રહેવું છે સ્લિમ એન્ડ ટ્રીમ તો ખાવ આ 9 ખોરાક, ઝડપથી બર્ન થશે એક્સ્ટ્રા કેલેરી

26 Aug, 2015

 ઝડપથી વધતી મેદસ્વિતાની સમસ્યા સંપૂર્ણ દેશ અને દુનિયા માટે એક મોટું પડકાર બની ચૂકી છે, પરંતુ તેનાથી છુટકારો મેળવવા માટે ભોજન કરવાનું બંધ કરવાની જરૂર નથી, કારણ કે એવા કેટલાય ખાદ્ય પદાર્થ હોય છે જેના સેવનથી શરીરની કેલોરી જલ્દી બર્ન થાય છે. આજે અમે તમને એવા જ કેટલાક ફૂડ વિશે જણાવીશું જેનું સેવન કરીને તમે ઝડપથી વજન ઉતારી શકો છો...

આજકાલ મેદસ્વિતાની સમસ્યા ખૂબ ઝડપથી વધી રહી છે ત્યારે આ દેશુ અને દુનિયા માટે એક મોટું પડકાર પણ બની ચૂકી છે, પરંતુ તેનાથી છુટકારો મેળવવા માટે ભોજન બંધ કરી દેવું જોઈએ? ના, જરાય નહીં, ભોજન બંધ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે એવા કેટલાય ખાદ્ય પદાર્થ હોય છે જેના સેવનથી શરીરની કેલોરી જલ્દી બર્ન થાય છે અને વજન ઘટે છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ ખોરાક ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેને તમે દરરોજ ખાઈ પણ શકો છો. સાથે જ તેના સેવનથી શરીરને સ્ફૂર્તિ અને ઉર્જા પણ મળે છે. તો ચાલો જાણીએ ક્યા છે એ ખોરાક તેને ખાઈને તમે તમારી વધારાની કેલેરી બર્ન કરી શકો છો...
 
1. આખા અનાજ
 
કેટલાય શોધમાં આ સાબિત થઈ ગયું છે કે આખા અનાજના સેવનથી શરીરને ભરપૂર ઉર્જા મળે છે અને કેલેરી પણ વધુ બર્ન થાય છે. તેના સેવનથી મેટાબોલિઝ્મ મજબૂત થાય છે અને બીમારીઓથી રક્ષણ થાય છે. આખા અનાજમાં પ્રોટીન, વિટામિન અને કાર્બોહાઇડ્રેટ વિપુલ પ્રમાણમાં હોય છે. આખા અનાજનું સેવન કરવાથી પાચન ક્રિયા પણ બહેતર થાય છે અને વારંવાર ભૂખ પણ નથી લાગતી.
 
2. મોસંબી
 
મોસંબી એટલે ગ્રેપફ્રૂટનું સેવન કરવાથી મેટાબોલિઝ્મ સારું રહે છે અને તે કેલેરી બર્ન કરવામાં પણ મદદ કરે છે. મોસંબીમાં ફાઇબર વિપુલ પ્રમામમાં હોવાથી તે ઝડપથી વજન ઉતારવા મદદરૂપ થાય છે. સાથે જ મોસંબી અથવા તેના જ્યુસના સેવનથી શરીરમાં ગ્લૂકોઝની માત્રા પૂરતા પ્રમાણમાં રહે છે.
 
3. બરફથી થાય છે કેલેરી બર્ન
 
કેટલાક ખોરાક નિષ્ણાતો બરફથી કેલેરી બર્ન કરવાની સલાહ પણ આપે છે. ભલે બરફથી વજનમાં કોઈ આશ્ચર્યજનક બદલાવ ન આવે, પરંતુ થોડી ઘણી કેલેરી તો ચોક્કસ ઓછી થાય છે. બરફ ખાવાથી મેટાબોલિઝ્મ ઝડપથી કામ કરવા લાગે છે અને શરીરની કેટલીક ઉર્જા બરફને ગરમ કરવામાં ખર્ચ થાય છે
 
4. ગ્રીન ટી
 
ગ્રીન ટીમાં એવા કેટલાય ગુણ મોજુદ હોય છે જે મેટાબોલિઝ્મને તેજ કરે છે. દરરોજ ગ્રીન ટીનું સેવન કરવાથી કેટલીય ખતરનાક બીમારીઓથી પણ રક્ષણ થાય છે. ગ્રીન ટીમાં વિપુલ પ્રમાણમાં મોજુદ એન્ટિઓક્સીડેંટ્સ શરીરને સ્વસ્થ અને નિરોગી રાખે છે. તેને નિયમિતપણે સવારે ખાલી પેટ પીવાથી વજન ઘટે છે અને તાજગી મળે છે.
 
