રોજ 1 ચમચી મીઠું નાખેલાં પાણીથી નહાવાથી મળશે, આ 10 જબરદસ્ત ફાયદા

10 Oct, 2015

 મીઠું ભોજનનો મુખ્ય મસાલો છે. મીઠું ફક્ત ભોજનને જ સ્વાદિષ્ટ નથી બનાવતું તે સ્વાસ્થ્ય માટે પણ અત્યંત લાભદાયી સાબિત થાય છે. શરીરમાં મીઠાંની માત્રા ઓછી થઇ જવાથી અનેક વિકાર ઉત્પન્ન થાય છે. સિંધાલૂણ મીઠું શ્રેષ્ઠ ગણાય છે તેમજ ઔષધિ તરીકે તે બહુપયોગી છે. આ ઉપરાંત મીઠું ઘણી બિમારીઓ અને ઇન્ફેક્શનને પણ ઠીક કરે છે. મીઠાનો ઉપયોગ નહાવામાં પણ કરી શકાય છે. મીઠાના પાણીથી નહાવાના ઘણા ચમત્કારી ફાયદા છે. જો સીધા શબ્દોમાં કહીએ તો મીઠું તમારી વિચારસણી કરતાં વધુ ફાયદાકારક છે. તો આજે જાણો મીઠાના પાણીથી સ્નાન કરવાથી કેવા ફાયદા થાય છે.

 
ત્વચા માટે ઉત્તમ હોય છે મીઠાના પાણીથી સ્નાન
 
સામાન્ય રીતે એક ડોલ હૂંફાળા પાણીમાં 1 મોટી ચમચી મીઠું નાંખીને સરખું હલાવી આ પાણીથી સ્નાન કરવું જોઈએ. રોજ આ રીતે જ નિયમિત કરવું જોઈએ. તેના ફાયદા નીચે જાણો-
 
મીઠાંના પાણીમાં ઘણા મિનરલ્સ અને પોષક તત્વો હોય છે જે તમારી ત્વચાને યુવાન બનાવે છે. મેગ્નેશિયમ, કેલ્શિયમ, બ્રોમાઇડ, સોડિયમ જેવા મિનરલ્સ ત્વચાના રોમ છિદ્રોમાં પ્રવેશ કરે છે. આ ત્વચાના પડને સાફ કરી તેને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે. જેથી રોજ પાણીમાં થોડું મીઠું નાખીને સ્નાન કરવું જોઈએ. આ સિવાય મીઠું મેળવેલા પાણીથી સ્નાન કરવાથી ત્વચાની ખંજવાળથી મુક્તિ મળે છે. ૬૦ ગ્રામ મીઠાને એક ડોલ પાણીમાં નાંખી ઉકાળો અને આ પાણીથી દરરોજ સ્નાન કરો. આઠ દિવસ સુધી આ પાણીથી નહાવાથી ખંજવાળનું નામોનિશાન પણ મટી જશે.
 
આ ડિટોક્સીફિકેશન વધારે છે
 
મીઠાના પાણીથી નહાવાથી ત્વચામાંથી ઝેરીલા તત્વો નિકળે છે. ગરમ પાણી ત્વચાના રોમ છિંદ્રોને ખોલે છે. તેનાથી મિનરલ્સ ત્વચાની અંદર જઇને ઉંડાઇ સુધી સફાઇ કરે છે. મીઠાંનું પાણી ઝેરીલા અને નુકસાનકારી પદાર્થો અને બેક્ટેરિયાને ત્વચામાંથી બહાર કાઢે છે અને તેને સ્વસ્થ અને ચમકીલી બનાવે છે.
 
આ ત્વચાને જવાન બનાવી રાખે છે
 
નિયમિત રીતે મીઠાના પાણીથી નહાવાથી ત્વચા પરના દાગ અને કરચલીઓ દૂર થાય છે. ત્વચા નરમ અને મુલાયમ બને છે. આ ત્વચાને સ્વસ્થ બનાવે છે.
 
