મોટાપો દૂર કરવા આ 10 ભારતીય બ્રેકફાસ્ટને ના પાડો!

03 Aug, 2015

કહેવાય છે કે જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારે રાજાની જેમ સવારોનો નાસ્તો અને રંકની જેમ સાંજનું ભોજન લેવું જોઇએ. અને માટે જ ધણીવાર આપણે સવારના નાસ્તામાં અનેક વાર તેવા ભારતીય બ્રેકફાસ્ટને આરોગી લઇએ છીએ જે આપણા વજનને ઓછું કરવામાં બિલકુલ પણ સહાયરૂપ નથી થતા. વળી આપણને લાગે છે કે સવારના નાસ્તામાં આ વસ્તુઓ ખાવાથી દિવસભરની ભાગદોડમાં આ ખોરાક પચી જશે. અને માટે આપણે આ નાસ્તોઓને ના પાડવાનું બિલકુલ પણ નથી વિચારતા. અને ચાર હાથે ખાવા લાગીએ છીએ. ત્યારે આ કયા 10 ભારતીય નાસ્તાઓ છે જે તમને મોટાપા તરફ દોરી જાય છે તે જાણો નીચેના ફોટોસ્લાઇડરમાં. સાથે જાણો કેમ આ નાસ્તાઓને બ્રેકફાસ્ટમાં લેવા છે સ્વાસ્થય માટે હાનિકારક. તો જુઓ આ ફોટોસ્લાઇડર...

વડાપાઉં
શું તમને ખબર છે કે એક પ્લેટ વડાપાઉંમાં 168 કેલરી રહેલી હોય છે. વળી તેના મેદાના પાઉ પેટના આંતરાડા માટે પણ બિલકુલ અનફીટ છે.

મેદું વડા
ક્રીસ્પી, ગરમા ગરમ મેદું વડા કોને ના ભાવે. પણ આ વડામાં મોટી માત્રામાં તેલ હોય છે. વળી તે અડધની દાળમાંથી બને છે જેને શરીરમાંપચતા પણ વાર લાગે છે. માટે તે પણ છે બિલકુલ અનહેલ્થી.

પરાઠા
મેદાના તેલમાં તળેલા પરાઠા પણ તમને મોટા કરી દેશે. જો તમને પરાઠા પસંદ જ હોય તો તમે ઓલિવ ઓઇલમાં બનેલ રાગી, જુવાર અને ધઉંના પરાઠા ખાઇ શકો છો.

બ્રેડ ટોસ્ટ
મેદાની બનેલી ટોસ્ટ પર ભરપૂર માત્રામાં નાખેલું બટર તમને કદી પતળા નહીં થવા દે. તેના કરતા લો ફેટ વાળા બટરને તમે રાગી કે ધઉંથી બનેલી બ્રેડ સાથે ખાઇ શકો છો.

પુરી
આલુ પુરી કે લૂચા પૂરી કે પછી મસાલા પૂરી આ તમામ પૂરીઓ તમને તેની જેમ જ ફુલાવીને ગોળ કરી દેશે. તો સવાર સવારના પોરમાં આને ખાવાનું તો જરૂરથી ટાળો.

મેગી
સારું છે હમણાં તો મેગી પણ પ્રતિબંધ છે. તેમ છતાં અનેક લોકો સવારે બાળકોને નાસ્તામાં અન્ય વેરાઇટીની મળતી હેલ્થી મેગી આપે છે. કે પછી તેને નાસ્તા તરીકે ખાવાનું પસંદ કરે છે. પણ આ ન્યૂડ્લસમાં અનેક પિર્ઝર્વેટિવ હોય છે. જે બિલકુલ પણ સ્વાસ્થય માટે સારા નથી.

કોન્ફ્લેક્સ
આપણે માનીએ છીએ કે કોન્ફ્લેક્સ હેલ્થી છે પણ તેને લાંબો સમય ટકાવી રાખવા માટે તેમાં અનેક પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી અનેક પેટની બિમારો વગર નોતરે આવી શકે છે.

ફ્રાઇડ એગ્સ
ઇંડાને બ્રેકફાસ્ટ તરીકે ખાવા સારી વાત છે. પણ જ્યારે તમે તેને ફ્રાય કરો છો ત્યારે તેની પોષકતા ઓછી થઇ જાય છે અને તે વધુ અનહેલ્થી થઇ જાય છે.

ઇડલી
ભાતથી બનેલી આ ઇડલી જોઇએ તેટલી હેલ્થી નથી. તેમાં પણ ખાસ ત્યારે જ્યારે તમે વજન ઓછું કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવ. તો આવી ચોખાની ઇડલી ખાવાના બદલે રાગી કે ઓટ્સને અને સોજીની ઇડલી ખાવી વધુ સુપાચ્ય અને યોગ્ય છે.

મસાલા ઢોસા
જે પણ કહેતું હોય કે ઢોસા હેલ્થી છે તેમને જણાવી દઉં કે તેમાં ઢોસાના ક્રિસ્પી કરવા માટે તેલનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. અને બટાકાના પૂરણ અને તેલના કારણે તેને કેલરી વધી જાય છે.