રોજ કોફીમાં આ 5માંથી 1 વસ્તુ મિક્ષ કરીને પીઓ, સ્વાસ્થ્યને થશે અનેક લાભ

30 Sep, 2015

 દુનિયામાં કોફી લવર્સની કોઈ જ કમી નથી. એમાંય કોફીના રસિકોની નિત નવા અખતરા કરીને કોફીનો સ્વાદ માણવો ગમતો હોય છે. કોલ્ડ હોય કે હોટ, કોફીનો એક સિપ જ રિફ્રેશ કરી દે છે. મોટા-મોટા કોફી શોપ અને રેસ્ટોરેન્ટ કોફીમાં કેટલાક ખાસ પ્રકારના ફ્લેવર ઉમેરીને કોફીને વધુ સ્વાદિષ્ટ અને હેલ્ધી બનાવે છે. જેનાથી તે વધુ ટેસ્ટી તો લાગે જ છે સાથે તેનાથી મૂડ પણ ઝડપથી ફ્રેશ થઈ જાય છે. તો ચાલો આજે તમે જાણી લો કે ઘરે જ તમે આવી અલગ-અલલ હેલ્ધી કોફી કઈ રીતે બનાવીને પી શકો છો.

 
હેઝલ નટ
 
કોફીમાં હેઝલ નટ (એક જાતનો સૂકો મેવો)ના ઓઈલના કેટલાક ટીપાં કોફીમાં મિક્ષ કરીને તેનો ફ્લેવર કોફીમાં એડ કરી શકાય છે. આ કોફીને સ્મોકી ફ્લેવર આપે છે. તેમાં રહેલું વિટામિન ઈ સ્કિન અને વાળ માટે બહુ જ ફાયદાકારક માનવામાં આવે છે, સાથે જ તેમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે.
 
વેનિલા
 
જો તમને બહુ વધારે સ્ટ્રેસ રહેતો હોય કે ભૂખ ન લાગતી હોય તો તમે વેનિલા ફ્લેવરનો ઉપયોગ કરીને કોફી બનાવીને પી શકો છો. જી હાં, આ કોફી પીવાથી તમને ભોજન પ્રત્યેની અરૂચિ દૂર થશે અને સાથે જ તમે ફ્રેશ ફિલ કરશો. તેના માટે કોફી બનાવતી વખતે તેમાં વેનિલા એક્સટ્રેક્ટ મિક્ષ કરી શકો છો અથવા તો કોફી બીન્સની સાથે વેનિલા બીન્સને મિક્ષ કરીને પીસીને તેને નાખી શકો છો. 
 
તજ
 
તજ સ્વાસ્થ્ય માટે અત્યંત હેલ્ધી માનવામાં આવે છે. તમે ચા અને કોફીમાં પણ તજનો ઉપયોગ કરી શકો છો. જી હાં, કોફીને હેલ્ધી અને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં તજના પાઉડરને નાખી શકો છો. અથવા તો તજની એક સ્ટિકનો ઉપયોગ પણ કરી શકો છો. તજમાં રહેલું એન્ટીઓક્સીડેન્ટ શુગર લેવલને કંટ્રોલ કરે છે અને તે ઈમ્યૂન સિસ્ટમને પણ સારી રાખે છે. તો માત્ર કોફી પીવાને બદલે તેમાં આ વસ્તુને એડ કરીને પીઓ.
 
આદુ
 
આદુને ગુણોની ખાણ માનવામાં આવે છે. અનેક ઔષધીઓમાં આદુનો પ્રયોગ કરવામાં આવે છે. સાથે જ રોજિંદા જીવનમાં આદુનો ઉપયોગ અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવે છે. જો કોફી રસિકોને ટેન્ગી ફ્લેવર પસંદ હોય તો તેઓ માટે આદુવાળી કોફી બહુ જ સારી રહે છે. તેનાથી તરત જ એનર્જી મળે છે. તેના માટે કોફી બનાવતી વખતે આદુનો કટકો પીસીને કોફીમાં નાખી દેવો. આનાથી પાચન સંબંધી વિકારો દૂર રહેશે અને ગળાની સમસ્યાઓથી પણ રાહત મળશે.