5. ઓમેગા-3
 
આ સંબંધીમાં કેટલાય શોધ થઈ ચૂક્યાં છે અને એ પ્રમાણિત કરી ચૂક્યાં છે કે ઓમેગા-3ના સેવનથી મેટાબોલિઝ્મ તંદુરસ્ત બન્યું રહે છે. આ એક પ્રકારનું ફેટી એસિડ હોય છે, જે લેપ્ટિન લેવલ હાર્મોન પર પ્રભાવ નાખે છે અને કેલેરી ખર્ચ કરવામાં મદદ કરે છે. ઓમેગા-3 શરીરમાં સ્વયંથી નથી બનતા એટલે તેને માછલીઓ અને બીનસ વગેરેથી પ્રાપ્ત કરવામાં આવે છે. ટૂના, હિયરિંગ, સાલમન વગેરે માછલીઓમાં ઓમેગા-3 વિપુલ પ્રમાણમાં હોય છે.
 
6. સેલેરી
 
સેલેરી એટલે અજમાના પાનમાં કેટલાય લાભદાયક તત્વો મોજુદ હોય છે. તેના સેવનથી કેલેરીની માત્રા શરીરમાં ઓછી પહોંચે છે, પરંતુ ઉર્જા સતત પ્રાપ્ત થાય છે. આ એક પ્રકારના પાનવાળા શાક છે, જેમાં કેટલાય પ્રકારના પોષક તત્વો મોજુદ હોય છે.
 
7. કોફી
 
દરરોજ સવારે કોફીની સાથે કરેલી શરૂઆત શરીરને ઉર્જા અને સ્ફૂર્તિથી ભરી દેતી હોય છે. તેમાં મોજુદ કેફીન આપણને ઉર્જા આપે છે. કોફી પીવાથી હાર્ટ રેટ પણ વધી જાય છે અને લોહીમાં ઓક્સીજનની માત્રા પણ વધે છે સાથે જ કેલેરી પણ ઘણી બર્ન થાય છે, પરંતુ ધ્યાન રાખો કે જો તમે તેમાં ખાંડ અને ક્રીમ મિક્સ કરી દેશો તો તેના ગુણ ઓછા થઈ જાય છે. બહેતર રહેશે કે તેને ખાંડ વિના જ પીવો.
 
8. એવોકાડો
 
એવોકાડો શરીરની ચરબીને ખૂબ ઝડપથી ત્રણ ગણી ખતમ કરી દે છે. એવોકાડોમાં અનસેચ્યુરેટેડ ચરબી હોય છે જે મેટાબોલિઝ્મને બનાવી રાખે છે અને શરીરની કોશિકાઓને ઉર્જા પણ આપે છે, જેથી તેમને નુકસાન ન થાય. તેના સેવનથી કોલેસ્ટ્રોલ લેવલનું સ્તર ઓછું થાય છે, ઘાવ જલ્દી ભરાય જાય છે અને હૃદયના રોગ થવાની શક્યતાઓ પણ ઓછી થાય છે. આ વાળ તથા આંખ માટે પણ સ્વાસ્થ્યવર્ધક હોય છે.
 
9. ચિયા સીડ
 
ચિયા સીડમાં પ્રોટીન, ફાઇબર અને ઓમેગા-3 ફેટ વિપુલ પ્રમાણમાં હોય છે અને આ મેટાબોલિઝ્મ, પાચનક્રિયા અને ગ્લૂકોનને બહેતર કરે છે. તેના સેવનથી હાર્મોન્સમાં પરિવર્તન થાય છે અને ફેટ ઓછું થઈ જાય છે. તમે ચિયા સીડને દહીં, સલાહની સાથે અથવા પલાળીને કાચું પણ ખાઈ શકો છો.