સેક્સમાં ક્લાઈમેક્સ એટલે કે ઓર્ગેઝમ શું છે ?

29 Jul, 2018

 હાથ લગાવવાથી, સ્પર્શ કરવાથી સેક્સ વિશે વિચારવાથી કામવિષયક ઇચ્છા થાય છે, જેથી મગજમાં આવેલા સેક્સના સેન્ટર ઉત્તેજિત થાય છે. તેઓ યોનિમાર્ગમાં સંદેશા મોકલવાની શરૂઆત કરે છે. કામેચ્છા થોડી વધુ પ્રબળ બને એટલે યોનિમાર્ગમાં ચિકાશ ઉત્પન્ન થાય છે અને જ્યારે કામેચ્છા વધુ તીવ્ર બને અને પરાકાષ્ઠા પર પહોંચે ત્યારે સ્ત્રી ઓર્ગેઝમ ચરમસીમાનો અનુભવ પ્રાપ્ત કરે છે. સ્ત્રીઓ ઘણી વાર એક જ વારના જાતીય સંબંધમાં બે-ત્રણ વાર ચરમસીમા અનુભવી શકે છે, કેટલીક વાર તેથી પણ વધારે. પરંતુ પુરુષ માત્ર એક જ વાર ચરમસીમાએ પહોંચી શકે છે.

પુરુષમાં એક વાર ચરમસીમાએ પહોંચ્યા પછી બીજી વાર ઇન્દ્રિયમાં ઉત્તેજના આવતાં વાર લાગે છે. આ સ્વાભાવિક છે. બાકી ફિલ્મોમાં બતાવે એમ શ્વાસોચ્છ્વાસ વધી જાય, શરીર પરસેવાથી રેબઝેબ થઇ જાય એવું દરેક સ્ત્રી અનુભવે તે જરૂરી નથી. આ ચરમસીમા સમજવી ખૂબ જ કિઠન છે. જેને છીંક અનુભવેલી હોય તે જ સમજી શકે કે છીંક શું છે. દરેક સ્ત્રી જ્યારે ચરમસીમા પર પહોંચે ત્યારે યોનિમાર્ગમાં આંકુચન-સંકુચન થવા જરૂરી નથી, પણ તેને આનંદ-સંતોષની લાગણી અવશ્ય અનુભવાય છે. બાકી આકાશમાંથી તારાઓ ખરતા હોય એવા ભાસ માત્ર પિકચરમાં જ શક્ય હોય છે. ચરમસીમા વખતે સ્ત્રીને પુરુષની જેમ સ્ખલન પણ નથી અનુભવાતું અને જાતીય સંબંધ વખતે દરેક સમયે સ્ત્રી અને પુરુષ સાથે જ ચરમસીમા અનુભવે એ પણ શક્ય નથી. ટૂંકમાં આનંદની ચરમસીમાની અભિવ્યક્તિ એટલે ઓર્ગેઝમ! ‘બસ, હવે વધુ નહીં’ એવી લાગણીનો અહેસાસ એટલે ચરમસીમા.

વ્યક્તિ ગમે ત્યારે સવારે, બપોરે, સાંજે કે રાતે જાતીય સંબંધ રાખી શકે છે, પરંતુ તેમાં બંનેની સંમતિ હોવી જરૂરી છે કારણ કે સમભોગનો ખરો અર્થ એટલે સરખો ભાગ, સરખો આનંદ. જૂના જમાનામાં લોકોએ રાત્રિનો સમય વધુ પસંદ કર્યો હતો કારણ કે રાત્રે શીતળતા હોય, જે માનસિક શાંતિ આપે તેમ જ રાતે નીરવ શાંતિ હોય એટલે કોઇ ખલેલ ન પડે. પરંતુ વૈજ્ઞાનિક રીતે સવારનો જ સમય ઉત્તમ સમય છે કારણ કે આ સમયે લોહીમાં પુરુષત્વનું પ્રમાણ વધારે હોય છે. જેથી જ તમને આ સમયે ઉત્તેજના પણ વધુ અનુભવાય છે. રાત્રિના આરામ પછી સવારે પતિ-પત્ની બંને વધારે ફ્રેશ હોય છે. જે રીતે જમવામાં આપણને વૈવિધ્ય જોઇએ, તે જ રીતે સેક્સમાં પણ આ જરૂરી છે. એક જ વાતાવરણમાં, એક જ સમયે, એક જ જગ્યાએ, એક જ રીતે જાતીય જીવન માણવાથી લાંબા ગાળે નિરસતા અનુભવાય છે. આમ ના થાય તે માટે પણ ફેરફારો કરવા અનિવાર્ય છે. યાદ રાખવું જોઇએ કે સેક્સને કોઇ નિર્ધારિત સમયની જરૂર નથી. જરૂરત છે માત્ર યોગ્ય સ્વાસ્થ્ય, અનુકૂળ વાતાવરણ અને પરસ્પરની સંમતિની!