અમેરિકન TV શોના શૂટિંગમાં FBI અધિકારીના ગેટઅપમાં જોવા મળી પ્રિયંકા

12 Sep, 2015

 બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા આજકાલ પોતાના પહેલાં ઈન્ટરનેશનલ ટીવી સીરિયલ 'ક્વાન્ટિકો'ના શૂટિંગમાં વ્યસ્ત છે. થોડાં સમય પહેલાં જ સીરિયલના સેટ પર પ્રિયંકા ચોપરા FBI(ફેડરલ બ્યૂરો ઓફ ઈન્ટરનેશનલ) ઓફિસરના ડ્રેસમાં જોવા મળી હતી. 


આ સમય દરમિયાન તે વોકી-ટોકી પર વાત કરતી હતી તો ક્યારેય શૂટિંગમાંથી બ્રેક લઈને મસ્તી કરતા જોવા મળી હતી. નોંધનીય છે કે ABC(અમેરિકન બ્રોડકાસ્ટિંગ કંપની)ના આ શોમાં પ્રિયંકા ચોપરા FBI ઓફિસર એલેક્સ પેરિશના પાત્રમાં છે. આ શો 27 સપ્ટેમ્બરથી અમેરિકામાં અને 3 ઓક્ટોબરથી ભારતમાં ઓન-એર થશે.