ઘરમાં જ કરો આ 20 ઔષધ પ્રયોગ, મંદ પડેલી યૌન શક્તિ ઝડપથી વધશે

26 Aug, 2015

 આજકાલની ભાગદોડ અને તણાવપૂર્ણ જીવનશૈલી, અનિયમિત અને અનહેલ્ધી ખોરાક લેવાને કારણે મોટાભાગના પુરૂષોમાં નબળાઈની સમસ્યા સતત વધતી જઈ રહી છે. નપુંસકતા, સ્વપ્નદોષ, શીઘ્રપતન વગેરે એવી સમસ્યાઓ છે જે લગ્નજીવન બહુ વધારે પ્રભાવિત કરે છે. અસંયમિત ખાન-પાન અથવા શરીરમાં જરૂરી પોષક તત્વોની કમી અને પુરૂષોની કેટલીક ખોટી આદતોને કારણે પુરૂષોમાં દુર્બળતા અને સેક્સ સંબંધી સમસ્યાઓ ધીરે ધીરે વધતી જાય છે, જેની પર સમય રહેતા ધ્યાન ન આપવામાં આવે તો તેને ઠીક થતાં બહુ સમય લાગી જાય છે. જેથી આજે અમે પુરૂષોની આ તમામ સમસ્યા માટે ઘરે જ સસ્તામાં કરી શકાય એવી ઔષધીઓના પ્રયોગ જણાવવાના છીએ. જે અજમાવી પુરૂષોની યૌન શક્તિ તો વધશે જ સાથે યૌન સંબંધી તકલીફો પણ દૂર થશે.

હળદર
 
વીર્ય વધુ પાતળું થવા પર 1 ચમચી મધમાં એક ચમચી હળદર પાઉડર મિક્ષ કરીને રોજ સવારે ખાલી પેટે સેવન કરવાથી સંભોગ કરવાથી શક્તિમાં વધારો થાય છે.
 
ત્રિફળા
 
એક ચમચી ત્રિફળાનું ચૂર્ણ રાતે સૂતા વખતે 5 સૂકી દ્રાક્ષની સાથે લેવું અને ઉપરથી ઠંડુ પાણી પીવું. આ ચૂર્ણથી પેટના બધાં પ્રકારના રોગો, સ્વપ્નદોષ અને શીઘ્રસ્લખનની સમસ્યા દૂર કરી શરીરને શક્તિમાન બનાવે છે.
 
સફેદ મૂસળી
 

 

સાલમ સાકર, તાલમખાના, સફેદ મૂસળી, કૌવચના બીજ, ગોખરૂ અને ઈસબગોલ આ બધાને સમાન માત્રામાં મિક્ષ કરીને ચૂર્ણ બનાવવું. એક ચમચી આ ચૂર્ણ સાકર સાથે મિક્ષ કરીને સવાર સાંજ દૂધ સાથે લેવું. આ વીર્યને શક્તિશાળી બનાવી સેક્સ કરવાની ઈચ્છા જગાડે છે.
 
ડુંગળી
 
અડધી ચમચી સફેદ ડુંગળીનો રસ, અડધી ચમચી મધ અને અડધી ચમચી સાકરને મિક્ષ કરીને સવાર-સાંજ સેવન કરવું. આ મિશ્રણ વીર્યપતનને દૂર કરવા માટે ઉપયોગી છે.
 
-સફેદ ડુંગળીના રસમાં આદુના રસની સાથે  શુદ્ધ મધ અને દેશી ઘી પાંચ-પાંચ ગ્રામની માત્રામાં લઈને એકસાથે મિક્ષ કરીને રોજ સાવરે નિયમથી એક મહિના સુધી સેવન કરવાથી યૌન ક્ષમતામાં ચમત્કારી ફાયદો થાય છે.
 
પલાશના ઝાડનું ગૂંદર
 
પલાશના ઝાડનું ગૂંદર 100 ગ્રામ લઈ તેને તવી પર સાતળવું. 100 ગ્રામ તાલમખાનાને પણ ઘીમાં સાતળવું. ત્યારબાદ બન્નેને બારીક કાપીને અડધી ચમચી સવાર-સાંજ દૂધની સાથે ભોજન કર્યાના બે-ત્રણ કલાક પહેલાં લેવું. આનું સેવન કરવા વીર્ય પાતળું રહેવું અને સેક્સ ક્ષમતામાં ઓછપની સમસ્યા જડથી મટે છે.
 
