હેન્ડ સેનિટાઈઝર બની શકે છે જીવનું જોખમ

17 Sep, 2015

 શું આપને પણ હેન્ડ સેનિટાઈઝરથી વારંવાર હાથ ધોવાની આદત છે, કોઈની સાથે હસ્થ ધૂનન બાદ અથવા જમવા બેસતા પહેલા આપ સેનિટાઈઝરનો ઉપયોગ કરો છો? તો થોડા ચેતી જજો, કારણ કે અભ્યાસમાં સામે આવ્યું છે કે સેનિટાઈઝર તમને ઉપયોગી બનવાના બદલે નુકસાન વધુ પહોંચાડે છે. આગળ જુઓ અને જાણો સેનિટાઈઝરના ઉપયોગથી તમારા શરીરને કેટલું નુકસાન થાય છે

 
અસરકારક નથી સેનિટાઈઝર
 
જો આપ માનતા હોવ કે સેનિટાઈઝરનું એક ટીપું તમારી હથેળીમાં રહેલા જીવાણુઓ નાશ પામે છે તો આ ભૂલ ભરેલું છે. મોટા ભાગના સેનિટાઉઝર્સમાં 60 ટકા આલકોહોલ હોય છે જે જીવાણુઓના નાશ માટે પુરતું નથી. સાબુથી હાથ ધોઈને જેટલા સ્વચ્છ થઈ શકે તેટલા સ્વસ્છ સેનિટાઈઝરના ઉપયોગથી ક્યારેય નથી થતા.
 
સેનિટાઈઝરમાં હોય છે ટ્રાઈક્લોસન નામનું તત્વ
 
સૌથી પહેલા તો ટ્રાઈક્લોસન નામનું તત્વ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જો તમારા સેનિટાઈઝરમાં આલકોહોલનું પ્રમાણ ઓછું હશે તો તેની સામે ટ્રાઈકલોસનનું પ્રમાણ વધુ હશે. ટ્રાઈકોસન એક એવું તત્વ છે કે જેનાથી જીવાણુઓનો સફાયો થઈ જાય છે પણ તેની સામે ટકી ગયેલા જીવાણુઓ તમારા સ્વાસ્થ માટે મુશ્કેલી પેદા કરી શકે છે. અને માટે જ સેનિટાઈઝરનો ઉપયોગ કરનારા લોકોને કફ અને શરદીની સમસ્યા સામાન્ય રહેતી હોય છે.
 
સેનિટાઈઝરનો વધુ પડતો ઉપયોગ ચામડીને પહોંચાડી શકે છે નુકસાન
 
વારંવાર હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરનારા લોકોના હાથ બરછટ થઈ જાય છે જેના કારણે કેટલી બીમારીઓને આમંત્રણ મળે છે. માટે જ સેનિટાઈઝરનો ઉપયોગ કર્યા બાદ તુરંત હેન્ડ લોશનનો ઉપયોગ કરવો જોઈએ.
 
સેનિટાઈર સ્વાસ્થ્ય માટે ઝરી સાબિત થઈ શકે છે
 
ઘણા સેનિટાઈઝર્સમાં ફેલેટ્સ નામનું તત્વ હોય છે જેનાથી તેને સુગંધિત બનાવવામાં આવે છે. ફેલેટ્સ ભોજન વાટે સરળતાથી શરીરમાં પ્રવેશી શકે છે અને તે શરીરમાં પહોંચ્યા બાદ પોતાની સંખ્યામાં પણ વધારો કરે છે. જેનાથી જીવનું જોખમ ઉભું થાય છે.
 
BPA શરીર માટે છે ખતરનાક
 
BPA અથવા Bisphenol A નામનું કેમિકલ શરીર માટે ખતરનાક છે. આ કેમિકલ અંતસ્ત્રાવોને નુકસાન પહોંચાડે છે. જેનાથી કેન્સર થવાનો પણ ભય રહે છે. અને સેનિટાઈઝરના વધુ પડતા ઉપયોગના કારણે આ સમસ્યામાં વધારો થાય છે અને ભોજન સાથે આ તત્વ સરળતાથી શરીરમાં પ્રવેશી શકે છે.
 
રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો
 
સેનિટાઈઝરનો ઉપયોગ સ્વાસ્થ્ય સાથે જોડવામાં આવે છે પરંતુ તેના વધુ પડતા ઉપયોગના કારણે શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાનો ભય રહે છે.
 
સેનિટાઈઝરમાં રહેલું આલકોહોલ પણ શરીર માટે હાનિકારક
 
 
કેટલાક સેનિટાઈઝર્સમાંથી દારુ કે વોડકા જેવી વાંસ આવતી હોય છે તેની પાછળનું કારણે આલકોહોલનું વધુ પ્રમાણ. માર્ચ 2012માં કેલિફોર્નિયામાં 6 કિશોરોને સેનિટાઈઝરમાં રહેલા આલ્કોહોલ કન્ટેનના કારણે આલ્કોહોલ પોઈઝનિંગ થયું હતું.