જો મૃત્યુ ના ભય થી બચવું હોઈ તો કરો આ ઉપાય...

02 Jun, 2018

 આપણી રોજિંદી આદતોની સાથે અમૂક ધાર્મિક આદતો પણ એવી છે, જે આપણી ઉંમર ઓછી કરી શકે છે. જો આ આદતોને બદલવામાં આવે તો ઉંમર પણ વધશે અને હંમેશા ખુશ પણ રહીશું. હિન્દૂ ધર્મશાસ્ત્રોમાં એવી ઘણી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે આપણી ઉંમર સાથે જોડાયેલી છે. આ વાતોનું પાલન અથવા ઉલ્લંઘથી આપણી ઉંમર પર અસર જોવા મળે છે.

મહાભારતના અનુશાસન પર્વ અનુસાર, જે લોકો ધર્મની નિતીયોનું ઉલ્લંઘણ કરે છે તે લોકોની ઉંમર ઓછી થતી જાય છે. મહાભારતમાં કહેવામાં આવ્યું છેકે જે લોકો ધાર્મિક મર્યાદાઓની પાલન કરે છે અને સત્યનો સાથ ક્યારેય નથી છોડતા તે લોકોની ઉંમર સામાન્ય લોકો કરતા વધારે હોય છે.
- શાસ્ત્રો પ્રમાણે, જે લોકો છલ, કપટ, લોભ, લાલચ, છેતરપિંડી અને અસત્યને જીવનમાં અપનાવે છે, તે મનુષ્યને અકાલ મૃત્યુનો ભય રહે છે. આવા લોકો બીમાર રહે છે અને તેમની ઉંમર પણ ઓછી હોય છે.
- નવરા બેસીને નખ ચાવવાથી શનિનો પ્રભાવ વધે છે, જેની અસર આપણી ઉંમર પર પડે છે, શરીરને ગંદુ રાખનાર, ઘર અને તેની આસપાસ ગંદકી કરનારા લોકોની ઉંમર પણ ઘટતી જાય છે. એવી જગ્યા પર લક્ષ્મી પણ વાસ નથી કરતી અને બીમારીઓનો ખતરો વધતો જાય છે.
- મહાભારતના અનુશાસન પર્વ અનુસાર, વાંચન કરતા સમયે ક્યારેય કઇ ખાવું ના જોઇએ. આવું કરવાથી જ્ઞાનની દેવી સરસ્વતી અને યમ દેવતા રુષ્ટ થાય છે. વાંચન સમયે કઇપણ ખાવાથી મૃત્યુનો ખતરો વધતો જાય છે.
- શાસ્ત્રોની માનિયે તો, સૂરજ તરફ આંખ ઉઠાવીને જોવાથી પણ ઉંમર ઓછી થાય છે, આવું કરનાર વ્યક્તિની મૃત્યુ ખુબજ ઝડપથી થાય છે.
- ભોજન સાથે જોડાયેલી એક ધાર્મિક માન્યતા એ પણ છેકે ભોજન કરતા સમતે વચ્ચેથી જમવાનું છોડીને વાસી મોં ના ઉઠવું કોઇએ અને જો તમે ઉભા થઇ પણ જાવ છો, તો ફરીથી વાસી હાથથી ભોજન શરૂ ના કરવું જોઇએ.
- ધાર્મિક માન્યતા અનુસાર, શનિવાર અને મંગળવારે ક્યારે પણ વાળ ના કપાવા જોઇએ. આવું કરવાથી ઉંમર ઓછી થાય છે, ગુરવારના રોજ શેવિંગ કરવી, નાખ કાપવા, અને માંસ-દારૂનું સેવન કરવાથી પણ ઉંમર ઘટતી જાય છે.
- શાસ્ત્રોમાં સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે સૂઇ જવું પણ અશુભ માનવામાં આવે છે, આ પ્રકારનું કાર્ય યમરાજને આમંત્રણ આપે છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય પર સૂવાથી શરીરમાં બીમારિયો ફેલાવા લાગે છે.
- વાસ્તુ શાસ્ત્રમાં પણ ઉંમરને લખતી ઘણી વાતો કહેવામાં આવી છે, માન્યતા છેકે  મુખ્ય દ્વારની સામે પગ રાખીને ના સૂવું જોઇએ. આનાથી યમરાજ નારાજ થાય છે.
- બેડરૂમમાં હિંસક જાનવરની તસ્વીર, રોતા બાળની તસવીર, યુદ્ધ, શોક વ્યક્ત કરતી મહિલા જેવી તસવીરો લગાવવી અશુભ માનવામાં આવે છે, જેની અસર માનવિની ઉંમર પર પડે છે.