માત્ર આ 1 પ્રવાહીમાં છે મિનરલ્સના ખજાનો, કબજિયાત અને ઝાડામાં છે કારગર!

28 Sep, 2015

ચોખાને ખુલ્લાં વાસણમાં રાંઘવાવાળા લોકો મોટાભાગે તેમાંથી નીકળતા પાણીને ફેંકી દેતા હોય છે. તો કેટલાક લોકો તે પાણીનો ઉપયોગ સ્ટાર્ચના રૂપમાં પણ કરે છે. ઘટ્ટ સફેદ દેખાતું આ પાણી કેટલાય રોગોમાં દવાનું પણ કામ કરે છે. કેટલા બધા મિનરલ્સનો ખજાનો ચોખાનો સ્ટાર્ચ. આ સ્ટાર્ચ પેટ માટે ખૂબ જ ફાયદેમંદ હોય છે.

1. કબજિયાતની સારવાર
 
ચોખામાંથી નીકળતાં સ્ટાર્ચમાં વિપુલ પ્રમાણમાં ફાઇબર મોજુદ હોય છે જે ડાઇજેશનને યોગ્ય રાખે છે, જેનાથી કબજિયાતની સમસ્યા નથી થતી અને જો કબજિયાતની ફરિયાદ થઈ રહી હોય તો તેના એક અથવા બે વારના ઉપયોગથી જ તેનાથી આરામ મળી જાય છે. ચોખાના સ્ટાર્ચના સેવનથી સારા બેક્ટેરીયા બને છે જે પેટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
 
Other benefits: ઝાડાની સારવાર, વાયરલ ઇન્ફેક્શનની સારવાર, એનર્જીથી ભરપૂર, ડિહાઇડ્રેશનથી બચાવ
 
2. ઝાડાની સારવાર
 
તેનાથી ઘણા ઓછા લોકો વાકેફ હશે કે ચોખાના સ્ટાર્ચમાં મોજુદ ન્યૂટ્રિશન બાળકોથી લઈને વડીલો સુદ્ધાંની સારવારમાં ખૂબ જ ફાયદેમંદ હોય છે. નાના બાળકોની સાથે કાયમ ઝાડાની સમસ્યા બની રહે છે તેને રોકવા માટે તેમને લિક્વિડ ડાયટના રૂપમાં ચોખાનું સ્ટાર્ચ પીવડાવવું. આ ખૂબ જ જલ્દી અસર કરે છે.
 
3. વાયરલ ઇન્ફેક્શનની સારવાર
 
સીઝનલ બીમારીઓમાં તાવ અને ઉલ્ટીની સાથે જ ઝાડાની સમસ્યા સામાન્ય વાત હોય છે જેનાથી શરીર નબળું પડી જાય છે. તાવ આવવા પર શરીરમાં પાણીનો અભાવ પણ થવા લાગે છે જેના માટે ડોક્ટર જ્યુસ પીવાની સલાહ આપે છે. તાવથી જલ્દી આરામ મેળવવા માટે ચોખાનો સ્ટાર્ચ પીવો પણ ફાયદેમંદ રહેશે કારણ કે તેમાં મોજુદ ન્યૂટ્રિશન સીઝનલ બીમારીઓથી જલ્દી છુટકારો અપાવે છે.
 
4. એનર્જીથી ભરપૂર
 
ચોખાનો સ્ટાર્ચ કાર્બોહાઇડ્રેટથી ભરપૂર હોય છે જે બોડીને એનર્જી આપે છે. ખાલી પેટ એક ગ્લાસ માત્ર સ્ટાર્ચ પી લેવાથી દિવસભર એનર્જી બની રહે છે અને થાક મહેસુસ નથી થતો.
 
5. ડિહાઇડ્રેશનથી બચાવ
 
ગરમીના દિવસોમાં મોટાભાગે પરસેવો નીકળવાથી શરીરમાં ન્યૂટ્રિશન અને પાણીનો અભાવ થઈ જાય છે, જેને દૂર કરવા માટે લોકો કોલ્ડડ્રિંક્સ અને જ્યુસ પીવું પસંદ કરે છે. ચોખાનો સ્ટાર્ચ પીને પણ પાણીના અભાવને 100 ટકા સુધી ઓછો કરી શકાય છે.
 
કેવી રીતે ચોખાનો સ્ટાર્ચ
 
ચોખાનો સ્ટાર્ચ બનાવવા માટે ચોખા બનાવતી વખતે જ થોડી વધુ માત્રામાં પાણી નાખી દો. ચોખાને રાંધ્યાં પછી બચેલા પાણીને કોઈ વાસણમાં નીકાળી લો. આ પાણીમાં થોડું લીંબુ અને મીઠું નાખી મિક્સ કરીને પીવો. આ પાણી તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવી રાખવામાં કારગર સાબિત થાય છે.