નાઇટ આઉટ અ ટેઇલ ઓફ ફ્રેન્ડશિપ એન્ડ લવ

09 Oct, 2015

 ફિલ્મ : નાઇટ આઉટ અ ટેઇલ ઓફ ફ્રેન્ડશિપ એન્ડ લવ 

રિલીસ ડેટ : 9/10/2015
રિલીસ કરવાના સ્થળો : રાજકોટ , અમદાવાદ , સુરત , બરોડા અને ભાવનગર 
 
આમીર જસદણવાલા વિષે જાણકારી
 26 વર્ષીય આમીર જસદણવાલા એમ.એસસી બાયોટેક્નોલોજી ભણેલ છે. તેમણે  તેમની કેરિયર એક સાઇન્સ ના ટીચર તરીકે ચાલુ કરી હતી . એસએનકૅ અને રાજકુમાર કોલેજ જેવી રાજકોટ ની નામી સ્કૂલોમા કામ કર્યા પછી તેમણે કલા ના જગત માટે તેમની નોકરી છોડી દીધી . સંગીત માં આતા મોહમ્મદ ખાન પઠાણ પાસે  5 વરસ ની તાલીમ લીધા બાદ  તેઓ ને ફોટોગ્રાફી નો શોખ લાગ્યો . પેહલા તો તેમણે મોબાઇલ ફોન થી ફોટોગ્રાફી શરૂ કરી . 2013 મા એનઆઇડી અમદાવાદ ખાતે એક વર્કશોપ મા તેમનું સિલેકશન થયું અને તેમનું નામ  ભારત ના જુવાન ફોટોગ્રાફેરો મા બોલાવા માંડ્યુ. આ વર્કશોપ મા  જર્મની ના નામી ફોટોગ્રાફર વોલ્ફગેંગ જૂરબોર્ન એ આમિર ને ખુબજ માર્ગ દર્શન આપ્યું હતું . આમિર ને એમના પર થી ખૂબ પ્રેરણા મળી હતી. તેઓ માને છે કૅ તેઓ એક આખી ફિલ્મ બનાવી શક્યા એનો શ્રેય વોલ્ફગેંગ જૂરબોર્ન તથા એનઆઇડી ને જાઈ છે . ત્યાર બાદ આમિર ના ફોટોગ્રાફ્સ નું એક્સિબિશન  નવેમ્બર 2014 મા ઇન્દિરા ગાંધી સેંટર ફોર આર્ટ્સ દિલ્લી મા 7 દિવસ માટે થયું હતું અને તેમણે જર્મન એંબેસેડર ટુ ઈન્ડિયા ના હસ્તક એવાર્ડ પણ મડયો હતો.તેઓ નો સમાવેશ ઈન્ડિયા ના 18 બેસ્ટ યંગ ફોટોગ્રાફેર્સ મા કરવા મા આવ્યો હતો . ત્યાર બાદ ફેબ્રુઆરી અને  માર્ચ 2015  તેમના ફોટા પોંડિચીરી અને રબિન્દ્રનાથ ટાગોર સેંટર ફોર આર્ટ્સ કોલકાતા મા પણ એગ્જિબિત કરવામાં આવ્યા હતા. 
 
ફિલ્મ બનાવાનો વિચાર
નવેમ્બર 2014 સુધી આમીર એ ઘણી શોર્ટ ફિલ્મો બનાવી હતી . તેઓ એ વિચાર્યું કૅ એક એવી ફિલ્મ બને જે ગુજરાતી હોય અને જીરો  બજેટ પણ હોય અને માત્ર ડીએસએલઆર કૅમેરા થી બનાવમાં આવે તો ગુજરાતી ફિલ્મ ઇંડસ્ટ્રી ને ઉપર લાવી શકાઈ. તેઓ એ એક એવી ટીમ નું નિર્માણ કર્યું જે ફ્રી મા કામ કરી સકે પોતાના શોખ માટે અને જેને ફિલ્મ મેકિંગ ની સમજ પણ હોય . ટીમ બનાવાનું શરૂ કર્યું જેમાં મોટા ભાગે આમિર ના મિત્રો નો આમિર એ સમાવેશ કર્યો જેમાં નૌશાદ યાકુબ જે દિઉ ના છે તથા મીત સુદાની ,પાર્થ આચાર્ય , મલય મેહતા અને બીજા કેટલાક મિત્રો નો સમાવેશ કર્યો. આર્ટ ના માણસો હોવા થી તેઓ ની એક  માનીતી ચા ની કીટલી હતી જ્યાં બેસી ને આમિર અને નૌશાદ એ ફિલ્મ ની સ્ટોરી નું નિર્માણ કર્યું.
 
