સ્માર્ટફોનની ચાર્જિંગ સ્પીડ વધારવાની 5 Smart Tips

03 Oct, 2015

 સ્માર્ટફોન યૂઝર્સ ફોનમાં ચાર્જિંગ સ્પીડને લઇને ખુબ જ પરેશાન હોય છે. મોબાઇલ ચાર્જ થવામાં ખુબ જ સમય લાગે છે. તમારા સ્માર્ટફોનમાં પણ જો ચાર્જિંગની સ્પીડ ઘટી ગઇ હોય તેને આ 5 સ્માર્ટ ટિપ્સથી વધારી શકો છો. 

 
1. યુએસબી કેબલ 
 
ફોનની ચાર્જિંગ સ્પીડ ઘટવાનું એક કારણ યુએસબી કેબલની ખરાબી હોઇ શકે છે. સૌથી પહેલા યુએસબી કેબલને ચેક કરવો જરૂરી છે, ફોનને ચાર્જ કરવા માટે સસ્તો અને ચાલું કંપનીનો યુએસબી કેબલ ના વાપરવો જોઇએ. એ વાતનું ખાસ ધ્યાન રાખો કે જ્યાં ફોનમાં કેબલનો વાયર ચાર્જર સાથે એટેચ થાય છે ત્યાં વાયરમાં ખરાબી તો નથી આવીને. 
 
2. ચાર્જરનો પાવર ચેક કરવો 
 
સામાન્ય સામાન્ય ચાર્જરની રેટિંગ પાંચ વૉટ જ હોય છે. અત્યારના સ્માર્ટફોનને આનાથી વધારે વૉટવાળા ચાર્જરની જરૂર હોય છે અને આ ચાર્જર 10-12 વૉટવાળા ચાર્જર હોય છે જેથી ઝડપથી ચાર્જ કરતા હોય છે. આનો અર્થ છે સામાન્ય ચાર્જરથી સ્માર્ટફોનને ચાર્જ થવામાં સમય લાગે છે તે આ ચાર્જર અડધા સમયમાં ચાર્જ કરે છે. એટલા માટે રેટિંગની તપાસ જરૂર કરવી જોઇએ.
 
3. વાયરલેસ ચાર્જરનો વપરાશ ટાળો 
 
વાયરલેસ ચાર્જરની રેટિંગ 5 વૉટ હોય છે. એટલા માટે તમારા ફોનને ઝડપથી ચાર્જ કરવો હોય તો આ સારો રસ્તો નથી. યૂઝર્સે હંમેશા વાયરલેસ ચાર્જરનો ઉપયોગ ટાળવો જોઇએ.
 
4. લેપટૉપથી ચાર્જ કરો 
 
લેપટૉપથી મોબાઇલ ચાર્જ કરવામાં પણ ટાઇમ લાગે છે કેમકે આ અઢી વૉટના ચાર્જરના હિસાબે જ ચાર્જ કરે છે. જો તમારી પાસે યુએસબી 3 વાળું ચાર્જર હોય તો આ લગભગ સાડા ચાર વૉટના બરાબર કામ કરશે. 
 
5. પાવર બેન્ક ખરીદતા સમયે ધ્યાન રાખો 
 
ચાર્જિંગ માટે જો તમે પાવર બેન્ક ખરીદવા જતા હોય તો તેના રેટિંગનું ધ્યાન રાખો. તમે ટેબલેટ અને સ્માર્ટફોન બન્ને વાપરતા હોય તો એવી પાવરબેન્ક ખરીદો કે જેનું રેટિંગ વધારે હો અને બન્ને ડિવાઇસને એક સાથે ચાર્જ કરી શકે. યૂઝર્સે પાવરબેન્ક ખરીદતા સમયે રેટિંગનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.