શરીરનો સ્ટેમિના ઝડપથી વધારવો હોય તો, રોજ કરો આ 6 સરળ કસરત

05 Jan, 2016

 આજની ફાસ્ટ લાઈફમાં લોકોને ઘણું બધું એકસાથે કરી લેવું હોય છે. પણ દર વખતે તે શક્ય નથી. તેના માટે શરીરમાં પૂરતી એનર્જી અને સ્ટેમિના હોવો બહુ જ જરૂરી છે. એમાંય જ્યારે લોકો કસરત કરવાનું શરૂ કરે ત્યારે બધી કસરતો એકસાથે કરી લેવાનું ગાંડપણ ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડે છે. જરૂરી નથી કે બહુ બધી કસરત કરવામાં આવે પણ હાં એ વાત જરૂરી છે કે તમે કસરત એનર્જી સાથે કરો. કસરત કરતી વખતે શરીરમાં સ્ટેમિના અને સ્પીડ વધારવા માટે પણ કેટલીક ખાસ પ્રકારની સરળ કસરતો હોય છે. જે કરવાથી ન માત્ર કસરત કરવામાં સ્પીડ વધે છે પરંતુ આખો દિવસ શરીર સ્ફૂર્તિલું રહે છે. 

 
બોક્સ જંપ કરવાથી શરીરને ભરપૂર એનર્જી મળે છે અને શરીરનો સ્ટેમિના પણ વધે છે. તમારી સામે એક બેન્ચ કે કોઈપણ એવી વસ્તુ રાખો જે તમારા ઘૂંટણથી સહેજ ઉંચું હોય અને તમારો ભાર ખમી શકે. તેનું બેલેન્સ અવશ્ય ચેક કરી લેવું. કારણ કે તેની તમારી કૂદીને ચઢવાનું રહેશે. બસ હવે તસ્વીરમાં બતાવ્યા પ્રમાણે બન્ને પગથી જે તે વસ્તુ પર કૂદીને ઉપર જાઓ અને નીચે આવો. આ રીતે 8થી 10 રેપ કરવા. આ એકદમ સરળ કસરત છે.
 
સ્ક્વોટ
 
તમારા પગને તમારા ખભાની પહોળાઈને સમાંતર છૂટા રાખીને ઊભા રહો. દીવાલના ટેકે ઉભા થઈ જાઓ. પીઠ અને મસ્તકને સીધા, ટટ્ટાર રાખો. હવે ઘૂંટણને 90 ડિગ્રીએ વાળીને ઊભડક પગે એડી પર નિતંબ ટેકવીને બેસો, જેથી જાંઘોનો ઉપરનો ભાગ જમીનને સમાંતર રહે. હવે એક પગને આગળ તરફ જમીનને સમાન્તર રહે તે રીતે તસ્વીરમાં બતાવ્યા પ્રમાણે લાવો. આ પ્રક્રિયા બન્ને પગથી વારાફરતી કરવી. સ્ક્વોટ્સ કરવાથી જાંઘો સુદૃઢ બને છે, પગની ચરબી ઘટે છે અને નિતંબ સુડોળ બને છે. શરીરને ટકી રહેવાની ક્ષમતા વધે છે. આવું 10 વાર કરો. 
 

 
પુલ અપ્સ
 
પુશ અપ્સના તરત બાદ પુલ અપ્સ શરૂ કરવા જોઈએ. તેના માટે તસ્વીરમાં બતાવ્યા પ્રમાણે પુલ અપ બાર કે રોડ હાથની વચ્ચે જગ્યા રાખીને પકડો. હવે તમારા શરીરને એટલું ઉપર લાવો કે તમારી ચિન એટલે કે હડપચી પુલ અપ બારની થોડી ઉપર સુધી જાય. હવે તમારી અપર ચેસ્ટને બાર કે રોડથી ટચ કરવાની કોશિશ કરો. આમાં ઉપર જતી વખતે શ્વાસ અંદર લેવો અને નીચે આવતી વખતે શ્વાસ છોડવો. આમ ઉપર-નીચે થઈપ પુલ અપ્સ કરો. નીચે આવતી વખતે ધ્યાન રાખો. આ મજબૂત બાહુઓ અને કમર માટેની દમદાર કસરત છે. જે પાવર વધારે છે. આના 6થી 8 રેપ કરવા. આના બે મોટા ફાયદા છે. આનાથી તમારું શરીર રિલેક્સ ફીલ કરે છે અને બીજું કે આની હાઈ ઈન્ટેન્સિટી કસરત કરવાની તમારી ક્ષમતાને વધારે છે. 
 
પુશ અપ્સ
 
શરીરને વાર્મ અપ કરવાની સૌથી જુની અને લોકપ્રિય કસરત છે પુશ અપ્સ. જમીન પર ઊંધા સૂઈ જાઓ. હથેળીઓને ખભા પાસે ગોઠવીને હાથ સીધા કરીને જમીનથી ઊંચા થાઓ. મૂળ સ્થિતિમાં આવો અને પુનરાવર્તન કરો.પુશ અપ્સ કરવા માટે તમારા પગ જમીનથી લગભગ એક ફુટની ઉંચાઈ પર રાખવા. પુશ અપ્સ કરતી વખતે નીચે તરફ આરામથી જવું અને ઉપર ઝડપથી આવવું. નીચે આવતી વખતે શ્વાસ અંદર ભરવો, આના 8થી 12 રેપ કરવા.
 
હૃદયની કસરત
 
સ્ટેમિના વધારવા માટે હૃદય માટે કસરતો કરવી પણ બહુ જ જરૂરી છે. તેના માટે તમે કૂદવું, તરવું, દોડવું વગેરે જેવા હૃદય વ્યાયામ કરી શકો છો.
 
તમારી પસંદગીની રમતો રમો
 
તમને મનગમતી રમતો રમો. બધાં જ પ્રકારની આઉટડોર ગેમ્સ થાકને દૂર કરવા અને સ્ટેમિનાનું સ્તર ઝડપથી વધારે છે. કારણ કે આઉટડોર ગેમ્સ એરોબિક કસરતનું જ એક રૂપ છે. ફુટબોલ, બાસ્કેટબોલ અને અન્ય બધાં ઝડપથી દોડનારી રમતો હૃદયને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જેનાથી તમારા શરીરના બધાં જ ભાગો સુધી વધુ ઓક્સીજન પહોંચે.
 
તમારા શરીરની સીમાઓનો પણ ખ્યાલ રાખો
 
સ્પીડ અને સ્ટેમિના વધારતી કસરતો કરવી સારી અને જરૂરી છે પણ તેને કરવા માટે શરીર પર વધુ જોર ન આપવું. તમારા શરીરના બંધારણને સમજીને જ કસરતો કરવી. જે તમે ન કરી શકતા હોવ તેને કરવા માટે શરીર પર દબાણ ન કરો, કારણ કે તેનાથી તમને વાગી શકે છે અથવા માસપેશીઓમાં દર્દ થઈ શકે છે.