104 વર્ષ પહેલાં દેશમાં રાષ્ટ્રગીત ‘જન-ગણ-મન’ પ્રથમ વખત ગવાયું હતું

28 Dec, 2015

1911માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા (હવે કોલકાત્તા) અધિવેશન દરમિયાન પહેલી વાર ‘જન ગણ મન’ ગવાયુ હતું. તેને રવિન્દ્રનાથ ટાગોરે લખ્યુ હતું. રાષ્ટ્રગીતને ગાઇને પુરૂ કરવાનો સમય 52 સેકન્ડ છે. કેટલાક પ્રસંગો પર તેનું ટુંકુ રૂપ પણ ગવાય છે, તેમાં પહેલી અને છેલ્લી પંક્તિઓ ગવાય છે. જેમાં લગભગ 20 સેકન્ડનો સમય લાગે છે.

 
કવિવર રનિન્દ્રનાથ ટાગોર વિશે ટૂંકમાં કહેવું ઘણુ કપરું છે. જોકે સાહિત્ય ક્ષેત્રે પ્રથમ નૉબેલ પ્રાઈઝ મેળવવાનું બહુમાન ધરાવતા એવા મહાન સાહિત્યકારે દેશને ઘણી ભેટો આપી છે.  1941ની 7 ઓગષ્ટે બંગાળી સાહિત્યકાર, કવિ, સમાજ સુધારક, એવા રવિન્દ્નાથ ટેગોરનું 80 વર્ષની વયે અવસાન થયું હતું. તેઓ ગુરુદેવ તરીકે પણ ઓળખાય છે. તેઓ વિઝ્યુઅલ આર્ટિસ્ટ, નોવેલિસ્ટ, નેશનાલિસ્ટ અને બિઝનેસ-મેનેજર અને કંપોઝર પણ હતા. તેમના કાર્યની ઝલક અને અસર ગત 19મી અને તાજેતરની 20મી સદીના બંગાળી સાહિત્ય અને સંગીત પર જોવા મળે છે. તેમણે જ્યારે 1913માં સાહિત્ય માટેનો નોબલ પારિતોષિક મેળવ્યો ત્યારે આ નોબલ પારિતોષિક મેળવનારા તેઓ સૌપ્રથમ એશિયન હતા. ટાગોરે આઠ વર્ષની ઉંમરે પહેલી કવિતા લખી હતી. 16 વર્ષની ઉંમરે તેમણે પોતાની પ્રથમ કવિતા ભાનુસિંઘો ("સુર્ય સિંહ")ના નામે લખી. તેમના લખાણના બે ગીતો બાંગલાદેશ અને ભારતના રાષ્ટ્રગાન છે. અનુક્રમે 'અમાર સોનાર બાંગલા' અને 'જન ગણ મન'. ગીતો દેશના રાષ્ટ્રગાન બન્યા છે. તેમની ગાતાંજલી કાવ્યસંગ્રહ અને રબિન્દ્ર સંગીત પણ જગપ્રસિધ્ધ છે.
 
આ દેશભક્તિ ગીત સૌથી પહેલાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની કોલકતા ખાતેના અધિવેશનમાં ૨૭ ડિસેમ્બર, ૧૯૧૧માં ગવાયું હતું. ત્યારે સ્વતંત્રતાનું આંદોલન ચાલી રહ્યું હતું. ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ બંધારણીય સંસદ દ્વારા ૨૪ જાન્યુઆરી, ૧૯૫૦ના દિવસે આ ગીતને રાષ્ટ્રગીત તરીકે સ્વીકાર્યું હતું. ઘણા લોકોને ખબર નથી કે રાષ્ટ્રગીત મૂળમાં સંસ્કૃત પ્રચુર બંગાળીમાં લખાયું હતું અને તેને મૂળ પાંચ અંતરા છે, જે ગાતાં લગભગ દસ મિનિટ લાગે છે. સમયના અભાવના પગલે આપણા દેશે બાવન સેકન્ડમાં પૂર્ણ થતો પહેલો અંતરો સ્વીકાર્યો હતો.