ઘરમાં આ 3 વસ્તુના ખાસ ઉપયોગથી એકધારી વધશે બરકત અને સુખ!

11 Sep, 2015

 આપણે આપણાં ઘરમાં વડીલોને એવું કહેતાં ઘણીવાર સાંભળ્યા હશે કે, જે ઘરમાં મીઠું બાંધેલું હોય છે તે ઘરમાં બરકત રહે છે. લક્ષ્મીને કમળ પર વિરાજમાન માનવામાં આવે છે. હળદરની ગાંઠોને સાક્ષાત ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે અને ઘાણા ઘનનું આવાહન કરે છે. કારણ ભલે કોઇપણ હોઇ પરંતુ આ વાત એકદમ સાચી છે કે, જે ઘરમાં મીઠું, આખા ધાણા, હળદરની ગાંઠ અને કમળ ગટ્ટાને થોડી માત્રામાં ભેગા કરીને રાખવામાં આવે તો નિશ્ચિત જ તે ઘરમાં બરકત આવે છે. ત્યાં શાંતિ બની રહે છે.

આખા મીઠાને થોડી માત્રામાં ઈશાન એટલે કે ઉત્તર-પૂર્વમાં રાખવાથી કોઇપણ વિપરીત દિશામાં બંધાવવામાં આવેલાં શૌચાલયનો દોષ દૂર થઇ જાય છે. આવું કરવાથી ઘરની મોટાભાગની નકારાત્મક શક્તિઓ ઘટી જશે અને હકારાત્મક ઉર્જાને બળ પ્રાપ્ત થશે. દર મહિને એ વાટકીમાં રાખેલ મીઠાને ફેકી દેવું અને ફરી તાજુ મીઠું રાખવું.

આપણી સંસ્કૃતિમાં મીઠાને એક મહત્પૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્ર અને આપણાં પૂર્વજ પણ એવું જ માને છે કે, જે ઘરમાં મીઠું ન હોય ત્યાં બરકત અથવા લક્ષ્મીનો વાસ હોતો નથી. બિલકુલ યોગ્ય જ કહ્યું છે. આ વાત ચોક્કસપણે સત્ય છે. વાસ્તુના નિયમ મુજબ પણ મીઠાને એક ખાવાનો પદાર્થ જ નહી પરંતુ માનવ શરીર માટે જેટલું અનિવાર્ય છે તેટલું જ આપણાં ઘર માટે પણ ખૂબ જ મહત્વ રાખે છે. સાથે જ, મીઠાના આવા પ્રયોગ સમાજમાં માન-સન્માન પણ પ્રાપ્ત કરાવડાવે છે.
 

 

મીઠામાં અદભુત શક્તિઓ હોય છે જે ઘણા પ્રકારના નકારાત્મક પ્રભાવને નષ્ટ કરે છે. આ ઉપરાંત તેનાથી ઘરની આર્થિક સ્થિતિ પણ સુધરે છે અને મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. પરિવારના બધા જ સભ્યોના વિચારો હકારાત્મક બને છે, જેનાથી તેમનું કાર્યમાં મન લાગે છે. અસફળતાઓનો કાળ સમાપ્ત થાય છે અને સફળતાઓ પ્રાપ્ત થાય છે.
 
જેમ નમક હરામ, નમક હલાલ વગેરે શબ્દ સમાજમાં પ્રચલિત છે. આ પરથી કહી શકાય કે, મીઠું પ્રામાણિકતા અને વફાદારીનું પણ સુચક છે. નમક માલિક અને નોકરની વચ્ચે પણ વ્યાપ્ત છે. મીઠું રાજા અને પ્રજાની વચ્ચે પણ વિરાજમાન છે. મીઠું વધારે હોય કે ઓછું ભોજન સ્વાદહીન બની જાય છે. મીઠા વિના માનવ શરીર અધૂરુ છે તો ઘરની બરકત તેની વિના કઇ રીતે બનશે. શું તમે ક્યારેય વિચાર્યું છે? આજે અમે તમને જણાવીશું માત્ર મીઠું જ નહીં હળદર, ધાણા તથા કમળગટ્ટાની સાથે મીઠું શું ચમત્કાર કરે છે.
 
