'બિગ બોસ 9'ને હોસ્ટ કરશે સલમાનભાઈ, ફિલ્મસિટીમાં આ અંદાજમાં કર્યું શૂટિંગ

08 Sep, 2015

 ટેલિવિઝનનો સૌથી વિવાદાસ્પદ રિયાલિટી શો 'બિગ બોસ 9'નો પહેલો પ્રોમો 10મી સપ્ટેમ્બરના રોજ ઓન-એર થશે. આ શો ઓક્ટોબરના ફર્સ્ટ વીકથી શરૂ થશે. સલમાન ખાન આ શોને હોસ્ટ કરી રહ્યો છે. સલમાને ટ્વિટર પર ટ્વિટ કરી હતી કે આ શો તેનો જ છે. 

 
હાલમાં જ 'બિગ બોસ'ના પહેલાં પ્રોમોનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. સોશ્યિલ મીડિયામાં પહેલાં પ્રોમોના શૂટિંગની કેટલીક તસવીરો વાયરલ થઈ છે. શૂટિંગના બ્રેક સમયે સલમાન ખાન ફિલ્મસિટીમાં સાયકલ ચલાવતો જોવા મળ્યો છે. આ સિવાય સલમાન ખાને પોતાના ચાહકો સાથે ફોટો પણ પડાવ્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે આ વખતે શોમાં રાધે મા, રાહુલ યાદવ, સના સઈદ, રશ્મિ દેસાઈ, વીજે બાની જેવા અનેક નામો ચર્ચાઈ રહ્યાં છે. જોકે, હજી સુધી 'બિગ બોસ'ના ઘરમાં રહેવા કોણ જશે, તેની પૃષ્ટિ કોઈએ પણ કરી નથી.
 

Loading...

Loading...