ગોડઝીલા હકીકતમાં છે, જોઈ લો Videoમાં તેનો પુરાવો

13 Apr, 2016

 હોલિવુડની ફિલ્મ ગોડઝીલાને જોઈને જ થિયેટરમાં શરીર પર રુંવાટી ઉભી થઈ જતી હોય, તો જો આવો ગોડઝીલા નજર સામે આવી જાય તો આવી જ બને. પણ એ તો ફિલ્મમાં હતો ને, હકીકતમાં આવુ પ્રાણી નથી તેવુ તમે કહેશો. પણ, હકીકતમાં આવુ પ્રાણી છે. અહી રજૂ કરેલી તસવીર કોઈ ફિલ્મની નથી. હકીકતમાં સમુદ્રમાં આવુ જળચર પ્રાણી મળી આવ્યું છે.

આ ઈન્ક્રેડિબલ તસવીરો પેસીફીક મહાસાગરની છે. જ્યાં પાણીના તળિયે મરજીવાઓને 6 ફૂટ લાંબો ગોડઝીલા જોવા મળ્યો છે. જેનું રિયલ નામ ઈગુઆના છે. સાગરના 
તળિયે તે ખોરાકની શોધમાં ફરી રહ્યું છે તેવો વીડિયો પણ પ્રત્યક્ષ જોઈ લો. 

આ વીડિયો સ્ટીવ વિન્કવર્થ નામના મરજીવાએ રેકોર્ડ કર્યો છે અને તેણે જ યુટ્યુબ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયો ગાલાપાગોસ આઈલેન્ડના ઈસાબેલા કોસ્ટલ એરીયામાંથી લેવાયો છે. જોકે, આ ગોડઝીલાથી ડરવાની જરૂર નથી. તે હોલિવુડની ફિલ્મ ગોડઝીલાનું મિની વર્ઝન છે. તે વેજિટેરિયન છે. અને 9 મીટર ઊંડાણ સુધી ડાઈવિંગ કરવામાં તે માસ્ટર છે.