નિસાનની દમદાર SUV

26 Dec, 2015

 જાપાની ઓટોમોબાઈલ કંપની નિસાન ધીરે-ધીરે ભારતમાં પગપેસારો કરી રહી છે. ઓટો મોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં આવી રહેલી ખબર મુજબ કંપની પોતાની ફુલ સાઈઝ્ડ એસયુવી નિસાન પેટ્રોલને જલદી ભારતમાં લોન્ચ કરશે.

 
નિસાન પટ્રોલનો લૂક એક દમદાર એસયુવી જેવો છે. તેના મજબૂત સોલ્ડર્સ, ઈમ્પોઝિંગ ફ્રન્ટ એન્ડ, ક્રોમનો ભરપૂર ઉપયોગ અને 18 ઈંચના વ્હીલ તેને શાનદાર લૂક આપે છે.
 
નિસાનની આ એસયુવી 5,140 મિમી લાંબી, 1,995 મિમી પહોળી અને 1,940 મિમી ઊંચી છે. આ ગાડીનો વ્હીલબેઝ 3075 મિમી અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 283 મિમી છે
 
પટ્રોલમાં 5.6 લીટરના 8 એન્જિન લગાવ્યા છે. આ એન્જિનની 7 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાવામાં આવી છે. આ ટ્રાન્સમિશનમાં મેન્યુઅલ મોડ અને અડેપ્ટિવ શિફ્ટ કંટ્રોલ જેવા ફીચર્સ પણ છે.
 
નિસાનનો દાવો છે કે, 5,552 સીસીની ક્ષમતા વાળા નિસાન પટ્રોલના આ એન્જિન 6.9 કિમી/લીટરની માઈલેજ આપે છે. જોકે, વાસ્તવિક પરિસ્થિતિઓમાં ફક્ત 4-5 કિલોમીટર/લીટરની માઈલેજ મળશે તેવું માની શકાય. ગાડીની ફ્યુઅલ ટેન્ક કેપેસિટિ 140 લીટર છે.
 
ગાડીનું ઈન્ટિરિયર શાનદાર છે, તમને આખા ડેશ્કબોર્ડ પર અને સેન્ટર કંસોલની આસપાસ લાકડાનું કામ જોવા મળશે. આ સિવાય પાછળ બેસનારા પેસેન્જર્સ માટે નિસાન પટ્રોલમાં વીડિયો એન્ટરટેનમેન્ટસ્ક્રિન લગાવવામાં આવી છે.
 
આ ગાડીની અંદર તમને ઘણી જગ્યા મળશે. નિસાન પટ્રોલમાં 8 લોકો આરામથી બેસી શકશે. આ લક્ઝુરિયસ એસયુવીમાં ટ્રાઈ-ઝોન ક્લાઈમેટ કંટ્રોલ એર-કન્ડિશનિંગ, સેકન્ડ રો એર કન્ડિશનિંગ કંટ્રોલ્સ અને ક્રુઝ કંટ્રોલ જેવા ફિચર્સ હોય છે.
 
પટ્રોલમાં પેસેન્જર્સની સેફ્ટીમાં સેફ્ટીનો પણ ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. તો કારમાં સ્પેસ પણ ખાસી છે. જેમાં 550 લીટરની લગેજ સ્પેસ છે અને રિયર સીટને ફોલ્ડ કરવામાં આવે તો તે સ્પેસ 3,100 લીટર સુધીની થઈ શકે છે.
 
ભારતમાં નિસાન પટ્રોલની કિંમત 1 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. તેની ટક્કર ટોયોટા લેન્ડ ક્રૂઝર, રેંજ રોવર સ્પોર્ટ અને મર્સિડિઝ બેન્ઝ જીએલ ક્લાસ જેવી ગાડીઓ સાથે થશે.