ધન અને ખુશહાલીને આકર્ષે છે ઘરની આ 15 વાતો, એકવાર અપનાવો!

08 Jun, 2015

ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ઉન્નતિ માટે દરવાજા સાથે જોડાયેલ આ વાસ્તુ નિયમોનું દરેક વ્યક્તિએ પાલન કરવું જોઇએ, જેનો ફાયદો તમે જાતે પણ જોઇ શકો છો.

વાસ્તુ વિજ્ઞાનમાં ઘરના દરવાજાનું ખૂબ જ મહત્વ જણાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ધરનો દ્વાર જ સૌથી પહેલાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જાથી પ્રભાવિત થાય છે અને તેનાથી ઘર પર સારો પ્રભાવ પણ પડે છે. ચાઇનિઝ વાસ્તુ વિજ્ઞાન ફેંગશુઈ પણ આ વાતનો સ્વીકાર કરે છે અને કહે છે કે, સુખ સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને ઉન્નતિ માટે દરવાજાનું વાસ્તુ દોષ રહિત હોવું જોઇએ.
 
વાસ્તુ વિજ્ઞાન મુજબ દરવાજો ખોલતી અને બંધ કરતી સમયે અવાજ ન આવવો જોઇએ. જો આવું થાય તો તેને અશુભ ફળદાયી માનવામાં આવે છે.
 
દરવાજો જો અંદરની તરફ નમેલો રહેતો હોય તો ઘરમાં પરેશાની બની રહે છે. જ્યારે બહારની તરફ નમેલો રહેતો હોય તો ઘરના માલિકને મોટાભાગે ઘરથી બહાર રહેવાનું જ થાય છે. વિદેશો સાથે જોડાયેલો કારોબાર અથવા માર્કેટિંગના કામોમાં જે લોકો છે તે પોતાના ઘરનો દરવાજો થોડો બહારની બાજુ નમેલો રાખશે તો ફાયદામાં રહેશે. અન્ય લોકોએ દરવાજો કોઇપણ બાજુ નમેલાં રાખવો જોઇએ નહીં.
 
મુખ્ય દરવાજો હમેશાં અંદરની તરફ જ ખુલવો જોઇએ. દરવાજાનું બહારની દિશા બાજુ ખુલવું શુભ માનવામાં આવતું નથી. આવું થવાથી ઘરના સભ્યો હમેશાં બીમાર રહે છે અને ખર્ચાનું પ્રમાણ પણ વધે છે.
 
ઘરનો મુખ્ય દરવાજો વધારે ઉંચો હોવા પર રાજદંડ એટલે કે, સરકારી મામલાઓમાં કોઈ આરોપ લાગી શકે છે અથવા સરકાર પાસેથી દંડ મળી શકે છે. આવા ઘરમાં રોગ વૃદ્ધિ પણ થઇ શકે છે.
 
ઘરનો મુખ્ય દરવાજો જમીન સાથે ઘસાઇને ખુલે તો તેને સારો સંકેત માનવામાં આવતો નથી. આ સંકતનો અર્થ થાય છે કે, તે ઘરના સભ્યોએ આર્થિક મામલાઓમાં સંઘર્ષ કરવો પડે છે. ધન કમાવવા માટે પરિશ્રમ પણ કરવો પડી શકે છે.
 
ઘરના મુખ્ય દ્વાર પર વૃક્ષ, થાંબલા અથવા અન્ય કોઇ વસ્તુની છાયા પડવી શુભ માનવામાં આવતી નથી આવું કરવાથી નિર્ધનતા આવે છે.
 
ઘરનો મુખ્ય દ્વાર મકાનની વચ્ચે ન હોવો જોઇએ. આવું થવા પર ઘરની સ્ત્રીને કષ્ટનો સામનો કરવો પડે છે. ઘરમાં ઘણા પ્રકારના વિવાદ અને શોક તથા હાનિ થાય છે.
 
વાસ્તુ વિજ્ઞાન મુજબ ઘરનો મુખ્ય દરવાજો વધારે પહોળો ન હોવો જોઇએ. વાસ્તુના નિયમ મુજબ દરવાજાની પહોળાઇથી ઠીક બે ગણી તેની લંબાઈ હોય તો આવા ઘરમાં ઉન્નતિ અને ખુશહાલી બની રહે છે. વધારે પહોળો દરવાજો રોગ અને ખર્ચ વૃદ્ધિ કરનાર માનવામાં આવે છે.
 
જો ઘરનો દરવાજો આપમેળે જ ખુલતો અથવા બંધ થતો હોય તો તેને ઠીક કરાવી લેવો જોઇએ. વાસ્તુ વિજ્ઞાન મુજબ આપમેળે જ દરવાજો ખુલવા પર માનસિક પરેશાની અને મતિભ્રમ પેદા થાય છે જ્યારે આપમેળે બંધ થવા પર અનિષ્ટકારક અને કુળનો નાશ કરનાર માનવામાં આવે છે.
 
મુખ્ય દ્વારની સામે પથ્થરનો ઢગલો અથવા ચટ્ટાન ન હોવી જોઇએ. જો આવું હોય તો દુશ્મનોની સંખ્યા વધે છે અને પથરી રોગ થવાની સંભાવના પણ વધી જાય છે.
 
દરવાજાની આસપાસ ડસ્ટબીન, કચરો અને ભંગાર ન રાખવો જોઇએ. જો આવી કોઇ વસ્તુ દરવાજાની સામે હોય તો ઘરના સભ્યોમાં અને ઘરમાં ઉન્નતિ બાધિત થાય છે. સાથે જ, ધનહાનિ અને નુકસાનનો પણ સામનો ઘરના લોકોએ કરવો પડે છે.
 
ઘરના મુખ્ય દરવાજાની ઠીક પાછળ અને ઉપર દરવાજો હોવો જોઇએ નહીં. જો ઘરની બનાવટ આવી હશે તો જેવું ઘરમાં ધન આવશે તેવું જ તે જતું પણ રહેશે.
 
ઘરના દરવાજા પર વિન્ડ ચાઇમ અને નેમ પ્લેટ શુભ ફળદાયી માનવામાં આવે છે.