સફેદ ડુંગળી કેમ છે લાભકારક? જાણો 13 કારણો

12 Feb, 2018

 ડુંગળી છે સ્વાસ્થય માટે લાભકારક તે વાત તો બધા જ જાણે છે પણ ડુંગળીમાં પણ અલગ અલગ પ્રકાર હોય છે અને તે જ રીતે તેના ફાયદા પણ અલગ અલગ હોય છે. જો કે કોઇ પણ જાતિની ડુંગળી ખાવી સ્વાસ્થય માટે તો લાભકારક છે ત્યારે સફેદ ડુંગળી ખાવાની આપણા શરીરને કયા 13 લાભો થાય છે તે વિષે આજે અમે તમને જણાવીશું. સફેદ ડુંગળીમાં ફાઇબર, ફોલિક એસિડ, એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ એજન્ટ હોય છે. સાથે જ તે પાર્કિનસન, કેન્સર જેવી બિમારીઓ સામે લડવામાં પણ મદદરૂપ થાય છે. વળી સફેદ ડુંગળી અન્ય ડુંગળીની પ્રજાતિ કરતા સ્વાદમાં વધુ સ્વાદિષ્ઠ અને ઓછી તીખી હોય છે.

ત્યારે સફેદ ડુંગળીના આવા જ કેટલાક ફાયદા વિષે જાણો 
હદય 
હદયને સ્વસ્થ રાખવાનું સફેદ ડુંગળી મદદરૂપ થાય છે. તમે આ ડુંગળીનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરીને લોહીમાં થતી ગાંઠવામાંથી રાહત મેળવી શકો છો.

કેન્સર 
સફેદ ડુંગળીમાં એન્ટી કેન્સર તત્વો હોય છે. વળી તમે આ ડુંગળી ખાવાથી કેન્સરથી દૂરી બનાવી શકો છો.

લોહી 
સફેદ ડુંગળી લોહીને પતળું કરે છે. જેથી મોટી ઉંમકના લોકો અને હદય રોગના દર્દીઓને આના સેવનથી લાભ મળી શકે છે.

બળતરા 
સલ્ફરની મોટી માત્રા હોવાના કારણે એસીડિટી અને શરીરની બળતરાને ઓછી પણ કરે છે. વળી તે અસ્થમાના રોગી માટે પણ સારી છે.રોગપ્રતિકારક શક્તિ 
તે શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. અને એલર્જીક બિમારીઓથી વ્યક્તિને દૂર પણ રાખે છે.

પાચન પ્રક્રિયા 
ડુંગળી ખાવાથી પાચન પ્રક્રિયામાં પણ સુધાર આવે છે. અને તે ડાયેરિયા અને ગેસ્ટિક અલ્સરમાં પણ રાહત આપે છે.

મધુમેહ 
સ્લફર અને ક્રોમિયમની સારી માત્રાના કારણે મધુમેહના દર્દીઓ માટે પણ સફેદ ડુંગળી ખાવી લાભકારક છે.

હાડકાં 
સફેદ ડુંગળી ખાવાથી હાડકાંનું ધનત્વ વધે છે. ખાસ કરીને વુદ્ધ લોકો જેમના હાડકા નબળા થઇ જાય છે તેમને આ ખાવી લાભકારક છે.

વંધ્યત્વ 
આ ડુંગળી વંધ્યત્વના પ્રશ્નોને દૂર કરવામાં મદદરૂપ થાય છે. વળી બાળકમાં જન્મથી થતી ખામીઓને રોકે છે.

સ્વસ્થ વાળ 
સારા અને સ્વસ્થ વાળો માટે પણ સફેદ ડુંગળી ખાવી લાભકારક છે. વળી તેનાથી વાળનું ટેક્ચર પણ સુધરે છે. અને ખોપડી પણ સ્વસ્થ રહે છે.

શરદી સફેદ 
ડુંગળીને શરદી વખતે ખાવી લાભકારક છે. વળી આજકાલ અનેક શરદીની બિમારીઓની દવામાં ડુંગળીના અંશોને નાખવામાં આવે છે.

સ્ક્રીન
જો તમારે સૌમ્ય અને આકર્ષક સ્ક્રીન જોયતી હોય તો સફેદ ડુંગળી ખાવી જોઇએ કારણ કે તેમાં વિટામિન સી હોય છે જે સ્ક્રીન માટે લાભકારી હોય છે.

ઊંધ 
ડિપ્રેશન અને અનીંદ્રા માટે પણ સફેદ ડુંગળી એક કારગર ઉપચાર છે. તેને રોજ ખાવાથી સારી ઊંધ આવે છે.