાં રહેતાં મોટર મેકેનિક સંજય કોલેનો 14 વર્ષનો દીકરો દર્શન હાલ ચર્ચામાં છે. તેને દેશી જુગાડથી કુલ 1,740 રૂપિયામાં વોશિંગ મશીન બનાવી છે. 
આ મશીનને ચલાવવા માટે વિજળીની જરૂર નથી. માત્ર સાયકલ પર પેન્ડલ મારવાથી કપડાં ધોવાય જાય છે.
દર્શન જણાવે છે કે, "અમારી છ લોકોની ફેમિલી છે. માં જ બધાં કપડા ધુવે છે. વારંવાર તે કપડા ધોવાના કારણે બીમાર પડી જતી હતી, ત્યારબાદથી જ મને આવું કંઈક બનાવવાનો વિચાર આવ્યો હતો."
 દર્શને જણાવ્યું કે, "મારા પિતા મેકેનિક છે. ગાડિઓના રિપેરિંગ કરતાં હોવાને કારણે તેમના કપડાં સૌથી વધારે ગંદા હોય. હું રોજ માંને હાથથી કપડાં ધોતો જોતો હતો. કપડાં ધોવાયં પછી તેના હાથોમાં ઘણું જ દર્દ થતું હતું. તે વારંવાર બીમાર પડી જતી હતી."
 "મેં વિચાર્યું કે જુગાડથી આવું કોઈ ડિવાઈસ બનાવવામાં આવે જેનાથી કપડાં ધોવાનું કામ પણ થાય અને તેને બનાવવામાં વધુ પૈસા પણ ખર્ચ ન થાય. મેં પપ્પાને કહ્યું કે જૂનાં સામાનથી હું વોશિંગ બનાવવા માંગુ છું. પહેલાં તો તેઓએ મારી વાતને હસીને ટાળી દીધી. મેં વારંવાર કહ્યાં પછી પિતાએ મંજૂરી આપી દીધી."
મશીન બનાવવામાં લાગ્યો આ સામાન
જૂની સાયકલ- 350 રૂપિયા
બેરિંગ- 120 રૂપિયા
પ્લેટ- 70 રૂપિયા
જાળી- 60 રૂપિયા
ફાઈલ- 250 રૂપિયા
વર્કશોપ- 500 રૂપિયા
ડ્રમ- 250 રૂપિયા
લોખંડનો પાઈપ- 100 રૂપિયા
14 વર્ષનો દર્શન 8મા ધોરણમાં ભણે છે. તેને જણાવ્યું કે, "મેં નક્કી કર્યું હતું દેશી જુગાડથી વોશિંગ મશીન બનાવીશ. મશીન કઈ રીતે બનશે અને તેની પાછળ શું સાયન્સ હશે, તે મારા મગજમાં ક્લીયર હતું પરંતુ તેનો સામાન ભેગો કરવા માટે મારી પાસે પૈસા ન હતા."
- "મેં મારી મુશ્કેલી અને આઈડિયા જ્યારે મારા સ્કૂલ ટીચર્સ સામે રાખ્યો તો તેને આ ઘણું જ પસંદ આવ્યું. તમામ ટીચર્સે 1800 રૂપિયા ભેગાં કરીને મને આપ્યાં."
- "વોશિંગ મશીન માટે મેં એક જૂની સાયકલ, એક ડ્રમ, બે થાળી અને એક લોખંડનો પાઈપ અને એક જાળી ખરીધ્યાં. જે બાદ ડ્રમની અંદર આ તમામ વસ્તુઓને ફિટ કરી દીધી. બાદમાં મેં આ મશીનને રોડની મદદથી સાયકલ સાથે જોડી દીધું."
- "સાયકલનું પેન્ડલ મારવાથી વગર વીજળીએ આ મશીન કપડાંને ધોવે છે. આ મશીનને કોઈપણ ચલાવી શકે છે."