એસિડિટીમાં કારગર
 
આ સમસ્યા આજકાલ મોટાભાગના લોકોમાં જોવા મળે છે. તેના ઈલાજ માટે મોંઘી અને આડઅસર કરનારી દવાઓનું સેવન કરવા કરતાં તમે રોજ મીઠાવાળા પાણીથી સ્નાન કરવાનું શરૂ કરી દો. ક્ષારીય પ્રકૃતિને કારણે આ શરીરમાં અમ્લની માત્રાને ઘટાડવામાં મદદ કરે છે. જેથી એસિ઼ડિટીમાં રાહત મળી શકે છે.
 
ઘણી સમસ્યાઓનું સમાધાન કરે છે
 
મીઠાના પાણીથી સ્નાન અનેક સમસ્યાઓનું સમાધાન કરે છે. આ ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ અને ટેન્ડીનિટિસ (બળતરા કે સોજા)ની સારવારમાં પણ કારગર છે. ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ હાડકાંની ખરાબી સંબંધિત બિમારી છે અને ટેન્ડીનિટિસ નસોના સોજા સંબંધિત બિમારી છે. મીઠાંના પાણીથી નહાવાથી ખણ અને અનિદ્રાની પણ સારવાર થાય છે.
 
માનસિક સ્વાસ્થ્યને સુધારે છે
 
મીઠાના પાણીથી સ્નાન શારીરિક તંદુરસ્તીની સાથે જ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. મીઠાના પાણીથી સ્નાન કર્યા બાદ તમે શાંત, ખુશ અને આરામ અનુભવશો. આ એક શાનદાર સ્ટ્રેસ બસ્ટર છે. આ માનસિક શાંતિ પણ વધારે છે.
 
આ માંસપેશીઓમાં દુખાવો પણ ઠીક કરે છે
 
મીઠાના પાણીથી નિયમિત સ્નાન કરવાથી સાંધાના દુખાવાને પણ ઠીક કરી શકાય છે. આ શુગર કે અન્ય કોઇ ઇજાને કારણે થયેલા માંસપેશીઓના દુખાવાને દૂર કરે છે. જેથી નિયમિત મીઠાના પાણીથી સ્નાન કરવું જોઈએ.
 
ત્વચાનું નવું પડ લાવવામાં પણ મદદગાર
 
ત્વચાની ખરાબ ચામડી ઉતરીને નવી ચામડી આવવાથી પણ ત્વચા સ્વસ્થ રહે છે. ફોસ્ફેટ્સ જેવા મીઠાના પાણીથી નહાવાથી તે ડિટર્જેંટની માફક સફાઇ કરે છે અને ખરાબ ચામડી ઉતારીને નવી ચામડી રચના કરે છે. આનાથી ત્વચા નરમ અને મુલાયમ રહે છે.
 
પગ માટે ફાયદાકારક છે
 
પગ પર આખા શરીરનું વજન રહે છે જેથી તેની પર દબાણ વધુ પડે છે. પગ વધુ સમય સુધી કાર્યરત રહે છે અને શરીરને સપોર્ટ પુરો પાડે છે. જેથી જો ધ્યાન ન રાખવામાં આવે તો અહીંની માંસપેશીઓ નબળી થઇ જાય છે અને તેમાં બૂટ-ચંપલના કારણે છાલા પણ પડી જાય છે. મીઠાના પાણીથી નહાવવાથી માંસપેશીઓમાં દુખાવો અને જકડનમાંથી મુક્તિ મળે છે. આ પગની દુર્ગંધને પણ દૂર કરે છે.
 
આ સ્કિનને મોઇશ્ચરાઇઝ કરે છે
 
ત્વચા માટે મોઈશ્ચરાઇઝિંગ ખૂબ જરૂરી છે. મીઠાના પાણીમાં રહેલું મેગ્નેશિયમ ત્વચામાં પાણીને વધુ સમય સુધી રોકે છે. તેનાથી ત્વચા મોઈશ્ચરાઇઝ થાય છે અને ત્વચાની કોશિકાઓનો ગ્રોથ પણ વધુ થાય છે.