સ્ત્રીઓ સાથે જોડાયેલી આ 10 સમસ્યાઓ અંગે, દરેક સ્ત્રીએ જાણવું છે જરૂરી

31 Aug, 2015

 આજકાલની ફાસ્ટ અને ભાગદોડવાળી લાઈફમાં સૌથી વધારે કોઈ હેરાન થાય છે તો તે સ્ત્રીઓ છે. એમાંય જે સ્ત્રી નોકરીયાત હોય તો તેને ઓફિસની સાથે ઘર પર સંભાળવું પડે છે અને આ જવાબદારીઓનો ભાર સ્ત્રીઓને અનેક સમસ્યાઓ પણ આપે છે. ફાસ્ટ લાઈફમાં પોતાના પર ધ્યાન આપવું સ્ત્રીઓ માટે મુશ્કેલ બની જાય છે. જેના પરિણામે તેમને અનેક બિમારીઓ ઝડપથી ઘેરી લે છે. આજે અહીં 10 એવી સમસ્યાઓ અંગે જણાવી રહ્યા છીએ, જે બેદરકારી, અનહેલ્ધી લાઇફસ્ટાઇલ અને વધતી ઉંમરની સાથે સ્ત્રીઓને થાય છે. 

 
યુટીઆઇ (Urinary tract infection)
 
વધારે નાના યૂરેથ્રસ (મૂત્રમાર્ગ) હોવાના કારણે સ્ત્રીઓમાં બ્લેડર કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે. યૂરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન પુરૂષોથી વધારે સ્ત્રીઓમાં હોય છે. યુટીઆઇ કિડનીથી આરંભ થઇને ટ્યૂબ્સથી મૂવ કરીને યૂરિનરી ટ્રેક્ટ સુધી પહોંચે છે અને મૂત્રમાર્ગમાં જઇને તેને પ્રભાવિત કરે છે. આ જોખમ માસિક ધર્મ બંધ થયા બાદ વધી જાય છે. ગર્ભાવસ્થા દરમિયાન યૂરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન થવાના સૌથી મુખ્ય લક્ષણ યુરિન કરવા દરમિયાન થતું દર્દ અને બળતરાં છે. આ સાથે વેજાઇનામાં દર્દ અથવા બળતરા થવી, ઇન્ટરકોર્સ દરમિયાન દર્દ, વારંવાર પેશાબ કરવા જવું, યુરિનમાં દુર્ગંધ આવવી, પેટના નીચેના ભાગમાં દર્દ થવું, યુરિનનો રંગ પીળો પડવો, લોહી વહેવું, કમરના નીચેના ભાગમાં દર્દ થવું વગેરે હોય છે.
 
મેટાબોલિક સિન્ડ્રોમ 
 
તેમાં હાઇ બ્લડપ્રેશર, હાઇ બ્લડ શુગર અને લો કોલેસ્ટ્રોલ હોય છે, જેનાથી હૃદય સાથે જોડાયેલી બિમારીઓ અને ડાયાબિટીસનું જોખમ રહે છે. જો હેલ્ધી ડાયેટ, એક્સરસાઇઝ અને યોગ્ય ટાઇમ પર ઇલાજ કરવામાં આવે, તો આ સિન્ડ્રોમ ઠીક થઇ જાય છે. માસિક ધર્મ બંધ થવાથી અને ગર્ભનિરોધક લેવાથી પણ મેટાબોલિક સિન્ડ્રોમનું પણ જોખમ વધી જાય છે.  
 
ફાઇબ્રાઇડ્સ 
 
અત્યારના સમયમાં શહેરોમાં રહેતી દર ત્રીજી અથવા ચોથી મહિલાને ફાઇબ્રાઇડ્સ છે. આ બિમારીમાં માસિક ધર્મમાં વધારે લોહી વહેવું, કમરમાં દર્દ રહેવું અને પ્રેગ્નન્સીમાં પરેશાની રહે છે. તેમાં યૂટરસમાં ફાઇબર્સ વધવા લાગે છે. આ ફાઇબર્સ માસિક ધર્મના સમયે ક્યારેક ક્યારેક સંકોચાઇ જાય છે. આ ફાઇબર્સનું વજન વધીને એક કિલોગ્રામ સુધી હોઇ શકે છે, જેના કારણે ઇન્ટરકોર્સ દરમિયાન દર્દ અને વારંવાર યુરિનેશન (પેશાબ)ની મુશ્કેલીઓ હોય છે. 
 