જાયફળ
 
15 ગ્રામ જાયફળ, 20 ગ્રામ હિંગૂલ ભસ્મ, અક્કલગરો 5 ગ્રામ અને 10 ગ્રામ કેસરને મિક્ષ કરીને બારીક પીસી લેવું. ત્યારબાદ તેમાં મધ મિક્ષ કરીને ખંડણી પીસવું. પછી ચણા જેવી ગોળીઓ બનાવી લેવી. દરરોજ સૂતા પહેલાં 2 ગોળી દૂધની સાથે સેવન કરવી. આનાથી લિંગનું ઢીલાપણું અને નપુંસકતા દૂર થાય છે
 
સફરજન
 
એક સફરજનમાં જેટલા બની શકે એટલા લવિંગ લગાવી દો. એક મોટી સાઈઝનું લીંબૂ લઈ લો. તેમાં પણ જેટલા વધારે બની શકે એટલા લવિંગ લગાવીને બન્ને ફળને એક સપ્તાહ માટે કોઈ વાસણમાં ઢાંકીને મૂકી દો. એક સપ્તાહ બાદ બન્ને ફળોમાંથી લવિંગ કાઢીને તેને અલગ-અલગ બોટલમાં ભરીને મૂકી દો. પહેલાં દિવસે લીંબૂવાળા બે લવિંગને બારીક પીસીને બકરીના દૂધ સાથે સેવન કરો. આ જ રીતે બીજા દિવસ સફરજનવાળા બે લવિંગને બકરીના દૂધ સાથે સેવન કરો. આ રીતે વારાફરતી 40 દિવસ સુધી 2-2 લવિંગનું સેવન કરો. આ સેક્સ ક્ષમતાને ખૂબ જ ઝડપથી વધારવાનું એક સરળ અને અક્સિર ઉપાય છે.
 
આમળા
 
-2 ચમચી આમળાના રસમાં એક નાની ચમચી સૂકા આમળાનું ચૂર્ણ અને 1 ચમચી શુદ્ધ મધ મિક્ષ કરીને દિવસમાં બે વાર તેનું સેવન કરવું. આવું નિયમિત કરવાથી સેક્સ પાવર ધીરે-ધીરે વધતું જશે.
 
-સેક્સ સંબંધી સમસ્યાઓમાં આમળા એક બહુ કારગર ઔષધી માનવામાં આવે છે. જેથી દરરોજ રાતે  એક ગ્લાસમાં આમળાનું ચૂર્ણ થોડી માત્રામાં લેવું અને તેમાં પાણી ભરી દેવું. સવારે આ પાણીમાં થોડી હળદર મિક્ષ કરીને બરાબર હલાવીને ગાળીને તે પાણી પી જવું.
 
-આ સિવાય આમળાના ચૂર્ણમાં સાકર મિક્ષ કરીને દરરોજ રાતે સૂતા પહેલા એક ચમચી આ ચૂર્ણનું સેવન કરવું. ત્યારબાદ થોડું પાણી પી લેવું. જે લોકોને બહુ વધારે સ્વપ્નદોષની સમસ્યા રહેતી હોય તેમણે રોજ એક ચમચી આમળાનો મુરબ્બો ખાવો. 
 
છુહારા (ખારેક)
 
ચાર-પાંચ છુહારા, બે-ત્રણ કાજૂ અને બે બદામને 300 ગ્રામ દૂધમાં સરખી રીતે ઉકાળી લેવું અને તેમાં બે ચમચી સાકર મિક્ષ કરીને રોજ રાતે સૂતા પહેલાં લેવું. આનાથી યૌન શક્તિ તો વધશે જ સાથે સેક્સ પ્રત્યેની અરૂચિ પણ દૂર થશે.
 
ગાજર
 
1 કિલો ગાજર, 400 ગ્રામ ખાંડ, 250 ગ્રામ માવો, 500 ગ્રામ દૂધ, છીણેલું નારિયેળ 10 ગ્રામ, કિશમિશ 10 ગ્રામ, 10 બારીક કાપેલા કાજૂ, એક ચાંદીનું વરખ અને 4 ચમચી દેશી ઘી લેવું. એક કડાઈમાં ઘી લઈ તેમાં ગાજર સાંતળવા જ્યાં સુધી તેનું પાણી સૂકાઈ જાય. પછી તેમાં ઉપરની બધી સામગ્રી નાખી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવી થાળીમાં ઢારી દેવું, પછી તેની પર વરખ લગાવી દેવું. આ હલવાને ચાર-ચાર ચમચી સવારે અને સાંજે ખાઈને દૂધ પીવું. આ વીર્યશક્તિ વધારી શરીરને તાકાતવાન બનાવે છે. આનાથી સેક્સ શક્તિ પણ વધે છે.
 
આમલી
 
અડધો કિલો આમલીના બીજ લઈ તેના બે ભાગ કરી દેવા. આ બીજને ત્રણ દિવસ સુધી પાણીમાં પલાળી રાખવા. ત્યારબાદ તેના છોતરા કાઢી લેવા અને સફેદ બીજને ખલમાં પીસી લેવા. તેમાં અડધો કિલો સાકર પીસીને મિક્ષ કરવી.ત્યારબાદ આ મિશ્રણને કાંચની એક બરણીમાં ભરી લો. હવે તેને સવાર સાંજ અડધી ચમચી દૂધ સાથે લો. આ તમારું વીર્ય જલ્દી પડવું જેવા રોગ મટાડી સંભોગ શક્તિને વધારશે.
 
