ધોનીએ મેદાન પર પોલાર્ડને ભણાવ્યો પાઠ, Video વાઇરલ

20 Apr, 2016

 સોશિયલ મીડિયામાં હાલમાં એક વિડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે જેમાં વેસ્ટઇન્ડિઝના ખેલાડી કિરણ પોલાર્ડે ટીમ ઇન્ડિયાના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને આઉટ કરવા માટે કરવા માટે કંઈ એવું કર્યુ જે જોઈને તમને આશ્ચર્ય થશે અને હસવાનું નહીં રોકી શકો.  વિડિયોમાં જોવા મળે છે કે વેસ્ટઇન્ડિઝ અને ભારત વચ્ચેની મેચ દરમિયાન ડ્વેન બ્રાવોએ ભુવનેશ્વર કુમાર તરફ દડો ફેંક્યો જેને ભુવનેશ્વર કુમારે ફટકારતા તે બાઉન્ડ્રી પાસે ઉભેલા પોલાર્ડ પાસે પહોંચી ગયો હતો.

 
ભુવનેશ્વર અને ધોની સરળતાથી એક રન દોડી ગયા ત્યારે પોલાર્ડે બોલ ફેંકવામાં વાર કરી પણ પછી પોલાર્ડે બોલને થોડો આગળ ફેંકી દીધો જેથી ભુવનેશ્વર અને ધોની બીજો રન લેવા આગળ વધે ત્યારે તેમને રનઆઉટ કરી શકાય પણ ધોનીએ ચાલાકીથી બીજો રન લઈ લીધો હતો.

Loading...

Loading...