ખુબસુરતીમાં હેમામાલિનીને ટકકર આપે છે બંને સોતેલી વહુઓ, આ વહુ ચલાવે છે ઘરનો બધો ખર્ચ

14 Jun, 2018

 બોલીવુડની ડ્રીમ ગર્લ હેમામાલિની વિશે તો બધા જાણે છે. હેમાની ખુબસુરતી આજે પણ એવી જ છે. જોવામાં આવે તો દેઓલ ફેમિલીમાં ખુબસુરતીમાં બધા એકથી વધુ એક છે. વાત કરીશું હેમાની બંને વહુઓની જે ખુબસુરતીમાં કોઇ એકટ્રેસથી ઓછી નથી. તો આવો જાણીએ તેના વિશે...

સૌથી પહેલા વાત કરીએ સુપરસ્ટાર ધર્મેન્દ્ર અને હેમા માલિનીની મોટા દીકરા સની દેઓલની પત્ની પુજા દેઓલની. સની દેઓલ એકટ્રેસ હેમા માલિનીનો સોતેલો દીકરો છે. જણાવી દઇઇએ ફિલ્મી દુનિયાથી અલગ પુજા દેઓલ સાથે લગ્ન કર્યા છે.
 
 

પુજા પરિવારનો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે કોઇ નાતો નથી. પુજા એક લેખક છે અને પહેલીવાર ફિલ્મ યમલા પગલા દિવાનામાં એક નાના રોલમાં નજર આવી હતી. આ વાતની જાણકારી પણ ઘણા ઓછા લોકોને ખબર છે.

હવે વાત કરીશું, ફિલ્મ સોલ્જરથી બોકસ ઓફિસ પર તહલકા મચાવવાવાળા એકટર બોલી દેઓલની પત્ની તાન્યા દેઓલની. જણાવી દઇએ કે બોબીનું ફિલ્મ કેરીયર વધારે લાંબુ ચાલી શકયુ નહીં અને કેરીયર બરબાદ થવાને કારણે બોબી નશાની ટેવમાં ડૂબી ગયો. ઘણા વર્ષો સુધી ફિલ્મ ના મળવાને કારણે બોબીનું નામ અને ઓળખાણ બંને જ છુપાઇ ગયા. પરંતુ બોબીની પત્ની તાન્યાએ તેણે સહારો આપ્યો. 

જી હાં, તાન્યા એક બિઝનેસ વુમન છે જે ફર્નીચર અને ડેકોરેશનનો મોટો બિઝનેશ ચલાવે છે. બોબીના ઘર બેસી ગયા પછી તાન્યા જ ઘરનો બધો ખર્ચ ચલાવી રહી છે. 

સલમાન ખાને ફિલ્મ રેસ-૩માં બોબીને કામ અપાવીને તેના પર ઘણુ મોટું અહેસાન કર્યું છે. જી હા, મલ્ટી સ્ટારર ફિલ્મ રેસ-૩માં સલમાન અને બોબી સિવાય અનિલ કપુર, જૈકલીન ફર્નાડિસ, શાકિબ સલીમ અને એકટ્રેસ ડેઝી શાહ પણ નજર આવશે. ફિલ્મ ૧૫ જુને રીલીઝ થશે.