ફિલ્મ રિવ્યૂઃ NH 10 : દરેક સ્ત્રીએ જોવા જેવું, દરેક પુરુષને બતાવવા જેવું.

13 Mar, 2015

Plot: હિંસા બહુ બતાવી છે પણ વચ્ચે વચ્ચે હળવા ગીતો પણ છે

વાર્તા:
મીરા (અનુષ્કા શર્મા) અને અર્જુન (નીલ ભૂપાલમ) ગુડગાંવ સ્થિત એક કંપનીમાં કામ કરે છે. મોડી રાત્રે મીરા એક પાર્ટીમાંથી પાછી ફરતી હોય છે તે સમયે તેનાં પર કેટલાંક ગુંડા તત્વો હુમલો કરે છે. કોઇ રીતે મીરા તેમના ષડયંત્રમાંથી બહાર આવી જાય છે પણ આ આખી ઘટનાની તેનાં જીવન પર ખુબ ઉંડી અસર પડી જાય છે. મીરાની સાથે ઘટેલી ઘટનામાં અર્જુન પોતાની જાતને જવાબદાર માને છે કારણ કે તે આ સમયે તેની સાથે ન હતો. મીરાનું ધ્યાન ભટકાવવાં તે તેને લઇને રજાઓ ગાળવા જતો રહે છે. રસ્તામાં તે હાઇવે પર સ્થિત ઢાબા પર ડિનર લેવાં રોકાય છે. તેની નજર સામે જ કેટલાંક લુખ્ખા તત્વો એક યુવતીને ઉઠાવીને લઇ જવાનો પ્રયાસ કરે છે. અર્જુન તેમને રોકવાનો પ્રયાસ કરે છે. તે તેમની પાછળ પડી જાય છે પણ પછી શું થાય છે તે ફિલ્મ જોવામાં જ મઝા આવશે.

એક્ટિંગ:
NH10 અનુષ્કા શર્માની ફિલ્મ છે. તેણે તેનાં કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને અદભૂત અભિનય આપ્યો છે. જે તમને વિચારવા પર મજબૂર કરી દે છે. ફિલ્મનાં કેટલાંક સીન તમારા રૂવાટાં ઉભા કરી દેશે. તમને વિચારતા કરી મુકશે કે આજે પણ આપણાં દેશમાં ઓનર કિલિંગ જેવી બુરાઇ ફેલાયેલી છે. આપણે આ મામલે આંખો બંધ કરીને બેઠેલા છીએ. ફિલ્મની વાર્તા ઘણી સાચી છે. તેમાં પણ અનુષ્કા અને નીલની એક્ટિંગ તમને જકડી રાખશે.

કેમ જોવી ફિલ્મ:
ફિલ્મની વાર્તા સત્ય ઘટના છે. સ્ક્રીન પ્લે અદભૂત રીતે તૈયાર કરવામાં આવ્યો છે. પહેલાં હાફમાં જ ફિલ્મ તમને એ હદે જકડી રાખે છે કે તમે બીજો હાફ શરૂ થવાની રાહ જોવા લાગો છે. ફિલ્મમાં એકાદ ગીત છે અને તે પણ બેકગ્રાઉન્ડમાં છે. ફિલ્મ ક્યાંય અટકતી નથી કે સ્લો પણ પડતી નથી. તે તમને જરાં પણ બોર નહિં કરે. એકધારી ચાલતી ફિલ્મ તમને અંત સુધી પકડી રાખે છે.

women's day ગયો એની અસર તાજી છે અને એ તાજી અસરને ઓર ઉપસાવવા આવ્યું અનુષ્કા સ્ટારર 'NH ૧૦'. અમુક ડાયરેક્ટર ફિલ્મ્સ ઓછી આપે પણ, આપે ત્યારે ખૂબ વાજબી આપે. 2007 માં મસ્ત ઓફબીટ મુવી આવેલું 'મનોરમા સિક્સ ફીટ અન્ડર'. કમર્શિયલ હિટ ન હતું પણ સિનેરસિકોની વાહ તો મેળવી હતી. 


એ જ દિગ્દર્શક નવદીપસિંઘ 'NH ૧૦' લઇને આવ્યા છે, જેને કો-પ્રોડ્યુસ અનુષ્કા શર્માએ કર્યું છે. બ્રેવો, આવી ફિલ્મ રજુ કરવા માટે. 'NH ૧૦' ૨૦૦૮ માં આવેલી હોલિવૂડ ફિલ્મ 'એડન લેક'થી પ્રેરિત છે. ફિલ્મનું પોસ્ટર પણ 'બ્લેક વિડો'ની અસર નીચે છે પણ ફિલ્મ વિમેન્સ ડે માટેની બેસ્ટ ટ્રીટ છે. 

રૂટીન લાઈફ, ડેઈલી લાઈફ, શહેરી લોકો હોય કે ગામડાંના એમની સ્ત્રીઓ માટેની સામાન્ય માનસિકતા આ બધું એક થ્રીલર સસ્પેન્સ મુવીમાં એટલી સરસ રીતે ગૂંથાયું છે કે મુવી પહેલેથી છેલ્લે સુધી જકડી રાખે છે. 'NH ૧૦' માં સામાન્ય લાઈફ જીવતા એક યુગલ એક મુશ્કેલીમાં ફસાઈ ગયા હોય અને પછી એ લોકોની જર્નીમાં એક પછી એક પ્રોબ્લેમ કેવા આવતા રહે એની વાર્તા છે.

'મેરી કોમ' ફેમ દર્શન કુમાર અને ઉંગલીમાં ગોટી બનતો નીલ ભુપાલમ અને અનુષ્કા શર્મા, ત્રણેય અભિનેતાઓનું પરફોર્મન્સ ધારદાર છે. નેશનલ હાઈવે ૧૦ એટલે કે ઉત્તર ભારતના લોકેશન્સ મસ્ત લીધા છે. 

મુવીની ટ્રીટમેન્ટ ઘણી સારી છે. ડાયરેક્ટરને શાબાશી આપવી પડે. સસ્પેન્સ છેલ્લે સુધી તમને જકડી રાખે છે. દરેક સ્ત્રીએ જોવા જેવું, દરેક પુરુષને બતાવવા જેવું.