આપણાં મહાપુરૂષો તથા પૂર્વજોનું કહેવું હતું કે, જે ઘરમાં મીઠું આખું હોય ત્યાં બરકત પણ ખૂબ જ હોય છે. શું તમને જાણ છે કે, ભારત વર્ષમાં ઘણા રાજ્યોમાં વર્તમાન સમયમાં પણ આ પરંપરા છે કે, પોતાની દિકરીના લગ્ન સમયે તેની વિદાઈ થતી હોય ત્યારે બીજુ કંઇ આપે કે ના આપે પણ આખા મીઠાની એક થૈલા અવશ્ય આપે છે.
 
વાસ્તુશાસ્ત્ર તથા આપણાં પૂજનીય માર્ગદર્શક ગ્રંથોનો એક જ મત રહ્યો છે કે, ઘરમાં 1- મીઠું, 2- કમળગટ્ટા, 3- હળદર (આખી), 4- ધાણા આ ચારેય વસ્તુઓ આપણને ચાર પ્રકારના સુખ ઘર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રદાન કરે છે. જ્યાં આ ચાર પદાર્થો હોય છે ત્યાં શાંતિ બની રહેશે. ધન, પુત્ર, ભૂમિ વગેરે બધા જ સુખ તે ઘરમાં સ્થાયી રૂપથી નિવાસ કરે છે.
 
આ ચાર વસ્તુઓને આપણે આપણાં ઘરમાં થોડી-થોડી માત્રામાં આખું મીઠું, ધાણા તથા હળદરની ઓછામાં ઓછી પાંચ ગાંઠ અને કમળગટ્ટા ઓછામાં ઓછી 11 નંગ હોવા જોઇએ. આ બધી જ સામગ્રીને સરખી રીતે સાફ કરીને નાની-નાની પોલિથિનમાં અલગ-અલગ કરી તેને કોઇ એક મોટી પોલિથિનમાં રાખીને તેને તમારા ઘરના ઈશાનકોણમાં કોઇ સુરક્ષિત સ્થાન પર રાખી દેવું,
 
આ ઉપાય માત્ર પૂનમના દિવસે જ કરવો. તેને સમય સમય પર ચાર અથવા છ મહિના પછી ચેક કરી દેવું જો કોઈ વાસ્તુ ખરાબ થવા લાગે તો જળ પ્રવાહ કરી બધી જ સામગ્રીને ફરી તૈયાર કરીને મુકવી. જેનાથી તમારા ઘરમાં ફરી માતા લક્ષ્મીનો નિવાસ બની જશે. બરકત ક્યારેય ખતમ નહીં થાય, દુશ્મન વગેરે કોસો દૂર જ રહેશે.
 
મીઠાનું જમીન પર પડવું
 
જમીન પર મીઠું ઢોળાવું અથવા મીઠું પડવું તે અશુભ સંકેત માનવામાં આવે છે. બુલ્ગારિયા, યૂક્રેન અને રોમાનિયા જેવા દેશોમાં આ વાતને દુર્ભાગ્ય અને વિવાદનો સંકેત માનવામાં આવે છે. ભારતમાં પણ મીઠાનો ઉપયોગ કરતા સમયે ખૂબ જ સાવધાની રાખવી પડે છે. વાસ્તવમાં, પ્રાચીન સમયમાં મીઠું ખૂબ જ અમુલ્ય અને દુર્લભ માનવામાં આવતુ હતું. રોમન સામ્રાજ્યમાં સૈનિકોને તેમનું વેતન મીઠાનાં સ્વરૂપે આપવામાં આવતુ હતું. પગારના સ્વરૂપમાં અંગ્રેજીમાં 'સેલરી' કદાચ અહીથી આવ્યું છે. 'સેલ'નો અર્થ મીઠું જ થાય છે.

મીઠાના આ જ મહત્વને કારણે તેનું જમીન પર પડવું કે વ્યર્થ વપરાશ થવો કોઇ પણ પ્રકારના નુકસાનનો સંકેત માનવામાં આવે થે. લગભગ એટલા જ માટે નેધરલેન્ડમાં મીઠું ઉધાર માંગવું ખૂબ જ ખરાબ માનવામાં આવે છે.ઇગ્લેન્ડમાં લોકવિશ્વાસ છે કે, જમીન પર પડેલા મીઠાને એક ચપટી જેટલું લઇને ડાબા હાથના ખભા પરથી પાછળ ફેંકી દેવામાં આવે તો અપશુકન થવાની શક્યતાઓ ઘટી જાય છે.