રાશિ મુજબ કરો પરફ્યુમ અને ડીયોનો ઉપયોગ

23 Sep, 2015

 મેષ રાશિ આ રાશિના લોકોએ પોતાના ઇષ્ટદેવને પ્રસન્ન કરવા માટે મોગરાની સુગંધ વાળા પરફ્યુમ અથવા ડીયો લગાવવા જોઇએ.

 
વૃષભ આ રાશિના સ્વામી શુક્ર હોય છે. તેથી આ રાશિના લોકોએ ચમેલીના તેલ, ડીયો કે પછી પરફ્યુમનો ઉપયોગ કરવો જોઇએ. જેથી તમારા ઇષ્ટ દેવ પ્રસન્ન થશે.
 
મિથુન આ રાશિના લોકોએ લવીંગની સુગંધ વાળા પરફ્યુમ કે ડીયો લગાવવા હીતકારી છે.
 
કર્ક આ રાશિના લોકો પોતાના સારા માટે ગુલાબની સુગંધનું પરફ્યુમ અને ડીયો વાપરી શકે છે.
 
સિંહ આ રાશિના જાતકો પોતાના ઇષ્ટ દેવને ખુશ કરવા માટે બદામનું તેલ અથવા બદામના પરફ્યુમ્સ અથવા ડીયોનો ઉપયોગ કરી શકે છે.
 
કન્યા આ રાશિના લોકોએ ચંદનની સુગંધ વાળુ પરફ્યુમ અથવા તો ડીયોનો ઉપયોગ કરવો જોઇએ.
 
તુલા આ રાશિના લોકોએ પોતાના ઇષ્ટ દેવને પ્રસન્ન કરવા માટે ચંપાના ફુલના પરફ્યુમ્સ અથવા ડીયો વાપરવા જોઈએ.
 
વૃશ્ચિક આ રાશિના જાતકોએ પોતાના સારા માટે બેલાના ફુલોના પરફ્યુમ્સ અથવા તો ડીયો વાપરવા જોઇએ.
 
ધન આ રાશિના લોકો મનોકામનાઓને સિદ્ધ કરવાના હેતુથી ગલગોટાના ફુલોના પરફ્યુમ્સ અથવા તો ડીયોનો ઉપયોગ કરે તો તેમના માટે હિતાવહ છે.
 
મકર આ રાશિના જાતકો પોતાના ઇષ્ટ દેવને પ્રસન્ન કરવા માટે ઑવાલની સુગંધના પરફ્યુમ્સનો ઉપયોગ કરી શકે છે.
 
કુંભ આ રાશિના જાતકો પોતાની ઉન્નતિ માટે લીલીની સુગંધ વાળા ફરફ્યુમ્સ કે ડીયો વાપરે તે હીતાવહ છે.
 
મીન આ રાશિના જાતકો સફળતા મેળવવા અને પોતાની ઉન્નતિ માટે રાતરાણીના ફુલોનો ઉપયોગ કરે તે હીતાવહ છે.