VIDEO: કાન્સ ફેસ્ટિવલમાં ધૂમ મચાવેલ 'મસાન'નું ટ્રેલર રિલીઝ

26 Jun, 2015

હાલમાં જ જ્યારે ફ્રાન્સમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ યોજાયો હતો તેમાં બોલિવૂડની ફિલ્મ 'મસાન'નું ટ્રેલર રિલીઝ થયું હતું. તેમજ તે સૌથી સારી ફિલ્મનો એવોર્ડ પણ જીતી ગયું હતું. રિચા ચઢ્ઢાની 'મસાન' આખી દુનિયામાં છવાઇ હતી.

આ ફિલ્મ નિરજ જ્ઞાવાનએ બનાવી છે. ફિલ્મમાં રિચા ચઢ્ઢા, શ્વેતા ત્રિપાઠી, વિકી કૌશલ અને સંજય મિશ્રા દ્વારા અભિનિત આ ફિલ્મનું ટ્રેલર ભારતમાં લોન્ચ થઇ ગયું છે. અઢી મિનિટનું આ ટ્રેલર આપનાં રૂવાંટા ઉભા કરી દેનારું છે. કરી લો એક નજર.