Watch:કોમેડી, એક્શન અને રોમાન્સથી ભરપૂર છે 'સિંઘ ઈઝ બ્લીંગ'નું ટ્રેલર

20 Aug, 2015

પ્રભુદેવા નિર્દેશિત આગામી ફિલ્મ 'સિંઘ ઈઝ બ્લીંગ'નું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. અક્ષય કુમારની ચાલુ વર્ષે રીલિઝ થનારી આ ચોથી ફિલ્મ છે. ટ્રેલરમાં રફ્તારસિંહ બનેલો અક્ષય કુમાર ચોટદાર સંવાદો, એક્શન, રોમાન્સ અને કોમેડી કરતો જોવા મળે છે.
 
ત્રણ મિનિટના આ ટ્રેલરમાં અક્ષય 'સિંઘ' જ્યાં પગ મુકે છે તે વિસ્તાર તેનો બની જાય છે. ફિલ્મમાં તેની લેડી લવ બનેલી એમી જેક્સન બોલ્ડ અંદાજ સાથે એક્શન અવતારમાં પણ જોવા મળશે. ફિલ્મમાં કેકે મેનન નેગેટીવ ભૂમિકા કરી રહ્યો છે, આ સિવાય લારા દત્તા પણ મહત્વપૂર્ણ પાત્ર કરી રહી છે.
 
અક્ષય કુમાર નિર્મિત આ ફિલ્મ એક્શન કોમેડી 2 ઓક્ટોબરના રોજ રીલિઝ થશે.

Loading...

Loading...