Entertainment

Iraqમાં બની ઐતિહાસિક ક્ષણ, 40 વર્ષ બાદ ફરી યોજાયો બ્યુટી કોન્ટેસ્ટ

 સિવિલ વૉર અને વિદેશી આક્રમક્તાને લઈને ચર્ચામાં રહેનારું Iraqએ એકવાર ફરી આખી દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. Saddam Hussainની તાનાશાહી સરકારનો અંત આવ્યા બાદ Iraqમાં અવૈધ સિવિલ વૉર અને ધાર્મિક

શાંતિનું વાતાવરણ રહ્યું છે. જેને શાંત કરવા માટે ફેશન સામે ચાલીને આવ્યું છે. 

 
કેટલાય ઈસ્લામિક સમૂહોએ સૌંદર્ય પ્રતિયોગિતાનો વિરોધ કર્યો, સ્પર્ધાના કન્ટેસ્ટન્ટને જીવથી મારી નાખવાની ધમકી અને બીજા સોશિયલ બહિષ્કારની ધમકી પણ આપી. આ બધા જ વિરોધો હોવા છતાં Baghdadની એક હોટલમાં આ ઈવેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
 
આ બ્યુટી કોન્ટેસ્ટમાં Shayma Abdelrahmanએ તાજ પોતાના નામે કર્યો છે. જ્યાં એકતરફ જજીસે આ સુંદર યુવતીનું નામ જાહેર કર્યુ, ત્યાં બીજી તરફ પાછળની સીટ્સ પરથી Shaymaના સપોર્ટમાં કેટલાય લોકો હૂટિંગ પણ કરી રહ્યા હતા.
 
Kirkukની રહેનારી 20 વર્ષની Shaymaને Miss Iraqનો તાજ પહેરાવવામાં આવ્યો. તેણે બધા જ રાઉન્ડ્સમાં પોતાની સુંદરતા અને આત્મવિશ્વાસથી દરેકનું દિલ જીતી લીધુ હતુ. Miss Iraq બન્યા બાદ Shaymaએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું, "હું Iraqને આગળ વધતા જોઈને ખુબ જ ખુશ છું. આ એક બહુ જ મોટી ઈવેન્ટ હતી અને આનાથી અહીંના રહેવાસીઓમાં ખુશી જોવા મળી."
 
સાથે જ Shaymaએ એમ પણ કહ્યું કે તે પોતાની ખ્યાતિનો ઉપયોગ શિક્ષાના પ્રસારણ માટે કરશે. ખાસ કરીને એ સમુદાયના લોકો માટે જેઓ લડાઈ દરમિયાન વિસ્થાપિત કરવામાં આવ્યા છે. આ બ્યુટી કોન્ટેસ્ટનું આયોજન કેટલાક આંતરરાષ્ટ્રીય નિયમો સાથે કરવામાં આવ્યું હતુ. જે Shaymaને Miss Universe contestમાં ભાગ લેવાની અનુમતિ આપે છે. 
 
નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post