સુરેન્દ્રનગરમાં ૧પ કુતરાઓએ માસુમ બાળકીને ફાડી ખાધી : રખડતા કુતરાઓથી દરેક મા-બાપ સાવધાન, પોતાના સંતાનોને બચાવો

07 Feb, 2018

  ગમે તેવા કઠણ માણસની પણ અરેરાટી છુટી જાય તેવો બનાવ ગઇકાલે બન્યો. એક માત્ર ૧૨ વર્ષની માસુમ બાળકીને ૧૫ જેટલા કુતરાઓએ તુટી પડીને ફાડી ખાધી જેથી તે બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. રમતી કુદતી બાળકીને ૧પ કુતરા ફાડી ખાય એ વાત સાંભળીને ગમે તેવા માણસની કંપારી છુટી જાય છે.

જાણવા મળતી વિગતો મુજબ અમરેેલીમાં જેસીંગપરા વિસ્તારમાં વાડી વિસ્તારની પાછળ શ્રમિક પરિવાર કામ કરતો હતો. ત્યારે આ પરિવારની ૧ર વર્ષની દીકરી પર રખડતા કુતરાઓ તુટી પડયા હતા. વિસ્તારના લગભગ ૧૫ જેટલા કુતરાઓએ બાળકી પર હુમલો કર્યો હતો અને તેને ફાડી ખાધી હતી. કુતરાઓએ બાળકીને એટલી બેરહેમીપૂર્વક ફાડી હતી કે, બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટના બાદ બાળકીના મૃતદેહને નજરે જોનારા લોકો પણ સ્તબ્ધ થઇ ગયા હતા. કોઇ જંગલી પ્રાણીઓ શિકાર કરે તેવી જર ીતે કુતરાઓએ આ બાળકીના શરીરને ફાડી ખાધુ હતું. આ ઘટનાથી શ્રમિક પરિવાર પર આભ તુટી પડયું હતું.
ગુજરાતના લગભગ બધા શહેરોમાં રખડતા ઢોરોનો ત્રાસ અને આતંક છે. તેમાં પણ કુતરાઓનો આતંક સૌથી વધુ છે. રખડતા ઢોરો ગમે ત્યારે માણસો પર હુમલો કરી દે છે જેના કારણે ઘણા લોકો કાયમી ખોડખાંપણ પણ આવી જાય છે અને કેટલાક મોતની ઘટના પણ સામે આવે છે. રખડતા ઢોરોનો ખુલ્લેઆમ આતંક હોવા છતાં હજુ કેટલા જીવ જશે ત્યારે પગલા લેવામાં આવશે તે સમજાતું નથી.