Video:અજબ.. અહીંયા બને છે પ્લાસ્ટિક બોટલોમાંથી ઘર

17 May, 2016

આપણે રોજ કેટલી બધી પ્લાસ્ટિક બોટલોનો ઉપયોગ કરતાં હોઈશું અને વપરાશ પછી તે બધી બોટલો કચરાના ડબ્બામાં નાંખી દેતાં હોઈએ છીએ. પ્લાસ્ટિકનો વેસ્ટેજ એ સૌથી વધુ પર્યાવરણને નુકસાન પહોંચાડતી વસ્તુઓમાંથી એક છે. વિશ્વમાં દર સેકન્ડે 22000 પ્લાસ્ટિક બોટલો ફેંકી દેવામાં આવે છે. મધ્ય અમેરીકાના પનામામાં આવેલા કોલોન ટાપુ પર એક નાનકડું ગામ છે જે ઇકો-ફ્રેન્ડ્લી છે અને તેમાં ઘરો પ્લાસ્ટિકની બોટલોમાંથી બનાવવામાં આવે છે.



83 એકરમાં ફેલાયેલું આ ગામ થોડાક સમય પહેલાં જ અસ્તિત્વમાં આવ્યું છે જ્યાં માત્ર અને માત્ર પ્લાસ્ટિક બોટલ્સમાંથી જ ઘરો બનાવવામાં આવે છે. કેનેડાના રોબર્ટ બેઝુનો આ વિચાર છે. પર્યાવરણને નુકસાન ન થાય એટલું જ નહીં, જેટલું નુકસાન અન્યો દ્વારા થાય છે. એમાં પણ પોતાના તરફથી કોઇ સુધારક પગલાં લેવાય એવા

વિચાર સાથે તેમણે પહેલીવાર 2012માં પ્લાસ્ટિકની બોટલોમાંથી ઘર બનાવવાનો પ્રયોગ કરાયો હતો.
પહેલું પ્રોટોટાઇપ બિલ્ડીંગ બનાવવામાં લગભગ 100000 બોટલ્સ વપરાઇ હતી. એ પછી તો 83 એકરમાં ફેલાયેલા વિસ્તારમાં માત્ર રીસાઇકલ પ્રોજેકટમાંથી આવેલી પ્લાસ્ટિક બોટલ્સમાંથી જ ઘરો બનાવવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ.

Loading...



ઇંટોની જગ્યાએ પ્લાસ્ટિકની બોટલ્સ વાપરવામાં આવી છે એટલું જ નહીં, બહારની સપાટી નોર્મલ કન્સ્ટ્રકશન જેવી જ દેખાય છે. અંદરનો ભાગ પોલો હોવાથી આ ઘરોમાં તાપ ઓછો થાય છે. હવાની અવરજવર દિશા મુજબ ગોઠવેલી હોવાથી અહીં પંખા કે હીટર માટે વીજળીનો વપરાશ ઓછામાં ઓછો થશે.

Loading...