ફિલ્મ નાઇટ આઉટ વિષે 
નાઇટ આઉટ ફિલ્મ એક એવી ગુજરાતી ફિલ્મ છે જે આમિર જસદણવાલા પ્રોડક્શનસ  ના હેઠળ બનાવમાં આવેલ છે. ફિલ્મ ના ડાઇરેક્ટર અને પ્રોડ્યૂસર પોતે આમીર જ છે  ફિલ્મ લવ , ફ્રેંડશિપ અને સામાજિક એકતા પર આધારિત છે. એક અર્બન ગુજરાતી ફિલ્મ જે દરેક ગુજરાતી તેના પરિવાર સાથે બેસી ને જોઈ સકે છે.ફિલ્મ નાઇટ આઉટ એક એવી વાર્તા છે જેમાં એક યુવાન પોતાને જોઈ સકે છે અને એક એક ક્ષણને  પોતાની જિંદગી સાથે સરખાવી સકશે એવું આમિર માને છે . નાઇટ આઉટ એક એવી વાર્તા છે જેમાં 2 ત્રાહિત સાયોગિક રીતે મડે  છે અને તેઓ ના સરખા વિચારો ના કારણે તેઓ મિત્રો બની જાઈ છે અને એક બીજા ની જિંદગી વિષે વાતો કરે છે.
આમીર માને છે કૅ અપડે રોજિંદા જીવન મા ઘણા શબ્દો અંગ્રેજી  મા વાપરતા હોય છીયે અને એટ્લે જ જ્યારે યુવાનો રાતે પોતાના મિત્રો સાથે બહાર રહે છે ત્યારે તેઓ એમ નથી કેતા કૅ અમે રાત્રિ બાર કરવા જાઈ છી પણ નાઇટ આઉટ શબ્દ નો જ ઉપયોગ કરતાં હોય છે. આ ફિલ્મ આખી રાજકોટ મા બનાવા મા આવી છે . કાસ્ટ અને ક્રૂ બધા જ નવા છે અને રાજકોટ ના જ છે. લીડ એક્ટર મીત સુદાની છે જેઓ લંડન થી એમએસસી બીઓતેચ્નોલોજી ભણેલા છે અને આમિર ના સાથે બીએસસી મા ક્રાઇસ્ટ કોલેજ મા ભણતા હતા. લીડ એક્ટ્રેસ સિદ્ધિ જૈન છે જે એક બેબી ફોટોગ્રાફર છે . મલય મેહતા, જયતિ દોશી અને ધીરેન ગોહેલ પણ મુખ્ય કલાકારો છે. આમિર એ પોતે પણ અભિનય કરેલો છે આ ફિલ્મ મા. આમિર ના દાદા અકબરઅલી જસદણવાલા નામી લેખક હતા અને તેઓ ના વારસા ના લીધે આમીર ને પણ લખવાનો વારસો હોવાથી તેઓ એજ સ્ક્રીન પ્લે લખ્યો છે . ફિલ્મ મા સ્વરા ઓઝા જે 14 વર્ષ ની છે તેમણે પણ એક ગીત ગાયું છે. 
ફિલ્મ નું ટ્રેલર 14 ફેબ્રુઆરી 2015 ના રોજ ક્રિસ્ટલ મોલ રાજકોટ ખાતે રાખેલી ફિલ્મ ની એક પ્રમોશનલ ઈવેન્ટ માં  રિલીસ કરવા માં આવ્યું હતું જે યૂટ્યૂબ માં પણ રાખેલ છે અને 19000 થી વધારે માણસો એ જોયેલ છે. 
 
ડાઇરેક્ટર,પ્રોડ્યૂસર અને સ્ક્રીન પ્લે  : આમીર જસદણવાલા 
સ્ટોરી : નૌશાદ યાકુબ 
અસિસ્ટેંટ ડાઇરેક્ટર : મલય મેહતા ,પુનિત વાયા , નૌશાદ યાકુબ 
મ્યુજિક : વિવેક રાઠોડ , હિરેન પીઠડીયા , નીમાં ઓઝા
કીનેમેટોગ્રાફી : પાર્થ આચાર્ય, જય બદરકીય 
એડિટર : પુનિત વાયા 
લોકેશન : પ્રોફેસર  દેવેન્દ્ર પરમાર 
ફિલ્મ બનાવા પાછડ નો હેતુ 
આમીર માને છે કૅ અમારો ફિલ્મ બનાવા પાછડ નો હેતુ  લો બજેટ મા સારી ગુજરાતી ફિલ્મો બનાવાનો છે જે થી ગુજરાતી ઇંડસ્ટ્રી આગડ વધે. તેઓ માને છે કે ગુજરાત ના લોકો ને મુંબઈ જય ને તકલીફો  નો  વેઠવી પડે એના માટે ગુજરાતી ફિલ્મ ઇંડસ્ટ્રી ને આગડ વધારવી જોઇયે જે થી યુવાનો ને ગુજરાત માં જ કામ મડી જાઈ.
 
