તબ્બુ અને મનોજ વાજપેયીની દીકરી થઇ ગઇ "MISSING", રુંવાટા ઉભા કરી દેશે વીડિયો

24 Mar, 2018

 બોલીવુડના દમદાર બે સ્ટાર એક સાથે આવે તો દિલો પર છવાય જશે. અભિનેત્રી તબ્બુ અને મનોજ વાજપેયીની ફિલ્મ મિસિંગનું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે.

તબ્બુ ગોલમાલ અગેન પછી હવે ફરી પાછી પોતાનો અભિનયનો જાદુ વિખેરવા આવી રહી છે. મનોજ વાજપેયી, તબ્બુ અને અનુ કપુર સ્ટારર ફિલ્મ મિસિંગનું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું છે.

ફિલ્મના નિર્દેશ મુકુલ અભ્યંકર કરી રહયા છે. જયારે નિર્માતા નીરજ પાંડે અને મનોજ વાજપેયી છે. આ એક સાઇકોલોજીકલ થ્રિલર ફિલ્મ છે જેમાં તબ્બુ લીડ રોલમાં છે.

ફિલ્મનું ટ્રેલર ઘણું દમદાર અને રૂંવાટા ઉભા કરી દેનારું છે. તબ્બુ અને મનોજ પતિ-પત્નીના અભિનયમાં છે અને બંનેની એક દીકરી પણ છે. તિતલી નામની તેની દીકરી અચાનક ગાયબ થઇ જાય છે જેના માટે બંને પર જ શક હોય છે એની તપાસ અનુકપુર કરી રહયા છે.