કેળા-અખરોટના પુડલા

15 May, 2015

સામગ્રી
¼ કપ છુંદેલા કેળા
½ કપ અખરોટનો ભુક્કો
1 કપ ઘઉંનો લોટ
2 ચમચા કોર્નફ્લેક્સનો ભુક્કો
½ કપ દુધ
½ ચમચી વેનિલા એસેન્સ
½ ચમચી બેકિંગ પાઉડર
4 ચમચા ખાંડ
1 ચમચો મેલ્ટેડ બટર
3 ચમચી બટર શેકવા માટે
 
સર્વિંગ માટે
કેળાની સ્લાઈસ
મધ
 
રીત
સર્વિંગ સિવાયની બધી સામગ્રીને એક બાઉલમાં સારી રીતે મિક્સ કરી લો. પછી તેમાં અડધો કપ પાણી રેડી ફરી મિક્સ કરી લો. વચ્ચે ગઠ્ઠા રહી ન જાય તેનું ખાસ ધ્યાન રાખી ખીરૂ તૈયાર કરવું. એક તવી પર બટર લગાવી તેને ગરમ કરો. પછી તેના પર ખીરૂ રેડી પુડલાને પાકવા દો. પુડલાની કિનારી પર બટર લગાવી તેને બ્રાઉન થાય ત્યાં સુધી શેકો પછી તેને પલટી ફરી કિનારી પર બટર લગાવો અને શેકાવા દો, બીજી બાજુ પણ બ્રાઉન થઈ જાય એટલે ઉતારી લઈ તેને ગરમા ગરમ પ્લેટમાં સર્વ કરી તેને મધ અને કેળાની સ્લાઈસથી ગાર્નિશ કરી સર્વ કરો.