કૌવચના બીજ
 
100 ગ્રામ કૌવચના બીજ અને 100 ગ્રામ તાલમખાના (એક પ્રકારના બીજ)ને પીસીને ચૂર્ણ બનાવી લેવું. પછી તેમાં 200 ગ્રામ સાકર પીસીને મિક્ષ કરી લેવી. નવશેકા દૂધમાં અડધી ચમચી આ ચૂર્ણ મિક્ષ કરીને દરરોજ પીવું. આનાથી વીર્ય ઘટ્ટ થાય છે અને નપુંસકતા દૂર થાય છે.

સાકર મિક્ષ કરીને દરરોજ રાતે સૂતા પહેલા એક ચમચી આ ચૂર્ણનું સેવન કરવું. ત્યારબાદ થોડું પાણી પી લેવું. જે લોકોને બહુ વધારે સ્વપ્નદોષની સમસ્યા રહેતી હોય તેમણે રોજ એક ચમચી આમળાનો મુરબ્બો ખાવો. 

લસણ
 
200 ગ્રામ લસણને પીસીને તેમાં 60 મિલી મધ મિક્ષ કરીને એક શીશીમાં ભરી બંદ કરી દેવું અને તેને કોઈ અનાજની સાથે 31 દિવસ માટે રાખી દેવું. 31 દિવસ બાદ 10 ગ્રામની માત્રામાં 40 દિવસ સુધી આ મિશ્રણ લેવું. આનાથી યૌન શક્તિમાં ગજબનો વધારો થશે અને નપુંસકતાની સમસ્યાથી બચી જશો.
 
સૂંઠ
 
4 ગ્રામ સૂંઠ, 4 ગ્રામ શાલ્મલી વૃક્ષનું ગૂંદર, 2 ગ્રામ અક્ક્લગરો, 28 ગ્રામ લીંડીપીપર અને 30 ગ્રામ કાળા તલને એકસાથે પીસીને તેનું બારીક ચૂર્ણ બનાવી લેવું. રાતે સૂતી વખતે અડધી ચમચી આ ચૂર્ણ લઈને ઉપરથી એક ગ્લાસ ગરમ દૂધ પી લેવું. આ રામબાણ ઔષધી શરીરમાં રહેલી નબળાઈને દૂર કરે છે અને સેક્સ શક્તિને ઝડપથી વધારે છે.
 
અજમો
 
100 ગ્રામ અજમાને સફેદ ડુંગળીના રસમાં પલાળીને સૂકવી લેવું. એકવાર સૂકાયા બાદ તેને ફરીવાર ડુંગળીના રસમાં પલાળીને સૂકવી લેવું. આ પ્રક્રિયા ત્રણવાર કરવી. ત્યારબાદ તેને પીસીને કોઈ બોટલમાં ભરી લેવું. આ ચૂર્ણ અડધી ચમચી લઈ તેમાં 1 ચમચી સાકર પીસેલી મિક્ષ કરીને તેને ખાવું. તેની ઉપર નવશેકું દૂધ પીવું. લગભગ એક મહિના સુધી આ મિશ્રણનું સેવન કરવું. આ દરમિયાન સંભોગ ન કરવું. આ સેક્સ ક્ષમતાને વધારનારો સૌથી સારો ઉપાય છે.  
 
એલચી
 
એલચીના બે ગ્રામ ચૂર્ણ, 1 ગ્રામ જાવિત્રીનું ચૂર્ણ, 5 બદામ અને 10 ગ્રામ સાકર લેવી. બદામને રાતે પાણીમાં પલાળી દેવી. સવારે તેને પીસીને તેનું પેસ્ટ બનાવી લેવું. પછી તેમાં અન્ય ઉપર જણાવેલી વસ્તુઓ મિક્ષ કરીને તેમાં બે ચમચી માખણ મિક્ષ કરીને રોજ સવારે તેનું સેવન કરવું. આ વીર્યને વધારે છે અને શરીરને સેક્સ માટે તાકાતવાન બનાવે છે.
 
તુલસી
 
15 ગ્રામ તુલસીના બીજ અને 30 ગ્રામ સફેદ મૂસળીનું ચૂર્ણ બનાવવું. પછી તેમાં 60 ગ્રામ સાકર મિક્ષ કરીને બોટલમાં ભરી લેવું. 5 ગ્રામની માત્રામાં આ ચૂર્ણ સવાર સાંજ ગાયના દૂધની સાથે લેવું. આનાથી દુર્બળતા નષ્ટ થાય છે. 
 
અશ્વગંધા
 
અશ્વગંધાનું ચૂર્ણ, આસંધ (એક ઔષધિ), વિદારી કંદ (એક જાતની ઔષધોપયોગી વનસ્પતિ)ને 100-100 ગ્રામમી માત્રામાં લઈને તેનું બારીક ચૂર્ણ તૈયાર કરી લેવું. આ ચૂર્ણને અડધી ચમચી માત્રામાં સવાર-સાંજ દૂધ સાથે લેવું. આ મિશ્રણ વીર્યની તાકાત વધારીને શીઘ્રપતનની સમસ્યામાંથી છુટકારો અપાવે છે.

Loading...

Loading...