મેદસ્વિતા 
 
મોટી ઉંમરના લોકોમાં ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ અને સ્ટ્રોકનું જોખમ, નાની ઉંમરમાં મોત થવાનું જોખમ રહેલું છે. માત્ર અનહેલ્ધી ડાયેટ જ નહીં, પણ સ્ત્રીઓમાં મેદસ્વિતાના કારણે માસિક ધર્મ યોગ્ય રીતે ન થવું, ઇન્ફર્ટિલિટી અને મિસકેરેજ પણ છે. જે સ્ત્રીઓ જરૂરિયાત કરતા વધારે ફેટ ધરાવે છે, તેઓને પ્રેગ્નન્સી દરમિયાન ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે. તેઓને ઇન્ફેક્શન, હાઇપર ટેન્શન અને ગેસ્ટેશનલ ડાયાબિટીસ થવાનું જોખમ રહે છે. ભારતમાં લોકો અન્ય દેશોની સરખામણીમાં ઝડપથી મેદસ્વી બને છે. ઓબેસિટી ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા અનુસાર, ત્રણ ટકાથી વધારે ભારતીય ક્લિનિકલી ઓબીસ અને 25 ટકાથી ઓવરવેઇટ હોય છે. 
 
ડિપ્રેશન 
 
ડિપ્રેશન પુરૂષોથી વધારે સ્ત્રીઓમાં હોય છે. આ કન્ડિશનમાં સ્ત્રીઓને બધું જ નેગેટિવ લાગે છે, તેઓ ખુશ નથી રહી શકતા. કંઇ પણ એન્જોય નથી કરી શકતી. તેના કારણે માનસિક ક્ષતિ, દુઃખ, રિલેશનમાં પરેશાનીઓ, જેનેટિક ગરબડ, આલ્કોહોલની આદત, મેદસ્વિતા વગેરે થઇ શકે છે. તો લગ્ન બાદ સ્ત્રીઓમાં તેના કેટલાંક અલગ કારણો પણ જોડાઇ જાય છે. જેમ કે, પ્રેગ્નન્સી બાદ હોર્મોનલ ચેન્જ, માસિક ધર્મ બંધ થઇ જવું વગેરે. લગભગ 80 ટકા સ્ત્રીઓને પોસ્ટપાર્ટમ ડિપ્રેશન (બાળકના જન્મ બાદ આવતું ડિપ્રેશન) થાય છે. તેમાં કેટલીક સ્ત્રીઓ ઠીક થઇ જાય છે, તો કેટલીક સ્ત્રીઓને રિકવર થવામાં વધારે સમય લાગે છે. આ ડિપ્રેશન દરમિયાન સ્યુસાઇડના વિચારો, વારંવાર રડવું, ઉંઘ ખરાબ થવી, વજનમાં ઘટાડો, ગિલ્ટ ફિલિંગ અને આસપાસની ચીજોમાં મન ના લાગવું વગેરે જેવા લક્ષણ જોવા મળે છે. 
 
બ્રેસ્ટ કેન્સર 
 
આ બિમારી સ્ત્રીઓમાં સૌથી સામાન્ય અને ખતરનાક છે. મેડિકલ એક્સપર્ટ અનુસાર, ભારતમાં દર પાંચમાંથી ચાર મહિલા આ બિમારીથી પીડિત હોય છે. તો વળી, કેન્સર રજિસ્ટ્રી અનુસાર, શહેર સ્ત્રીઓમાં ગ્રામીણ સ્ત્રીઓના મુકાબલે બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ બેગણું વધી જાય છે. બ્રેસ્ટ કેન્સરના મુખ્ય કારણ ખરાબ ખાન-પાન, તમાકુ, આલ્કોહોલ, ફિટનેસ પર ધ્યાન ન આપવું, એકથી વધારે રિલેશન, પ્રિમેચ્યોર સેક્સ અને મોડા લગ્ન કરવા છે. ભારતમાં દર વર્ષે આ બિમારીથી લગભગ 33 હજાર સ્ત્રીઓના મોત નિપજે છે. 
 
