ડાયાબિટીસવાળી વ્યક્તિને હવે જખમોથી ડરવાની જરૂર નથી!

15 Jul, 2015

જે વ્યક્તિને ડાયાબિટીસ થયો હોય તેમને હંમેશા એ ચિંતા રહે છે કે તેમને કાંઈ કશું વાગી ન જાય. કારણ કે જો તેમને વધારે વાગી જાય અને તેની સંભાળ લેવામાં થોડું પમ મોળું થાય તો જલ્દી રુઝ આવતી નથી. હવે આની ચિંતા કરવાની જરુર નથી કારણ કે એક સંશોધનમાં જાણવા મળ્યું છે અલ્ટ્રાસાઉન્ડ ત્વચાની અંદર ધ્વનિનાં મોજાં-વાઈબ્રેશન મોકલીને જખમમાંના કોષોને જાગ્રત કરે છે અને તેની મટવાની પ્રક્રિયા ઝડપી બનાવી શકાય છે.

ડાયાબિટીસથી પીડાતા અને વૃદ્ધ વયના લોકોની ત્વચા પરનાં છાલાં અને ચાંદાની સારવારમાં લો-ઇન્ટેન્સિટી અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ કરવાથી તેમને મટાડવાનો સમય એક તૃતીયાંશ જેટલો ઓછો કરી શકાય છે તેમ એક નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે. લો-ઇન્ટેન્સિટી અલ્ટ્રાસાઉન્ડ ત્વચાની અંદર ધ્વનિનાં મોજાં-વાઈબ્રેશન મોકલે છે અને જખમમાંના કોષોને જાગ્રત કરે છે અને તેની મટવાની પ્રક્રિયા ઝડપી બને છે.

 અલ્ટ્રાસાઉન્ડ સારવારથી જખમોની પાકી જવાની શક્યતામાં પણ ઘટાડો થાય છે અને ડાયાબિટીસથી પીડાતા તથા વૃદ્ધ વયના લોકો માટે તે વિશેષપણે અસરકારક છે.