જાણો કેવી કેવી રીતે રીઝવશો તમારા પતિને!

16 Jul, 2015

પતિ, જે દિવસભર ઘર સંસારના ખર્ચાને પૂરા કરવા માટે ભાગદોડ કરે, એક સારો પિતા બનીને તમારા બાળકો સાથે બાળકની જેમ રમે, તમારી દરેક માંગને પૂરી કરવાનો પ્રયાસ કરે અને જીવન તડકી છાયડીમાં તેમને સથવારો આપો. આવા પતિને પણ ક્યારેક મોકો મળવો જોઇએને કે તેને પણ લાગે કે તમારી જોડે લગ્ન કરી તેને જીવનની સૌથી સારું કર્યું છે. જો કે ના તો કોઇ પતિ પરફેક્ટ હોય છે ના તો કોઇ પત્ની પણ જીવનમાં તમે એકબીજાના પૂરક બનીને એક પરફેક્ટ કપલ તો જરૂરથી બની જ શકો છો ને! ત્યારે આજે અમે તમને કેટલીક તેવી ટિપ્સ આપશું જે દ્વારા તમે પણ બીબી નંબર 1 બની શકો છો. ADVERTISEMENT અને સાથે જ તમારા પતિના ચહેરા પર શાંતિ અને ખુશી લાવી શકો છો. તો વાંચો આ આર્ટીકલ અને જાણો પતિને રિઝવવા અને તમારા દાંપત્ય જીવનને સુખી અને સંપન્ન રાખવા માટે તમારે શું શું કરવું જોઇએ...

વાત સાંભળ
થોડુંક મુશ્કેલ લાગતું આ કામ તમે કરી શકો છો. ક્યારેક તેના પણ મનખોલી પોતાની ભાવનાઓ વ્યક્ત કરવાનો, તેના અનુભવો કહેવાનો તેની પરિસ્થિતિને સમજવાનો મોકો આપો. તેના વિચારો જાણો અને તેની વાતોમાં રસ લો.

તેની જવાબદારીઓ
અનેક પુરુષોને તેની પત્ની નોકરી કરે તે પસંદ નથી પણ જો બન્ને જણા કોઇને કોઇ રીતે આર્થિક ઉપાર્જન કરતા હશે તો છેવટે પુરુષને જ આર્થિક ભીંસમાં રાહત રહેશે. તો તેના આર્થિક ખર્ચાની વહેંચણીમાં તેની મદદ કરો.

કેરિયર
તેના કેરિયરમાં રસ લો. તેના ગોલને પોતાના ગોલ બનાવી. જ્યારે તેને ઓફિસમાં એક્ટ્રા કામ કરવાનો વાત આવે ત્યારે સપોર્ટ કરો.

નાણાં
કોઇ પણ માણસને તેની પત્ની ખોટા ખર્ચા કરે તે પસંદ નથી. તમારું શોપિંગ બિલ તમારા પતિથી તમને દૂર કરી શકે છે. શોપિંગ કરો પણ તમને તમારા ઘરની આર્થિક પરિસ્થિતિનું પણ ભાન હોવું જોઇએ. અને તમે તે મુજબ જ ખર્ચો કરો.

બેડરૂમ
કહેવાય છે કે જે સ્ત્રીઓ બેડરૂમમાં સારી હોય છે તેમના માટે પતિના મનમાં જગ્યા મેળવું સરળ બની જાય છે. ત્યારે એકબીજાને પૂરેપૂરો સાથ આપો.

અકારણ ઝધડા
અનેક મહિલાઓને વાતનું વતેસર કરવાની આદત હોય છે. પણ તમે કેટલીક વાર પરિસ્થિતિ જોઇને વાતનું વતેસર કરો તો સારું. દરવખતે તલવાર કાઢવાના બદલે કોઇ કોઇ વાર તલવારને મ્યાનમાં પણ રહેવા દો.

પ્લાન
તમારો તમારા પતિ જોડે કંઇ પ્લાન બનાવાનો મૂડ હોય કે પછી તમે એકલા કંઇક કરવા ઇચ્છતા હોવ તો તમારા પતિને તે જણાવી દો. તેવી ભૂલમાં ના રહો કે તે બધું સમજી જશે.

પોતાની લાઇફ
કોઇ પણ પતિ મનમાં ને મનમાં હંમેશા ઇચ્છતો હોય છે કે તેની પત્ની તેને પણ થોડી સ્પેસ આપે. તો લગ્ન બાદ તમારા મિત્રો માટે પણ સમય નીકાળો અને સાથે જ તમારા પતિને પણ થોડી સ્પેસ આપો.

નાણાં
કેટલીક મહિલાઓ તેમના પતિથી નાણાંકિય હિસાબ છૂપાવે છે. જો કે તમારે તમારા પતિને કદી પણ નાણાંકિય રીતે દગો ના આપવો જોઇએ.

ભવિષ્ય
તમારે બન્નેએ પોતાના ભવિષ્ય વિષે ચર્ચા અને બન્નેની સહમતિથી નિર્ણય લેવા જોઇએ. અને મળીને તમારા ભવિષ્યને પ્લાન કરો.

માતા-પિતા
તમારા પતિના માતા-પિતાને સન્માન આપો. તેમનું માન બધાની વચ્ચે સાચવો.

કેરિયર
તેમના કેરિયર અને નોકરીમાં પોતાની વ્યક્તિગત પ્રોબ્લેમના કારણે રોડો ના બનો.

મિત્ર બનો
તમારા અને તમારા પતિ વચ્ચે એક મિત્રતાનો ભાવ હોવા જ જોઇએ. તમે તેની સારી મિત્ર બનો.