એનિમિયા
 
શું દિવસ શરૂ થતા જ તમે થાકનો અનુભવ કરો છો, તમારી સ્કિનનો રંગ ફિક્કો પડી રહ્યો છે, શું તમારાં નખ ઝડપથી તૂટી જાય છે. જો હા, તો તમને એનિમિયા હોઇ શકે છે. ફેમિલી, કરિયર અને બાકીની જવાબદારીઓને સંભાળતા-સંભાળતા સ્ત્રીઓને થાક લાગવો સામાન્ય બાબત છે, પરંતુ કોઇ પણ કારણ વગર થાક લાગવો એનિમિયાના લક્ષણ છે. તેમાં રેડ બ્લડ સેલ્સ (RCB)ની ખૂનમાં કમી થઇ જાય છે. લોહી રેડ બ્લડ સેલ્સની ઉણપ હિમોગ્લોબિનમાં ઓક્સિજનની ઉણપથી થાય છે. તેમાં થાક લાગવો, ચિડિયાપાણું, જીભમાં લાલા રંગના ડાઘ, હોઠની કિનારીઓ ફાટી જવી, માસિક ધર્મમાં લોહી વહેવું, વિટામિન બી2, બી6, બી12 અને ફોલિક એસિડની ઉણપ વર્તાય છે. 
ફિલિંગ અને આસપાસની ચીજોમાં મન ના લાગવું વગેરે જેવા લક્ષણ જોવા મળે છે.
 
હાડકાંઓ કમજોર થવા 
 
સ્ત્રીઓને વધતી ઉંમરની સાથે ન્યૂટ્રિશનની જરૂર હોય છે, જેમ કે, આર્યન, ફોલિક એસિડ અને કેલ્શિયમ - કારણ કે સ્ત્રીઓમાં હાડકાંઓ સાથે સંબંધિત પરેશાનીઓ જેમ કે, લો કેલ્શિયમ, હાડકાંઓ કમજોર હોવાના કારણે ફ્રેક્ચર, વિટામિન ડીની ઉણપ હોય છે. વધારે એક્સરસાઇઝથી પણ સ્ત્રીઓના હાડકા કમજોર થઇ જાય છે. આનાથી બચવા માટે સિગારેટ અને આલ્કોહોલથી બચવું જોઇએ. સાથે સાથે વજન સંતુલિત રાખવું જોઇએ અને કેલ્શિયમ સહિત વિટામિન ડીવાળું ભરપુર ડાયેટ લેવું જોઇએ. 
 
વેજિનાઇટિસ 
 
વેજાઇના (યોનિ)માં ખંજવાળ, રેડનેસ, અસામાન્ય વેજિનલ ડિસ્ચાર્જ, વેજાઇનામાં સ્મેલ, યુરિનેશન દરમિયાન બળતરાં અને સેક્સ દરમિયાન દર્દ વગેરે વેજિનાઇટિસના લક્ષણ હોઇ શકે છે. ઘણીવાર આ લક્ષણો સિવાય સ્ત્રીઓનું વધારે બિમાર રહેવું, ટાઇટ કપડાં પહેરવા, યોનિમાંથી ક્રિમ જેવો પદાર્થ નિકળવો, ફિકલ કન્ટેમનેશન (મળ દૂષિત થવું) વગેરેથી પણ વેજિનાઇટિસ થઇ શકે છે. 
 
માસિક ધર્મ 
 
તમામ સ્ત્રીઓમાં માસિક ધર્મ દરમિયાન કેટલીક પરેશાનીઓ થવી તે સામાન્ય વાત છે, કારણ કે તેમાં દર મહિને ગર્ભાશય સેલ્સમાં ફેરફાર થાય છે અને માસિક ધર્મ દરમિયાન તેમાં સોજા આવી જાય છે. આનાથી સેલ્સ વધી જાય છે અને તે દર્દનું કારણ બને છે. ઘણીવાર પીરિયડ્સમાં અનિયમિત લોહી વહેવું અને આખું શરીર અને પેલ્વિકમાં દર્દ પણ થાય છે. તેનાથી કેટલીક સ્ત્રીઓમાં ઇન્ફર્ટિલિટીની પણ ફરિયાદ રહે છે.