ટ્રેલર લોન્ચ : ક્રિકેટર બ્રેટ લીની બોલીવુડમાં એન્ટ્રી, અભિનેત્રીને કર્યું તસતસતું ચુંબન

13 Jul, 2015

ઓસ્ટ્રેલિયાનો પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લી હવે નવી ભૂમિકામાં જોવા મળશે. બ્રેટ લી બોલીવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. બ્રેટ લીની ઇન્ડો-ઓસ્ટ્રેલિયન ફિલ્મ ‘અનઇંડિયન’15ઓક્ટોબરના રોજ રિલીઝ થશે. આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ એક રોમેન્ટીક કોમેડી ફિલ્મ છે.  ફિલ્મના ટ્રેલરમાં બ્રેટ લીને કિસિંગ કરતો પણ બતાવવામાં આવ્યો છે. ફિલ્મમાં બોલિવુડ અભિનેત્રી તનિષ્ઠા ચેટરજી છે. બ્રેટ લીની ફિલ્મમાં અભિનત્રી બનનાર તનિષ્ઠાએ માધુરી દિક્ષિત અને જુહી ચાવલા સ્ટારર ફિલ્મ ‘ગુલાબ ગેંગ’માં કામ કર્યું હતું. ‘અનઇંડિયન’ ફિલ્મના નિર્દેશક અનુપશ શર્મા છે, જે ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન નાગરિક છે.
બ્રેટ લીએ જણાવ્યું હતું કે, ‘‘હું મારા પર્સનલ જીવનમાં ઘણો રોમેન્ટીક છું તેથી આ રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં મારો રોલ એકદમ યોગ્ય છે. આ ફિલ્મ બાદ આગળ હું એક્શન ફિલ્મ પણ કરવા માંગું છું.’’ ઉલ્લેખનિય છે કે 2012માં બ્રેટ લીએ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી, ત્યારે તે નિયમિત પણે ક્રિકેટ કોમેન્ટરી કરે છે.
 

Loading...

Loading...