ફિલ્મ બનાવા પાછડ મુશ્કેલીયો 
એક મધ્યમ વર્ગ ના ગાંધીવાદી વિચાર ધારા ધરાવતા પરિવાર ના છોકરા ને ફિલ્મ બનાવી હોય તો સવ થી મોટી મુશ્કેલી ફિલ્મ નું બજેટ હોય છે. આ ફિલ્મ નો હેતુ જીરો બજેટ ફિલ્મ બનાવાનો હતો જે આગડ જાતા સેન્સર બોર્ડ નો  ખર્ચ તથા પ્રિંટિંગ નો ખર્ચ , મૂવી કન્વર્ટિંગ ચાર્જિસ અને થિએટર માં ફિલ્મ ને દેખાડવાનો ખર્ચ આમ ઘણા ખર્ચા ના લીધે એક લો બજેટ ફિલ્મ બની ગઈ. બે મહિના પ્રોડ્યૂસર ગોત્યા પછી પણ કોઈ એ રસ ન ધરાવતા આમીર એ પપ્પા પાસે થી બજેટ લેવાનું નકી કર્યું અને માત્ર 5 થિએટર માં ફિલ્મ રિલીસ કરવાનું વિચાર્યું . જેમાં રાજકોટ અમદાબાદ સુરત બરોડા અને ભાવનગર આમ 5 મહાનગર પાલિકા નો સમાવેશ થાઈ છે. 
અમે જ્યારે શૂટ માત્ર 1 ડીએસએલઆર કૅમેરા થી શરૂ કર્યું ત્યારે માણસો અમારા ઉપર હસતાં પણ એ હસી ને મે પોસિટિવ્લી લીધી અને ઘણી બધી મુશ્કેલીયો પછી ફિલ્મ નું નિર્માણ કર્યું એવું માને છે આમીર જસદણવાલા.તેઓ માને છે કે આખી ફિલ્મ બનાવાનો અમને અનુભવ નોહતો તેથી અમને ખુબજ વસ્તુઓ સિખવા મડી છે.
કલાકારો રાજકોટ મા જુદા જુદા વ્યવસસાઈ મા થી લેવા મા આવ્યા હતા.જેથી સવ થી પહલી તકલીફ શૂટિંગ ના  ટાઈમ મા હતી . શૂટિંગ માત્ર રવિવારે કરવા થી શરૂઆત કરી હતી . એક એવો આઇડિયા જેમાં કલાકારો પોતાનો રોજિંદો વ્યવસાયી સાંભડી સકે અને કાલા ને પણ માણી સકે થી શૂટિંગ 2 નવેમ્બર 2014 એ શરૂ કરવા મા આવેલું હતું .
કોઈ પણ છોકરી મફત મા કામ કરવા તયાર નોતી અને જે છોકરીઓ તયાર હતી તેઓ ને ઘરે થી ના પડી દેવા થી એક્ટ્રેસ ગોતવી ખુબજ મુશ્કેલી નું કામ હતું.  એવા મા સિદ્ધિ જૈન જે આમીર ની ફોટોગ્રાફી ફ્રેન્ડ હતી તેઓ એ અભિનય કરવાની હા પાડવા થી આમિર ને ખુબજ રાહત માડી હતી . 
અમુક વાર આમીર  ને શૂટિંગ લોકેશન મા મુશ્કેલીયો થતી તો અમુક વાર ટીમ મેમ્બર્સ પોતાના વ્યવસાયી મા બિજિ હોવા ની તકલીફ થતી . આમ ઘણી બધી તકલીફો મા થી પસાર થઈ અંતે નાઇટ આઉટ નું નિર્માણ કરવા મા આવ્યું હતું .
 
ભવિષ્ય ના સપનાઓ
આમીર માને છે કે જો એક સારો પ્રોડ્યૂસર અથવા ઇન્વેસ્ટર મડે તો અમે બોલીવુડ અને ટોલિવુડ ને પણ  ટક્કર આપી સકે એવી ગુજરાતી ફિલ્મો બનાવી સકયે અને ભવિષ્ય માં પણ સામાજિક અને સારી ફિલ્મો નું નિર્માણ કરી સકયે કારણ કે અંતે બજેટ હોવું બૌ અનિવાર્ય છે.આમીર હાલ માં એમના બીજા ફિલ્મ માટે પ્રોડ્યૂસર ની શોધ માં છે. 
આમીર જસદણવાલા : 9898123586
web : aamirjasdanwalaproductions.in