અનિલ કપૂરનો 'ઝકાસ' નવો લુક

09 Mar, 2015

બોલીવુડના 'ઝકાસ' એકટર અનિલ કપૂર આજકાલ ઝોયા અખ્તરની ફિલ્મ 'દિલ ધડકને દો'માં કામ કરી રહ્યાં છે. તેમનો આ ફિલ્મમાં એકદમ અલગ જ લુકમાં દેખાશે. તેમનો નવો લુક સામે આવ્યો છે.

આ ફિલ્મ ઝોયા અખતરે ડાયરેક્ટ કરી છે. ફિલ્મની વાર્તા રીમા કાગતીએ લખી છે. આ ફિલ્મમાં અનિલ કપૂર ઉપરાંત બોલીવુડનાં અન્ય મોટા એકટર એટલે અનુષ્કા, પ્રિયંકા, ફરહાન અને રણવીરનો પણ સમાવેશ થાય છે.

ફિલ્મની વાર્તા પંજાબી પરિવાર ક્રૂઝ પર જાય છે એવી છે. ફિલ્મની શૂટીંગ ગયા વર્ષે બાર્સિલોના અને ભારતમાં થઈ ગય છે અને એક્સેલ એન્ટરટેનમેન્ટના બેનરની આ ફિલ્મ 5 જૂન 2015માં રિલીઝ થશે.

Loading...

Loading...