નવેમ્બરમાં ધમાલ મચાવશે આ 10 ફિલ્મો!

06 Nov, 2014

જો તમે આ સમાચાર વાંચો, તો નક્કી વાત છે કે તમે બૉલીવુડ ફિલ્મોના દીવાના છો અને એટલે જ પોતાની જાતને દર શુક્રવારે રિલીઝ થતી ફિલ્મોની માહિતી અંગે અપડેટ રાખો છો. જોકે અમે તમારા જેવા દીવાનાઓ માટે આખા નવેમ્બર માસની યાદી લઈને હાજર થયા છે.

બૉલીવુડમાં હવે દર શુક્રવારે એક, બે કે ત્રણ કરતા પણ વધુ ફિલ્મો રિલીઝ થવી સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ મોટા બજેટની ફિલ્મો જ્યારે રિલીઝ થતી હોય, ત્યારે નાના બજેટની ફિલ્મો બૉક્સ ઑફિસેથી ખસી જતી હોય છે. તાજો દાખલો છે 24મી ઑક્ટોબર કે જે દિવસે હૅપ્પી ન્યુ ઈયરની રિલીઝ થતી હોવાથી સુપર નાની ફિલ્મની રિલીઝિંગ એક અઠવાડિયા માટે ટાળી દેવાઈ હતી.

હવે જોઇએ આ મહીને કેટલી ફિલ્મો રિલીઝ થવાની છે? સૌપ્રથમ રણદીપ હુડા અને નંદના સેનની લાંબા સમયથી ડબ્બામાં પડેલી રંગ રસિયા ફિલ્મનો વારો છે. આ ફિલ્મ 19મી સદીના ચિત્રકાર રાજા રવિ વર્મા પર આધારિત છે, તો બીજી બાજુ અભિષેક શર્મા દિગ્દર્શિત ધ શૌકીન્સનો પણ નવેમ્બર રિલીઝમાં સમાવેશ થાય છે. ફિલ્મમાં અન્નુ કપૂર, પિયૂષ મિશ્રા અને અનુપમ ખેર લીડ રોલમાં છે કે જેઓ લીઝા હૅડનના દીવાના છે. અક્ષય કુમાર પણ ફિલ્મમાં કૅમિયો કરી રહ્યા છે.

રંગ રસિયા

કેતન મહેતા-દીપા સાહીની ફિલ્મ રંગ રસિયા 7મી નવેમ્બરે રિલીઝ થશે. ફિલ્મમાં રણદીપ હુડા-નંદના સેન ઉપરાંત પરેશ રાવલ, આશિષ વિદ્યાર્થી અને સચિન ખેડેકર પણ લીડ રોલમાં છે.

ઍ ડિસંટ ઍરૅંજમેંટ

ઍ ડિસંટ ઍરૅંજમેંટ પણ 7મી નવેમ્બરે જ રિલીઝ થશે. ફિલ્મમાં શબાના આઝમી, એડમ લૉપસ, લેઠિયા નાલ, ફરીદ કરીમ, શ્રેયા શર્મા, વિક્રમ કાપડિયા, નવનીત નિસાન તથા અધીર ભાટ મહત્વના રોલમાં છે.

ધ શૌકીન્સ

7મી નવેમ્બરે જ રંગ રસિયા અને ઍ ડિસંટ ઍરૅંજમેંટને ટક્કર આપવા ધ શૌકીન્સ રિલીઝ થશે. આ ફિલ્મમાં અન્નુ કપૂર, પિયૂષ મિશ્રા, અનુપમ ખેર અને લીઝા હૅડન લીડ રોલમાં છે, જ્યારે અક્ષયે કૅમિયો કર્યો છે.

કિલ દિલ

કિલ દિલ 14મી નવેમ્બરે રિલીઝ થશે કે જેમાં રણવીર સિંહ, પરિણીતી ચોપરા, અલી ઝફર અને ગોવિંદા છે.

લાયર્સ ડાઇસ

લાયર્સ ડાઇસ પણ 14મી નવેમ્બરે જ થિયેટરમાં આવશે. ફિલ્મમાં ગીતાંજલિ થાપા, નવાઝુદ્દીન સિદ્દીકી, માન્યા ગુપ્તા અને વિક્રમ ભાગરા લીડ રોલમાં છે.

હૅપ્પી એંડિંગ

હૅપ્પી એંડિંગ ફિલ્મ 21મી નવેમ્બરે રિલીઝ થશે. ફિલ્મમાં સૈફ અલી ખાન, ઇલિયાના ડીક્રૂઝ, ગોવિંદા, રણવીર શૌરી અને કલ્કી કોચલીન મુખ્ય ભૂમિકામાં છે.

વાહ તાજ

વાહ તાજ પણ 21મી નવેમ્બરના રોજ જ રૂપેરી પડદે આવશે. ફિલ્મમાં શ્રેયસ તળપદે, મંજરી ફડનીસ, હેમંત પાંડે, રાજેશ શર્મા, વિશ્વજીત પ્રધાન તથા રાકેશ શ્રીવાસ્તવ છે.

ઝેડ પ્લસ

21મી નવેમ્બરે વધુ એક ફિલ્મ ઝેડ પ્લસ પણ રિલીઝ થશે કે જેમાં આદિલ હુસૈન મોના સિંહ, મુકેશ તિવારી, સંજય મિશ્રા, કુલભૂષણ ખરબંદા, રાહુલ સિંહ, શિવાની ટંકસાલે, કે કે રૈના, એકાવલી ખન્ના તથા અનિલ રસ્તોગી લીડ રોલમાં છે.

ઉંગલી

ઉંગલી માસાંતે એટલે કે 28મી નવેમ્બરે રિલીઝ થશે. ફિલ્મમાં ઇમરાન હાશમી, રણદીપ હુડા, કંગના રાણાવત, નીલ ભૂપાલમ, અંગદ બેદી તથા સંજય દત્ત લીડ રોલમાં છે.

ઝિદ

પ્રિયંકા ચોપરાની પિતરાઈ બહેન બાર્બી હાંડાની ડેબ્યુ ફિલ્મ ઝિદ પણ 28મી નવેમ્બરે જ રિલીઝ થશે. બાર્બીના હીરો કરણવીર શર્મા છે. ફિલ્મ અશ્લીલ દૃશ્યોને લઈને અત્યારથી જ ચર્ચામાં છે.